દુનિયાના સૌથી ખુંખાર આતંકી સંગઠને આપી ચેતવણી

ઈસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસએ (IS) આતંકી સમૂહે સ્પષ્ટ કર્યું છે કે તે દરેક જગ્યાએ શિયા મુસલમાનો પર હુમલો કરશે. આ વાત તેણે ખુલ્લમ ખુલ્લા કરતાં ભારે હોબાળો મચી ગયો છે. સમૂહના અલ-નબા સાપ્તાહિકમાં આ ચેતવણી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આયું છે કે શિયા મુસલમાનોને તેમના ઘર અને કેન્દ્રો પર નિશાન બનાવવામાં આવશે. આ ચેતવણી આતંકવાદી સમૂહની ખુરાસાન શાખા દ્વારા કંધારમાં શિયા મસ્જિદની અંદર બોમ્બ વિસ્ફોટ કર્યા પછીના એક દિવસ બાદ આવી છે.

image soucre

આ વિસ્ફોટમાં 63 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 83 અન્ય ઘાયલ થયા હતા. જો કે આ પહેલી ઘટના નથી આ પહેલા કુંદુજ શહેરની અન્ય એક શિયા મસ્જિદમાં એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા. આઈએસ-કે એ આ હુમલાની જવાબદારી લીધી હતી. જે ઓગસ્ટના અંતમાં અમેરિકી સેનાના અફઘાનિસ્તાન છોડ્યા પછી સૌથી ઘાતક બન્યું છે.

image soucre

શનિવારે આ ચેતવણી વિશેષ કરીને અફઘાનિસ્તાનમાં રહેતા શિયા મુસલમાનોને આપવામાં આવી હતી. આઈએસએ ધમકી આપતા કહ્યું હતું કે તે આઈએસ-કે વિરુદ્ધ ઈરાન અને અન્ય દેશોનો સહયોગ અને સમર્થન કરે છે.

image source

ઉલ્લેખનીય છે કે આઈએસ-કે હાલ સૌથી મોટું ખતરનાક સંગઠન બન્યું છે જે અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતોને કથિત રીતે કહે છે કે તેમના લડાકુઓને મસ્જિદોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. ખાસ કરીને શિયા મુસલમાનોને. રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાક અને સીરીયાથી આઈએસ લડાકુએને અફઘાનિસ્તાનમાં પ્રવેશ કરવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે વર્તમાનમાં યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રના ઉત્તરમાં 2000થી વધુ સગયોગી છે.

image socure

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં જ આતંકી સંગઠને કંધાર પ્રાતમાં શુક્રવારની નમાઝ દરમિયાન શિયા મસ્જિદમાં આત્મઘાતી હુમલો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી અહીં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. તેવામાં હવે સંગઠને એવું કહ્યું છે કે તે બગદાદથી લઈ ખુરાસાન સુધી શિયા મુસલમાનોને દરેક જગ્યાએ નિશાન બનાવશે. હાલ આઈએસ-કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસિત સરકાર માટે સૌથી મોટું જોખમ બની ગયું છે.