પ્રેમમાં અંધ બનેલી યુવાપેઢી માટે આંખ ઉઘાડતો કિસ્સો: વાંચો 20 વર્ષની યુવતી સાથે બનેલી દર્દનાક ઘટના

હાલોલ વિસ્તારમાં સામે આવેલી એક ઘટનાએ લોકોને અંદરથી હચમચાવી નાખ્યા છે અને એ વિચારવા માટે લોકો મજબૂર કર્યા છે કે સભ્ય સમાજમા કેવી કેવી ગંદકી ફેલાય છે. તમને જણાવી દઈએ કે હાલોલના કોપરેજ ગામમાં એક કોલેજિયન યુવતીએ આત્મહત્યા કરી છે તેમની ઉમર 20 વર્ષની છે. આ આત્મહત્યા પાછળ પ્રેમસંબંધ કારણભૂત હતો. આ કોલેજિયન યુવતી સાથે ગામના જ યુવકે પ્રેમના નામે હવશનો શિકાર બનાવી છોડી દેતાં યુવતીએ આત્મહત્યા કરી લીધી. યુવતીના મોત બાદ પરિવારને સુસાઈડ નોટ મળતા કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસ પણ એક્શનમા આવી હતી અને યુવતીના પ્રેમીની અટકાયત કરી તેની સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો

image source

આ સમગ્ર ઘટના અંગે વિગતે વાત કરીએ તો હાલોલના કોપરેજ ગામે રહેતી 20 વર્ષીય પાયલ (નામ બદલ્યું છે) હાલોલની એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ ઉપરાંત પુના સ્થિત ગુરુકુળમાં પણ સોફ્ટવેરનો અભ્યાસ કરતી હતી. તમને જણાવી દઈએ કે 25 જાન્યુરીએ તે કોલેજ નીકળી હતી અને બપોર બાદ તેનો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો. ત્યાર બાદ પરિવારના શભ્યો તેને શોધવા કામે લાગ્યા હતા. જો કે આ દરમિયાન કોઈએ પરિવારને જાણ કરી કે કાલોલ શક્તિપુરા નર્મદા કેનાલ પાસે ગેટ નજીક એક યુવતીની લાશ પાણીમાં ઉંધી તરી રહી છે.

યુવતીનો મોંઢાનો ભાગ ક્ષત વિક્ષત હતો

image source

ત્યાર બાદ પરિવારના સભ્યો ઘટના કેનાલ પર પહોંચ્યા હતા. જ્યાં સ્થળ ઉપર કપડાને જોઈ તેમના પિતાએ દિકરીની લાશ ઓળખી કાઢી હતી. આ ઘટના બનતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. તમને જણાવી દઈએ કે યુવતીનો મોંઢાનો ભાગ ક્ષત વિક્ષત હતો. ત્યાર બાદ યુવતીના અંતિમ વિધિ કરવામાં આવી હતી. અને અંતિમ વિધિ બાદ ભત્રીજાના મોબાઇલ પર પાયલે સોશિયલ મીડિયા પર ઈંગ્લીશમાં લખેલી 6 પાનાંની સુસાઇડ નોટ મળતાં આત્મહત્યા કરવા પાછળ લવ અફેર હોવાની વાત સામે હતી. તેની અંતિમવિધિ કરી પરિવારજનો ઘરે આવ્યા ત્યારે તેમના ભત્રીજાએ જણાવેલ કે બહેન પાયલે પૂનાથી સોશિયલ મીડિયાના ગ્રૂપમાં સુસાઇડ નોટ મૂકી હતી. જે તેઓને ફોરવર્ડ કરતાં તેમાં ઈંગ્લિશમાં મરનાર યુવતીએ પોતે સુસાઈડ કરવા જઈ રહી હોવાનું તથા સુસાઈડનું કારણ ગામના એક યુવાન રાહુલકુમાર નગીનભાઈ સોલંકી સાથેનુ લવ અફેર કારણભૂત હોવાનું જણાવ્યું હતું.

તેણે મારી સાથે દગો કર્યો અને મારો યૂઝ કરીને મને છોડી દીધી

image source

પાયલે સુસાઈડ નોટમાં જણાવ્યા પ્રમાણે તેના ગામના જ પ્રેમી સંજયે શારિરીક સંબંધ બાંધ્યા બાદ લગ્નની ના પાડતા યુવતીએ આત્મહત્યા કરી દીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ પરિવારે પોલીસને ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે પ્રેમી યુવક સંજયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પીએંમ રિપોર્ટ પ્રમાણે પાણી પી જવાથી શ્વાસ રૂંધાતાં યુવતીનું મોત થયાનું કારણ આવ્યું હતું. પાયલે લખેલી સુસાઈડ નોટમાં જણાવ્યુ હતું કે, સંજયે ખોટી ખોટી વાતોમાં ફસાવી તેની સાથે રોજ સમાગમ કરતો હતો. જેને પાયલ પ્રેમ સમજી બેઠી, પાયલે આગળ કહ્યું કે મેં તેના ઉપર ખૂબ વિશ્વાસ કર્યો પંરતુ તેણે મારી સાથે દગો કર્યો અને મારો યૂઝ કરીને મને છોડી દીધા. સંજયે મારુ ભવિષ્ય અને કારકિર્દી અને મારા પપ્પાના સપના તોડી નાખ્યા. આ જ કારણે મેં તેના અને મારા ફોટા અપલોડ કરી દીધા,

મારો ઉપયોગ કરી મને છોડી દીધી હતી

image source

તેમણે વધુમાં કહ્યું કે તેણે મારો ઉપયોગ કરી મને છોડી દીધી હતી. એટલુ જ નહીં મને બદનામ કરવા માટે મારા વિશે ગામમાં ખરાબ વાતો પણ ફેલાવતો હતો. પાયલે કહ્યું કે હું ગામમાં અને પોતાના કુટુંબમાં મોં બતાવવાને લાયક નથી રહી. તેણે મારૂ બહુ શોષણ કર્યું છે. પાયલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સંજયને બીજી છોકરીઓ સાથે પણ સંબંધો હતા જેને કારણે તેણે મને છોડી દીધી. એટલુ જ નહિ સંજયે તેનો વોટ્સએપ નંબર પણ બ્લોક કરી દીધો હોવાની વાત પાયલે કરી હતી. સંજયે પાયલને લગ્ન કરવાના સપના દેખાડી પોતાની હવસનો શિકાર બનાવી હતી અને ત્યાર બાદ બીજી યુવતી મળતા પાયલને છોડી દીધી હતી. અને યુવતીને મરવા માટે મજબૂર કરી દીધી હતી. પાયલે પોતાના માતા-પિતાન વિશે સુસાઈડમાં લખ્યું કે, મમ્મી પપ્પા તમે મને સમજો અને પ્લીઝ હિંમત ના હારતા મારા સિવાય પણ બીજી છોકરીઓ છે, ભાઈ છે. આ પગલું ભરવાનું કારણ આ છે કે તમારા સપના હું પૂરા કરી શકી નથી અને તમારી આબરુ ખરાબ કરી નાખી. તમે મને બહુ જ મહેનતથી અહીંયા સુધી ભણાવી પરંતુ મે તમારા ડ્રીમ્સ નાખ્યા જેના કારણે હુ આ પગલુ ભરી રહી છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત