લોકોના સુખ-દુ:ખની કહાનીઓ સાંભળી રહ્યો છે અને 10-10 રૂપિયા આપી રહ્યો છે આ યુવક, જાણો શા માટે કરે છે આવું

હાલમાં એલો સમય છે કે લોકોની નોકરી પણ છુટી ગઈ છે અને બિઝનેસમાં પણ લોસ ચાલી રહ્યો છે. એટલા આવા સમયમાં દરેક વ્યિક્તને નોકરી મળે તેવું શક્ય નથી. નોકરીની આશામાં અને આશામાં લોકો ઘરે બેઠા રહે છે કે ફર્યા કરે છે. કેટલાક નોકરી ન મળે તો બેરોજગારનો સિક્કો લગાવી બેસી જાય છે. પરંતુ અમદાવાદના એન્જિનિયર યુવકને નોકરી ન મળતા ચાનો ધંધો શરૂ કર્યો છે. આ એન્જિનિયર યુવકનું નામ રોનક રાજવંશી છે. ત્યારે હવે એક બીજો એન્જિનિયર ભારે ચર્ચામાં આવ્યો છે. એણે પણ કંઈક અલગ જ કારનામું કર્યું છે. આમ પણ જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી લોકો પોતોના સર્જનાત્મકતા અને આઇડિયા શેર કરતા રહે છે. ત્યારે પુનામાં એક એન્જિનયર યુવકે એવી પહેલ કરી છે કે તે રસ્તા પર બોર્ડ લઇને ઉભો રહે છે અને લોકોને કહે છે કે તમારી સ્ટોરી મને સંભળાવો અને તેના બદલામાં 10 રૂપિયા લઇ જાઓ.

image source

જો આમ સામાન્ય રીતે જોવા જઈએ તો હાલમાં દરેક વ્યકિત પોતાના દિલની વાત કહેવા માટે કોઇ ખાસ વ્યકિતને શોધતો હોય છે, જેની સાથે દરેક વાત શેર કરી શકાય, જેથી તેનું મન હલકું થઇ શકે. કહેવાય છે ને કે દરેક વ્યકિત એટલો નસીબદાર હોય કે તેની પાસે સારો મિત્ર અથવા એવો કોઇ વ્યકિત કે જેની પાસે પોતાનું દિલ ખોલી શકે. બધા જ લોકો આવા નસીબદાર હોય એવું દરેક વખતે બનતું નથી. ઘણા લોકો એવા નસીબદાર નથી હોતા. આ વાતને ધ્યાનમાં રાખીને પુનામાં આ યુવકે અનોખી પહેલ કરીને લોકોને પોતાની વાત કહેવાનો મોકો આપ્યો છે.

image source

હાલમાં પરિસ્થિતિ એવી છે કે સોશિયલ મીડિયા પર આ યુવકની ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકો આ કામને વખાણી અને વધાવી રહ્યા છે. ઘણા લોકો માટે દિલની વાત કહેવી આસાન નથી હોતી, કેટલાંક લોકો સમાજના ડરથી અથવા કેટલાંક લોકોને એવો ડર હોય છે કે તેમની વાત કરવાથી લોકો તેમને જજ ના કરી લે. આવા લોકો માટે પુનાના 22 વર્ષના એન્જિનયર રાજ ડાગવાર લોકોને મદદ કરવાની મિશન પર નિકળ્યો છે.

image source

રાજ પુનામાં આવેલી ફર્ગ્યુસન કોલેજ રોડ પર એક પ્લે કાર્ડ લઇને ઉભા રહે છે.એ બોર્ડ પર લખ્યું છે કે તમે મને તામારી સ્ટોરી કહો હું તમને 10 રૂપિયા આપીશ.

image source

રાજ દરરોજ રસ્તાની ફુટપાથ પર ઓછામાં ઓછા 5 કલાક વિતાવે છે અને લોકોની વાત સાંભળે છે. સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી રાજ રસ્તા પર ઉભા રહે છે.

image source

જો રાજ વિશે વાત કરીએ તો રાજને દરેક લોકોની સ્ટોરી યાદ છે જે અત્યાર સુધીમાં લોકોએ તેમને કહી છે. રાજનું કહેવું છે કે લોકડાઉનના સમયમાં ઘણા લોકો એકલવાયા થઇ ગયા હતા અને ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. રાજે કહ્યું કે તેને પણ આ અનુભવ 2019માં થયો હતો. પોતાના પરિવાર સાથે વાત શેર નહી કરી શક્યો નહોતો અને કાઉન્સેલરની મદદ લેવી પડી હતી. ત્યારે હવે રોજ રાજ આ રીતે ઉભો રહે છે અને લોકોના સુખ દુખની વાતો સાંભળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો રાજના વખાણ કરી રહ્યાં છે અને આ કાર્યને શેર કરી વાયરલ કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત