જો તમે પણ મા કાર્ડ કઢાવવા જતા હોય તો સાવધાન, રૂપાણી સરકારે નિયમમાં કર્યો છે બદલાવ

રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાનો કહેર ચાલી રહ્યો છે જેની ઝપેટમાં અનેક પરિવારો આવી ગયા છે. કોરોના ઉપરાંત બીજી પણ ઘણી બીમારીઓથી પીડાતા લોકો માટે રાજ્ય સરકારે મા કાર્ડની વ્યવસ્થા કરી હતી. જેના દ્વારા સામાન્ય પરિવાર માંથી આવતા લોકો ઓછા ખર્ચે પોતાના સ્વજનનો ઈલાજ કરાવી શકે. આ કાર્ડ બનાવવાની કામગીરી ખાનગી એજન્સીને આપવામાં આવી હતી. જો કે હવે મા કાર્ડને લઈને ગુજરાતની રૂપાણી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

image source

તમને જણાવી દઈએ કે, હવેથી એજન્સીઓમાં મા કાર્ડની નોંધણી કરવામાં આવશે નહીં. 31મેથી મા કાર્ડની નોંધણીની એજન્સી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ હવે સવાલ એ થાય કે તો આ મા કાર્ડ ક્યાંથી લોકોને મેળવવાનું રહેશે, તો આ અંગે રાજ્ય સરકારે આ જવાબદારી સરકારી હોસ્પિટલો સોપી છે. હવે સરકારી હોસ્પિટલોમાંથી મા કાર્ડ કાઢી શકાશે. જેમા સામૂહિક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મા કાર્ડ કઢાવી શકાશે.

image source

નોંધનિય છે કે, મુખ્યમંત્રી યોજના અંતર્ગત મા કાર્ડ બનાવવાની કામગીરી એજન્સી પાસેથી લઈને હવે હોસ્પિટલને સોંપવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આને લઈને હોસ્પિટલ સંચાલકોમાં પણ ભારે નારાજગી પણ જોવા મળી રહી છે કારણ કે સરકારી હોસ્પિટલ સંચાલકોએ ફરજિયાત આ કામગીરી માટે વધારાનો એક સ્ટાફ રાખવાની સાથે સાથે તમામ ડોક્યૂમેન્ટની પણ યોગ્ય રીતે ચકાસણી કરવાની જવાબદારી રહેશે. નોંધનિય છે હાલમાં કોરોના મહામારી વચ્ચે આ નવી જવાબદારી આવતા સરકારી હોસ્પિટલનું કામનું ભારણ વધશે.

image source

તમને જણાવી દઈએ કે, સમગ્ર રાજ્યમાં મા કાર્ડ બનાવવાની કામગીરી છેલ્લાં 3 દિવસથી બંધ કરી દેવામાં આવી છે જેના કારણે રાજ્યમાં લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ આ માટે રાજ્ય સરકાર દ્વારા મા કાર્ડ નવા બનાવવા કે રીન્યૂ કરવા માટેની કામગીરી હવે નજીકની સરકારી હોસ્પિટલમાં આપવાનો નિર્ણય કરાયો છે. લોકોના મતે તેના લીધે સમસ્યા વધવાની છે. તમને જણાવી દઈએ કે, પહેલા સુરત શહેરમાં સાત અને જિલ્લામાં ચાર મળી કુલ 11 કેન્દ્ર હતા.

image source

હવે આ નવા આદેશ બાદ સરકારી હોસ્પિટલમાં જ મા કાર્ડ બનાવવાને કારણે શહેરમાં બે હોસ્પિટલમાં આ કામગીરી થવાની શક્યતા રહેલી છે. જેથી ત્યાં લોકોનો ધસારો વધશે તેવી વાત સામે આવી રહી છે. તો બીજી તરફ મળી માહિતી પ્રમાણે જિલ્લામાં તો સરકારી હોસ્પિટલના બદલે સીએચસી કે પીએચસી પર આ કામગીરી કરવામાં આવે તેવી વાત પણ સામે આવી રહી છે. જો આ અંગે સરકાર દ્વારા યોગ્ય આયોજન કરવામાં નહીં આવે તો લોકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!