લોકડાઉનમાં દેશભરમાં મેગીના વેચાણમાં આવ્યો ઉછાળો, 5 કારખાના દિવસ રાત રખાયા ચાલુ

લોકડાઉન બાદ હવે લોકલને વોકલ બનાવો અને આફતને અવસર બનાવો તેવી વાત વડાપ્રધાન મોદીએ કરી છે. તેવામાં લોકડાઉન દરમિયાન આ બંને સૂત્ર બે કંપનીઓને ખૂબ લાગુ પડ્યા છે.

image source

લોકડાઉન દરમિયાન કેટલાક લોકોને એક ટંકનું ભોજન મળવામાં સમસ્યા સર્જાઈ હતી તેવામાં લોકોની ભૂખને સંતોષવાનું કામ પારલેજીએ કર્યું હતું. તાજેતરમાં જ સામે આવ્યું હતું કે લોકડાઉન દરમિયાન 5 રૂપિયામાં વેંચાતા પારલેજી બિસ્કીટના વેચાણમાં ઉછાળો આવ્યો છે. આ બિસ્કીટનું વેચાણ એટલું થયું કે છેલ્લા 82 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. ત્યારે હવે આ યાદીમાં મેગીનું નામ પણ જોડાયું છે.

બિસ્કીટ બાદ મેગીના ઉત્પાદનમાં વધારો થયો હોવાના આંકડા સામે આવ્યા છે. લોકડાઉન દરમિયાન મેગીની ડિમાંડ વધી હતી અને જેના કારણે તેનું જંગી ઉત્પાદન થયું છે. મેગી નૂડલ્સના સેલ્સમાં 25 ટકાની તેજી આવી છે.

image source

આ અંગે જાણવા મળ્યાનુસાર કોરોના ફેલાવાની શરુઆત થતા દેશમાં 25 માર્ચથી વડાપ્રધાન મોદીએ દેશભરમાં લોકડાઉન જાહેર કર્યુ હતું, આ લોકડાઉન ચાર તબક્કામાં લંબાયું અને 1 જૂન સુધી કડક લોકડાઉન દેશમાં હતું. આ સમય દરમિયાન રેસ્ટોરન્ટ અને નાસ્તાની લારીઓ વગેરે બંધ હોવાથી લોકો માટે ઘરે ફટાફટ અને ભાવતી વસ્તુ તરીકે એકમાત્ર વિકલ્પ મેગી નૂડલ્સ જ હતા. આ જ કારણ છે કે લોકડાઉનના સમય સુધીમાં મેગીના વેચાણમાં જંગી ઉછાળો આવ્યો.

image source

મેગીના વેચાણના આંકડામાં થયેલા વધારા અંગે નેસ્લે ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ નારાયણે જણાવ્યું હતુ કે, લોકડાઉનની વચ્ચે પણ કંપનીએ પોતાના 5 કારખાનામાં મેગીનું ઉત્પાદન ઝડપથી કરવું પડ્યું હતું. કારણ કે બજારમાં મેગીની માંગમાં ઉછાળો આવ્યો હતો.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે નેસ્લે કંપનીનો વાર્ષિક કારોબાર અંદાજે 12 હજાર કરોડ રૂપિયાનો છે. તેવામાં લોકડાઉનના સમયમાં એટલે કે માર્ચથી જૂન સુધીમાં મેગીના વેચાણમાં આવેલા 25 ટકા ઉછાળાથી કંપનીની આવકમાં પણ તેજી વધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત