ભરબજારે 4 મહિલાઓને નગ્ન હાલતમાં માર મારી સરઘસ કાઢ્યું, મદદની ભીખ સામે લોકોએ વીડિયો ઉતારી વાયરલ કર્યો

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે જેને જોઈ લોકો પાકિસ્તાન પર ફીટકાર વરસાવી રહ્યા છે. જી હાં માનવતાને શરમાવે તેવી ઘટના પાકિસ્તાનમાં બની છે. આ ઘટનાનો વીડિયો જોઈ લોકો પાકિસ્તાન સામે રોષેભરાયા છે. અહીં 4 મહિલાઓને જાહેરમાં નગ્ન કરી તેમની પરેડ કાઢવામાં આવી હતી. એટલું જ નહીં આ ઘટનાનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.

image source

જાણવા મળતી માહિતી અનુસાર આ શરમજનક ઘટના પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈસલાબાદમાં બની હતી. અહીં 4 મહિલાઓ સાથે સરાજાહેર આ હરકત કરવામાં આવી હતી. જાહેર રસ્તા વચ્ચે તેમના કપડા ઉતરાવી લેવામાં આવ્યા અને તેમને લાકડી વડે ઢોરમાર મારવામાં આવ્યો. આટલું ઓછું હોય તેમ મહિલાઓને નગ્ન અવસ્થામાં રોડ ફેરવવામાં આવી હતી.

આ નિંદનીય અને શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારે મહિલાઓ સાથે આ કૃત્ય થઈ રહ્યું છે ત્યારે અનેક લોકો ત્યાં હાજર હોય છે જે બધા આ તમાશો જોતા રહે છે. એક કલાક સુધી ચાલેલા આ કૃત્ય દરમિયાન ચારેય મહિલાઓ સતત લોકો પાસે આજીજી કરી દયાની ભીખ માંગતી રહે છે પરંતુ તેની મદદ કોઈ કરતું નથી.

આ ઘટનાનો ભોગ બનેલી મહિલાઓએ તેની આપવીતી જણાવતા કહ્યું હતું કે તેઓ ફૈસલાબાદની આ બજારમાં કચરો વીણવા ગઈ હતી. સતત કામ કરવાના કારણે તેમને તરસ લાગી હતી એટલે તેઓ ઉસ્માન ઈલેક્ટ્રીક સ્ટોર પર ગઈ અને પાણીની બોટલ માંગવા લાગી. પરંતુ દુકાનના માલિક સદ્દામે તેમને દુકાનમાંથી ચોરી કરવા આવેલી મહિલા સમજી અને ચોરીનો આરોપ લગાવી તેમને માર મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન ત્યાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. કોઈપણ વાત સમજ્યા વિના ટોળું પણ મહિલાઓ પર તુટી પડ્યું અને ટોળામાં હાજર લોકોએ મહિલાઓના કપડાં ઉતારી નાખ્યા અને તેમને રસ્તા પર નગ્ન કરી તેમની સાથે મારપીટ કરી તેમનું સરઘસ કાઢ્યું.

image soucre

આ બધું જ થયું તેનો વીડિયો કોઈ બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયામાં શેર કર્યો. આ વીડિયો શેર થયા પછી પોલીસ હરકતમાં આવી અને આ મામલે કાર્યવાહી શરુ કરી. આ મામલે પોલીસે પાંચ લોકો સામે કેસ નોંધ્યો છે અને મહિલાની સાથે ક્રૂરતા કરનારની ધરપકડ પણ કરવામાં આવી છે.