અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડે વધારી સોશિયલ મીડિયામાં ચર્ચા, જોઈ લો ફોટા અને રહી જશો દંગ

બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા એમના સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. એ બોલીવુડની ફેશન કવીન પણ કહેવાય છે..45ની ઉંમર પાર કર્યા પછી પણ મલાઈકાની બોડી ખૂબ જ ફિટ છે અને ચહેરા પર એમની ઉંમરની અસર જ નથી દેખાતી. એ પોતાની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર એમના ફિટનેસના ઘણા વિડીયો પણ મળી જાય છે.

મલાઈકાને ડ્રેસે લગાવી આગ.

image source

મલાઈકા બોલીવુડની એ બિન્દાસ હિરોઇનમાંથી છે જેમને એમના લુકસની સાથે એક્સપરિમેન્ટ કરવામાં કોઈ ખચકાટ નથી થતો. સોશિયલ મીડિયા પર એ ઘણીવાર એમના શાનદાર ફોટા શેર કરે છે જે ફેંન્સને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં જ મલાઈકા મેટેલિક ડ્રેસ પહેરીને દેખાઈ હતી. ડીપ નેકલાઈન ડ્રેસમાં મલાઈકા અરોરા ખૂબ જ શાનદાર લાગી રહી હતી.

image source

ભૂરા પીળા અને પિંક કલરના આ મેટાલિક ડ્રેસમાં મલાઈકા અરોરા ડીવા લાગી રહી હતી..એમના મેકઅપની વાત કરીએ તો સાઇનિંગ આઉટફિટ સાથે એમને ખૂબ જ હળવો મેકઅપ કર્યો જે એમના પર ખૂબ જ શૂટ કરી રહ્યો હતો. એમને ચહેરા પર ફાઉન્ડેશન અને કન્સિલરનો પરફેક્ટ બેઝ લગાવ્યો હતો. મલાઈકા અરોરાની ફેશન સેન્સ અને મેકઅપ લુકથી લોકો એમનું દિલ હારી બેઠા હતા.

image source

મલાઈકા બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે મન રિલેશનને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે અમુક મીડિયા રિપોર્ટ્સનો દાવો હતો કે મલાઈકા અર્જુન કપૂર કરતા વધુ પૈસા કમાઈ છે. રિપોર્ટ અનુસાર મલાઈકા અરોરાની કુલ કમાણી 100 કરોડ છે જે એ ફિલ્મોમાં એક આઈટમ નંબર અને રિયાલિટી શોમાં જજ બનીને કરી લે છે. તો મલાઈકા આરોરાની સરખામણીએ અર્જુન કપૂરની કુલ કમાણી 88 કરોડ રૂપિયા છે. આ વાત પર અર્જુન કપૂરે નારાજગી વ્યક્ત કરી હતી.

image source

મલાઈકા અરોરા લગભગ 20 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. એમને અત્યાર સુધીમાં.ઘણી ફિલ્મો, બ્રાન્ડસ એન્ડોરસમેન્ટ અને ટીવી શો કર્યા છે એટલે એમની સરખામણી અર્જુન કપૂર સાથે કરવી ઘણી હદ સુધી ઠીક પણ નથી. તો એક રિપોર્ટની હેડલાઈન જોઈને અર્જુનનો ગુસ્સો સાતમા આસમાને પહોચી ગયો હતો અને એમને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એમની ભડાશ કાઢી હતી.

image soucre

થોડા દિવસ પહેલા એક ઇન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે કહ્યું હતું કે એ આ જોઈને ખૂબ જ ખુશ છે કે મલાઈકા અરોરા કેટલી સ્વાભિમાની અને ગરીમાંમય છે. જે રીતે એમને 20 વર્ષની ઉંમરથી કામ શરૂ કર્યું અને આજ સુધી કરી રહી છે. એ એમની એક સ્વતંત્ર ઓળખ ધરાવે છે. મેં ક્યારેય એમને ફરિયાદ કરતા નથી જોયા ન તો ક્યારેય નકારાત્મકતા ફેલાવતા. એ હંમેશા જ પોતાના કામને બોલવા દે છે અને એવી જિંદગી જીવે છે જેનાથી એમને ખુશી મળે. હું એમની પાસે દરરોજ કઈને કઈ શીખતો રહું છું.