મેંદો, બેસન, રવો કે કોઈ પણ લોટમાં કીડા દેખાય તો આ છે કમાલની ટિપ્સ, ફટાફટ કરી લો ટ્રાય

મેંદો, બેસન, રવો અને અન્ય કોઈ પણ લોટનો ઉપયોગ દરેક ભારતીય ઘરોમાં થતો હોય છે. નાસ્તામાં પકોડા બનાવી રહ્યા હોવ અને લંચ અને ડીનરમાં રોટલી. બાળકો માટે હલવો બનાવી રહ્યા હોવ કે મહેમાનો માટે પૂરી તળવી હોય આ દરેક ચીજમાં લોટનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હોય છે. પરંતુ આ લોટને યોગ્ય રીતે રાખવો જરૂરી હોય છે.

image source

વરસાદ હોય કે ચોમાસું ખાસ કરીને આ સીઝનમાં લોટમાં કીડા પડવાની સમસ્યા રહે છે. અનેક વાર વરસાદ વિના પણ આ સીઝનમાં લોટમાં કીડા જોવા મળે છે. આ માટે તેની સાફસફાઈ અને રાખવાની રીતમાં ખામીના કારણે પણ આવું જોવા મળે છે. જો તમે પણ બેસન, રવો અને મેંદામાં લાગેલા કીડાથી પરેશાન છો તો આ ખાસ ટિપ્સની મદદથી છૂટકારો મેળવી શકો છો.

તેજપત્તા કે લીમડાના પાન

image source

તમાલપત્ર કે લીમડાના પાનને રવા, મેંદા અને બેસનના કંટેનર્સમાં રાખવાથી કીડા લાગતા નથી. આ કીડાથી તો બચાવે છે અને સાથે ભેજથી બચાવવામાં પણ મદદ કરે છે.

એર ટાઈટ કંટેનર

મેંદો, બેસન, રવો અને લોટમાં કીડા રોકવા માટે તેમને કાચ, મેટલ કે પછી અન્ય કોઈ સારા અને જાડા પ્લાસ્ટિકના એર ટાઈટ કંટેનર્સમાં રાખો. આવું કરવાથી કીડા લાગશે નહીં અને ન તેમાં ભેજ આવશે.

image source

રેફ્રિજરેટિંગ

જો તમે રવો, મેંદો અને બેસનને લાંબા સમય માટે સ્ટોર કરીને રાખવા ઈચ્છો છો તો તમે તેને ફ્રિઝમાં રાખી શકો છો. આ દરેક ચીજને રેફ્રિજરેટરમાં રાખવાથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. તેમાં કીડા લાગતા નથી.

ફૂદીનાના પાન

જ્યાં રવો અને બેસન કીડાથી બચવા માટે તમારા નાક પર દમ કરી રહ્યું છે તો તમે તેમાં સૂકા ફૂદીનાના પાન રાખી શકો છો. તેની સ્મેલથી તેમાં કીડા લાગતા નથી.

image source

એકવાર શેકી લો

રવો અને બેસનને એક કડાહીને ગરમ કરીને થોડો શેકી લો અને તેને ડબ્બામાં બંધ કરીને રાખી લો. આવું કરવાથી તેમાં કીડા લાગવાની શક્યતા ઓછી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!