મેથીના થેપલા – દરેક ગુજરાતીઓની પહેલી પસંદ એવા આ થેપલા હવે બનાવો આવીરીતે…

મેથી ખાવા મા આનાકાની કરતા બાળકો ને મેથી ખાતા કરો આ હેલ્ધી મેથી ના થેપલાંથી

સામગ્રી:

  • ઘઉં નોઝીણો લોટ : ૧ કપ
  • ઝીણી સમારેલી લીલી મેથી: ૧/૨ કપ
  • આદુ, મરચા, લસણ ની પેસ્ટ: ૧/૨ ચમચી
  • અજમો: ૧/૨ ચમચી
  • હળદર: ૧/૪ ચમચી
  • ધાણા જીરું: ૧/૨ ચમચી
  • તલ: ૧ ચમચી
  • મીઠું: સ્વાદ અનુસાર
  • લાલ મરચું પાવડર: ૧/૨ ચમચી (ઓપસ્નલ)
  • ઝીણા સમારેલા લીલા ધાણા: ૧-૨ ચમચી
  • તેલ: ૨ ચમચી
  • દહીં: ૧ ચમચી

રીત:

– સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લો.

– ત્યાર બાદ તેમાં અજમો નાખો, અનમાં ને લોટ માં નાખતા પેહલા હાથ ની હથેળી માં વ્યવસ્થિત રીતે બરાબર મસળી ને નાખો જેના લીધે અજમા ની ફ્લેવર બરાબર ખુલી ને આવે.

– હવે તેમાં હળદર, મીઠું, મરચું,ધાણાજીરું, તલ નાખો અને મસાલા ને લોટ માં વ્યવસ્થિત રીતે મિક્ષ કરો.

– મસાલા મિક્ષ કાર્ય બાદ તેમાં આદું, મરચા અને લસણ ની પેસ્ટ એડ કરો. આ પેસ્ટ તમે તમારા બેબી ને જેટલું તીખું ખવડાવવા માંગતા હોઈ તે પ્રમાણે નાખવું. અને તેને લોટ માં વ્યવસ્થિત રીતે મિક્ષ કરી લો.

– લોટ માં મોવણ માટે તેલ એડ કરો અને સાથે જ તેમાં દહીં પણ એડ કરી દો અને તેને લોટ માં વ્યવસ્થિત રીતે મિક્ષ કરો. મોવણ ના લીધે થેપલા પોચા બનશે. અને લીલી મેથી નાંખી લો અને બરાબર મૂળ કરી લો.

– હવે આ લોટ માં જરૂર પ્રમાણે હુંફાળું પાણી એડ કરી અને રોટલી ના થી થોડો કડક અને ભાખરી ના થી ઢીલો એવો લોટ ની કણક બાંધી લો. અને તેને ઢાંકી ને ૧૦-૧૫ મિનીટ માટે સાઈડ પર મૂકી દો.

– ૧૦-૧૫ મિનીટ બાદ બાંધેલા લોટ ના રોટલી ની સાઈઝ ના લુવા બનાવી લો.

– ઘઉં ના ઝીણા લોટ અથવા ચોખા ના લોટ નું અટામણ લઇ ને થેપલા વણી લો.

– ગેસ પર મીડીયમ આંચે એક તવી ને ગરમ કરો અને તેલ મૂકી ને થેપલા ને સેકી લો.

– તો તૈયાર છે સ્વાદીસ્ટ અને નાના મોટા સૌ ને ભાવે એવા મેથી ના થેપલા, જેને તમેં ચા, કોફી, અથાણા કે પછી એમ જ ખાઈ શકો છો. અને આ થેપલા ૫-૭ દિવસ સુધી બગડતા પણ નથી.

આવી હેલ્ધી રેસીપી ધ્વારા બાળકો ને મેથી પાલક જેવી લીલી શાકભાજી ખવડાવવી એકદમ ઈઝી છે.

વિડીયો માટે ની લીંક:


રસોઈની રાણી : દર્શિતા પટેલ

The Mommie Universe ને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો👇🏼👇🏼

https://instagram.com/the.mommie.universe?igshid=itb0c3dm1bej

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.