રોજ ઉપયોગમાં લેવાતું મીઠું શું શુદ્ધ હોય શકે છે, આ ઉપાયથી મીઠાની તપાસ કરો.

દૂધ, ખાંડ, તેલ બાદ હવે મીઠામાં પણ ભેળસેળ થવા લાગી છે. જી હા અહીં તમારે આશ્ચર્ય કરવાની જરૂર નથી. આ સાચી વાત છે. જે મીઠા વગર તમારી દરેક રસોઇનો સ્વાદ અધૂરો છે તેને તમે ચેક કરીને વાપરો તે આવશ્યક છે. તેમાં થતી મિલાવટથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. મિલાવટી મીઠાનું સેવન કરવાથી પથરી અને કિડનીના રોગ થવાનો ડર રહે છે. ભોજનમાં સાવધાની રાખવી આવશ્યક છે. પરંતુ હવે તમારા બધાના મનમાં એક સવાલ થતો હશે કે મીઠાની તપાસ કેવી રીતે કરવી. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે દરરોજ ઉપયોગમાં લેવામાં મીઠાની તપાસ કરી શકો છો અને આ માટે તમારે ક્યાંય બહાર જવાની પણ જરૂર નથી. આ ઉપાયો અપનાવીને તમે ઘરેથી જ તપાસ કરી શકો છો કે મીઠું મિલાવટી છે કે શુદ્ધ.

એક ગ્લાસ પાણીથી આ રીતે કરો ચેક કરો.

image soucre

કાચના ગ્લાસમાં એક ચમચી મીઠું નાંખો, મીઠું તરત જ ઓગળી જાય તેવો પદાર્થ છે માટે તે તરત જ ઓગળી જવું જોઇએ. પણ જો તળિયામાં કંઇક જમા થયેલું દેખાતું રહે તો સમજો કે તેમાં રેતી કે માટીની મિલાવટ છે. તેથી આ મીઠું મિલાવટ વાળું કહેવાય.

આ રીતે કરો ચેક

image socure

એક ચમચી મીઠાને એક ગ્લાસ પાણીમાં નાંખો. જો ગ્લાસના તળિયામાં સફેદ રંગનો પાવડર દેખાય છે તો સમજી લો કે તેમાં ચોક મિક્સ કર્યો છે.

image soucre

મીઠામાં સફેદ પથ્થરનો પાવડર ભેળવવામાં છે. આ ચકાસવા માટે, 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મીઠું મિક્સ કરો. જો ભેળસેળ હશે તો ભેળસેળયુક્ત પદાર્થ સ્થાયી થશે અને પાણીનો રંગ સફેદ થઈ જશે. જો મીઠું બરાબર હોય તો પાણી તેના જેવું દેખાશે અને કાચની નીચે કોઈ ગંદકી જોવા મળશે નહીં.

શું તમે જાણો છો કે મિલાવટી મીઠાનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને કેટલું નુકસાન થઈ શકે છે. આ મીઠું તમને બીમાર બનાવી શકે છે.

image soucre

અન્ય મિલાવટી ચીજોની જેમ મિલાવટી મીઠું પણ તમને બીમાર કરી શકે છે. મિલાવટી મીઠાના ઉપયોગથી પથરી થઇ શકે છે, આ સિવાય ગળાની અનેક બીમારી પણ થઇ શકે છે. મિલાવટી મીઠાનું સેવન કરવાથી તમને હૃદય સબંધિત સમસ્યા અને કોલેસ્ટરોલ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી જો તમારા મનમાં શંકા છે કે તમારા ઘરમાં ઉપયોગમાં લેવાતું મીઠું મિલાવટીવાળું છે કે શુદ્ધ, તો આ જાણવા માટે અહીં જણાવેલી રીત જરૂરથી અપનાવો.