મોંઘવારીનો મારઃ ગેસ સિલિન્ડરના ભાવ થઈ શકે છે 1000 રૂપિયાને પાર, તેલના ભાવમાં પણ તોળાઈ રહ્યો છે વધારો

તહેવારોનો સમય લોકો માટે ખુશીઓ અને ઉત્સાહ લઈને આવતો હોય છે. પરંતુ આપણે ત્યાં તહેવાર આવે એટલે લોકોની ચિંતા વધી જાય છે. કારણ કે તહેવારની ઉજવણી સાથે મોંઘવારીનો માર પણ લોકો પર પડે છે. છેલ્લા ઘણા સમયથી જીવન જરૂરીયાતની વિવિધ વસ્તુઓના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેને જોઈને સામાન્ય માણસને તહેવારની ઉજવણી કેવી રીતે કરવી તે મોટો પ્રશ્ન બની ગયો છે. તેવામાં હવે ચર્ચા થઈ રહી છે કે ગેસ સિલિન્ડરના ભાવ આગામી થોડા મહિનામાં 1000ને પાર થઈ શકે છે.

image soucre

ગેસ સિલિન્ડરના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોઈને તો લાગે છે કે લોકોએ ફરીથી કેરોસીન અને લાકડાનો ઉપયોગ બળતણ તરીકે શરુ કરી દેવો પડશે કારણ કે આ રીતે જ જો સિલિન્ડરના ભાવ વધતા રહ્યા તો નબળા વર્ગના લોકો માટે રસોઈ બનાવવી મુશ્કેલ થઈ જાય તેમ છે.

image soucre

તહેવાર નજીક છે અને તેમાં છેલ્લા એક સપ્તાહથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ સતત વધી રહ્યા છે. આ ભાવ વધારાની અસર ભારત પર પણ થઈ રહી છે. સૌથી વધુ ભાવ વધારો ગેસ સિલિંડરના ભાવમાં થવાની શક્યતા છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે સિલિંડરના ભાવ 1000થી પણ વધી શકે છે.

image soucre

મોંઘવારીનો જે માર લોકો પર પડવાનો છે તેની શરૂઆત થઈ પણ ચુકી છે. છેલ્લા 18 દિવસથી સ્થિર રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ વધી રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં કાચા તેલના ભાવમાં વધારો થયો છે. કાચા તેલની કિંમત ઓગસ્ટમાં પ્રતિ ડોલર 74.22 ડોલર હતો. સપ્ટેમ્બરમાં કાચા તેલના ભાવ 75 ડોલરથી વધી શકે છે તેવામાં માનવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારાનું વલણ છે. તેની અસર તેલના ભાવ પર પણ થશે. આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધી શકે છે.

image socure

અમેરિકાના તેલ ભંડારના ત્રણ વર્ષના નીચલા સ્તર પર આવવાથી તથા પ્રાકૃતિક ગૈસના ઉત્પાદનમાં ઘટાડાના કારણે પેટ્રોલિયમ ઉત્પાદોની કિંમતોમાં વધારો થયો છે. ગુરુવારે બ્રેંટ ક્રૂડનો ભાવ 1.06 ડોલરથી વધી 77.25 પ્રતિ બેરલ હતો. અમેરિકી ક્રૂડ 1.07 ડોલરથી વધી 73.30 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો.

image soucre

કાચા તેલ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત વધવાથી રસોઈ ગેસ પણ મોઘોં થશે. આ સાથે જ સરકારે સબસિડીને લઈને પણ નિયમમાં ફેરફાર કર્યો છે. મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે સબસિડી હવે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ મળી શકે છે. અન્યને ગેસ સિલિંડર 1000 રૂપિયાના ભાવમાં ખરીદવું પડી શકે છે. જો કે આ અંગે કોઈ નિર્ણય હજુ લેવાયો નથી. પરંતુ ટુંક સમયમાં સરકાર આ અંગે નિર્ણય લઈ શકે છે. છેલ્લા એક વર્ષમાં રસોઈ ગેસના ભાવ દોઢ ગણા વધ્યા છે.