India’s Got Talentને જજ કરશે શિલ્પા શેટ્ટી? પહેલો પ્રોમો થયો રીલીઝ

સોની ટીવી તેના દર્શકોનું મનોરંજન કરવાની કોઈ તક ગુમાવવા માંગતું નથી. હાલમાં જ સોની ટીવીએ અન્ય એક લોકપ્રિય રિયાલિટી શો શરૂ કરવાની જાહેરાત કરી છે. સોની ચેનલ ‘ઇન્ડિયન આઇડલ’, ‘સુપર ડાન્સર’, ‘ધ કપિલ શર્મા શો’ અને ‘કૌન બનેગા કરોડપતિ’ સહિત અનેક રિયાલિટી શોનું આયોજન કરી રહી છે એ હવે ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પ્રોમો’ પ્રસારિત કરશે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ શોના નિર્માતાઓએ તેનો પહેલો પ્રોમો બહાર પાડ્યો છે, જેમાં શિલ્પા શેટ્ટી રિયાલિટી શો વિશે જાહેરાત કરતી બતાવવામાં આવી છે.

image source

શોની આગામી સીઝનની ઘોષણા કરતા મેકર્સે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં શિલ્પા શેટ્ટી એક શો રજૂ કરતી દેખાઈ રહી છે. આ પછી તે કહે છે, “ભારતીય પાસે ઘણું ટેલેન્ટ છે અને આ બધું ટેલેન્ટ દર્શાવવા માટેનું મંચ છે ફક્ત એક ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, આવો ભારત અને બતાવો તમારું ટેલેન્ટ.” ક્લિપ શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “ભારતીય ટેલિવિઝનનો સૌથી મોટો ટેલેન્ટ શો અને વિવિધ પ્રકારની પ્રતિભા માટેનું અંતિમ પ્લેટફોર્મ પાછું આવ્યું છે. જો તમારી પાસે પ્રતિભા છે તો સ્ટેજ તમારું છે. ઓડિશન જલ્દી શરૂ થશે રજીસ્ટર કરવા માટે તમારી Sonyliv એપ ડાઉનલોડ કરો

images ource

એક તરફ ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના પ્રોમોથી ઘણા લોકો ઉત્સાહિત થયા, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે શો કેવી રીતે કલર્સ ટીવીથી સોની ટીવી સુધી ગયો. કેટલાક લોકો તો એ પણ વિચાર કરી રહ્યા છે કે શું શિલ્પા શેટ્ટી શોને જજ કરશે.

imaage osurce

સોશિયલ મીડિયા પર કમેન્ટ કરતા, એક યુઝરે લખ્યું, “બધા રિયાલિટી શો જોઈએ સોનીને” બીજાએ લખ્યું, “વાહ કપિલ શર્મા પછી, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટને પણ સોનીવાળાએ કલર્સ પાસેથી છીનવી લીધું.” તમને જણાવી દઈએ કે રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ મૂળ કિરણ ખેર, કરણ જોહર અને મલાઈકા અરોરા દ્વારા જજ કરવામાં આવ્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે, ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ બ્રિટિશ શો ‘ગોટ ટેલેન્ટ’નું ભારતીય વર્ઝન છે જે 2009 માં લોન્ચ થયું હતું. પ્રથમ સિઝનને કિરણ ખેર , સોનાલી બેન્દ્રે અને શેખર કપૂરે જજ કર્યો હતો.

કિરણ લાંબા સમય સુધી આ શો સાથે સંકળાયેલી હતી પરંતુ બાકીના જજો બદલાતા રહ્યા. ધર્મેન્દ્ર, સાજિદ ખાન, ફરાહ ખાન, કરણ જોહર અને મલાઈકા અરોરા જેવી હસ્તીઓએ શોને જજ કર્યો છે.