નટુકાકા આર્થિક કટોકટીમાં પસાર થઈ રહ્યાં છે એ વાત વાયુવેગે વાયરલ થઈ, હવે ગુસ્સે થઈને ઘનશ્યામ નાયકે કહ્યું-….

છેલ્લા 12-12 વર્ષથી લોકોને ખડખડાટ હસાવતો શો એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. જો કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર લોકડાઉનની સ્થિતિ આવીને ઉભી રહી છે. છેલ્લા દોઢ મહિનાથી મુંબઈમાં લોકડાઉન ચાલી રહ્યું છે. શૂટિંગ પણ થંભી ગયું છે. ત્યારે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનો રોલ પ્લે કરનાર ઘનશ્યામ નાયક આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે, એવી ચર્ચાઓ ફરી એક વખત ખુબ વાયરલ થઈ રહી છે. જો કે હવે ઘનશ્યામ નાયકે આ અંગે વાત કરી હતી.

image source

નટુકાકાએ ચોખ્ખું કહ્યું હતું, ‘હું અત્યારે મારાં સંતાનો તથા પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરું છું. મારાં બાળકો જરૂરિયાતમંદોને શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે. હું બેકાર નથી અને કોઈ આર્થિક સંકટનો સામનો કરતો નથી.’ હાલમાં આ માહોલ એવો છે કે ખાસ કરીને વરિષ્ઠ કલાકારો સેટ પર પાછા ફર્યા નથી. એ જ રીતે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ નટ્ટુ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયક પણ વાપીમાં શૂટિંગ કરી શકે એમ નથી. હવે એક એવી અફવા છે કે નટ્ટુ કાકા આર્થિક સંકટની વચ્ચે જીવી રહ્યા છે. તેમની પાસે કમાણીનું કોઈ સાધન નથી.

image source

નટુકાકાએ આવી બધી વાતો પર સ્પષ્ટતા આપી છે અને આવા તમામ સમાચારોને નકારી કાઢ્યા છે. આવી અફવાઓથી હવે ઘનશ્યામ નાયક કંટાળી ગયા છે. તેમણે એક વાચતીચમાં ગુસ્સે થઈને કહ્યું કે, હું સમજી શકતો નથી કે લોકો શા માટે આપણી આજુબાજુમાં એટલી નકારાત્મકતા ફેલાવી રહ્યા છે? મેં આ શોમાંથી બ્રેક લીધો નથી.

image source

પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે સિનિયર કલાકારો મહારાષ્ટ્રની બહાર શૂટિંગ કરી શકતા નથી. તમામ પ્રકારની સાવચેતી રાખીને અમારા નિર્માતાએ અમારા સારા માટે જ આ નિર્ણય લીધો છે. હું બેરોજગાર નથી. ટીમ અમારી સંભાળ લઈ રહી છે. હું શક્ય તેટલી વહેલી તકે શૂટિંગમાં પાછા ફરવાની આશા રાખું છું.

image source

ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ નાયક થોડા મહિના પહેલા સર્જરીને કારણે ચર્ચામાં આવ્યા હતા. હવે તે સંપૂર્ણ રીતે ઠીક લાગે છે. નાણાકીય કટોકટી અંગે ઘનશ્યામ નાયકે કહ્યું, “હું કોઈ પણ પ્રકારના આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો નથી. હું ઘરે મારો સમય સરસ રીતે પસાર કરી રહ્યો છું. મારા પૌત્ર-પૌત્રો અને બાળકો લોકોની મદદ કરી રહ્યા છે, તે જોઈને હું ખુશ છું. ન તો હું બેરોજગાર છું અને ન તો હું લાચાર છું. કોઈપણ પ્રકારની નાણાકીય કટોકટીમાંથી પસાર પણ નથી થઈ રહ્યો.

image source

આ સિવાય વાત કરવામાં આવે તો મે મહિનાની શરૂઆતમાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઘનશ્યામ નાયકે કહ્યું હતું, ‘હું અંતિમ શ્વાસ સુધી કામ કરવા માગું છું, પરંતુ છેલ્લા કેટલાંક સમયથી પરિસ્થિતિ સાથ આપતી નથી. પહેલાં લૉકડાઉનમાં સરકારે 65 વર્ષથી ઉપરના એક્ટર્સને શૂટિંગની પરવાનગી આપી નહોતી. પછી મારી તબિયત સારી નહોતી.

આ તમામ પરિસ્થિતિમાં સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ મને ઘણી જ મદદ કરી હતી. હું કામ કરું કે ના કરું, દર મહિને મારા અકાઉન્ટમાં પૈસા જમા થઈ જાય છે.’ એ સમયે આસિત મોદીની ચારેકોર વાહવાહી પણ થઈ રહી હતી અને હવે આ વાત ખોટી સાબિત થઈ છે કે નટુકાકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!