નોકરી છોડી આ યુવકે ચાલુ કર્યુ ગૌ સંવર્ધન, આજે કરી રહ્યો છે લાખોની કમાણી, તમે પણ કરી શકો છો આવો બિઝનેસ

એક સમય હતો જ્યારે મોટા ભાગના લોકોનો મુખ્ય વ્યવસાય અહી ખેતી હતો. આ પછી ધીમે ધીમે ઔધોગિક ક્રાંતી આવી. હવે ફરી એકવાર યુવાધન ખેતી અને પશુપાલન તરફ પાછુ વળ્યુ હોય તેવા અનેક કિસાઓ સામે આવી રહ્યા છે. યુવાનો લાંબા અભ્યાસ પછી પણ ખેતી અને પશુપાલન દ્વારા લાખો અને કરોડોની કમાણી કરી રહ્યા છે. ધીમે ધીમે આવા લોકોની સંખ્યા વધી રહી છે.

image soucre

હાલમા એક આવો જ કિસ્સો સામે આવ્યો છે પાટણ શહેરમાંથી. અહી રહેતા ખેડૂત યુવાને મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ બાદ ઊંચા પગારની નોકરી છોડી ગૌ સંવર્ધન કરવાનો નિર્ણય લીધો.

આ માટે તેણે સૌ પ્રથમ ચાર ગીર ગાય લીધી અને ગૌ સવર્ધન કેન્દ્ર શરૂ કર્યું હતું. આજે તે યુવાન પાસે ૪૦થી વધુ ગીર ગાયો છે. જાણવા મળ્યુ છે કે આ સંવર્ધન થકી હવે તે વાર્ષિક 7થી 10 લાખની આવક મેળવી ઉભી કરી રહ્યો છે. આ સિવાય તે યુવાન ગાયના ગોબર અને ગૌમૂત્ર જેવી બાયપ્રોડ્ક્ટમાંથી પણ વધારાની આવક મેળવી રહ્યો છે.

જો કે જ્યારે તેણે આ તરફ ડગ માંડી ત્યારે આટલો અભ્યાસ કરી, ઊંચા પગારની નોકરી છોડી ગૌ સેવા કરવાના નિર્ણયને ઘણા લોકોએ ટીકા કરી હતી પણ આજે તેણે પોતાની આ સફળતાથી સમાજમાં નવો પ્રકાશ પાથર્યો છે.

Bharat Parsana - Publications | Facebook
image soucre

આ વિશે વિગતે વાત કરીએ તો પાટણ શહેરમાં રહેતા આ યુવાનનુ નામ છે હરેશભાઇ પટેલ, તેણે ગીર ગાયના સંવર્ધન સાથે જ હારીજ તાલુકાના બોરતવાડા ગામ ખાતે ખેતીની જમીનમાં આજથી ચાર વર્ષ પહેલા ચાર જેટલી ગીર ગાયો લાવી ગૌ શાળા શરૂ કરી હતી. આ દિશામા સફળતા મેળવતા આજે તેના પાસે 40થી પણ વધારે ગાયો છે અને તે લાખોની કમાણી કરી રહ્યો છે.

આ સાથે વાત કરવામા આવે તેની ગૌશાળા વિશે તો અહી એક ગાય દરરોજનું 14 લિટર દૂધ આપે છે. બંને ટાઈમ સવાર અને સાંજનું એમ મળીને કુલ ૬૦ લિટર જેટલું દૂધ થાય છે. આ દ્વારા તે વાર્ષિક ૧૨ હજાર લિટર દૂધ મેળવે છે.

જાણવા મળ્યુ છે કે હરેશભાઈ આ દૂધનું વેચાણ નથી કરતા, તે આ દૂધમાંથી શુદ્ધ ઘી બનાવી તેનું વેચાણ કરે છે જેના થકી આજે તે 10 લાખની ચોખ્ખી આવક મેળવી રહ્યા છે. આ સિવાય ગૌ સંવર્ધનની સાથે હરેશભાઇ પટેલ 30 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી પણ કરી છે. આ ખેતી દ્વારા તેમના પશુઓ માટે ઘાસચારો અને શાકભાજી અને ઘઉં જેવા પાકોનું વાવેતર કરવામા આવે છે.

image soucre

આ સાથે સારી વાત એ છે કે આ 30 વીઘા જમીનમાં હરેશભાઈ ગાયના ગોબર અને ગૌ મૂત્રનો જ ઉપયોગ ખેતી કરે છે. આજે તે પશુપાલનની સાથે ખેતીમાંથી પણ સારી કમાણી કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ હરેશભાઈના આ કામમાં તેના મોટા ભાઈ પંકજભાઈ પણ તેમને સાથ આપે છે. પંકજભાઈ ગાયના ગોબરનો સદુપયોગ કરીને અગરબત્તી, કેમિકલ મુક્ત ધૂપ, ગૌમૂત્રઅર્ક, ગોનાઇલ, હર્બલ સાબુ હેન્ડવોશ શેમ્પુ ઓઇલ દંતમંજન અને સાથે સાથે પંચગવ્ય જેવી પ્રોડક્ટ બનાવી અને સારો એવો બિઝનેસ કરી આવક મેળવી રહ્યા છે. આજે આ બન્ને ભાઇઓ અન્ય માટે ઉદાહરણ બન્યા છે.