શુ પ્રેગ્નેન્ટ છે નેહા કક્કર? સિંગરે સામે આવીને આપ્યો આ સવાલનો જવાબ

બોલિવૂડની ફેમસ પ્લેબેક સિંગર નેહા કક્કર પોતાની પર્સનલ લાઈફને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. નેહા કક્કરે વર્ષ 2020માં રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા અને ત્યારથી સિંગરની પ્રેગ્નન્સીની ઘણી વખત અફવાઓ ઉડી ચુકી છે. ભૂતકાળમાં પણ કંઈક આવું જ બન્યું હતું. થોડા સમય પહેલા નેહા કક્કરની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નેહા કક્કર પ્રેગ્નેન્ટ છે અને આવું એટલા માટે થયું કારણ કે આ વીડિયો અને તસવીરોમાં નેહાનું પેટ થોડું ફૂલેલું દેખાઈ રહ્યું હતું. પણ હવે નેહા કક્કરએ એક વિડીયો શેર કરીને એમની પ્રેગ્નનસીની ખબરો પરથી પડદો ઉઠાવ્યો છે.

image soucre

વાત જાણે એમ છે કે નેહા કક્કરે તેની યુટ્યુબ ચેનલ પર એક નવી સિરીઝ શરૂ કરી છે, જેનું નામ છે ‘લાઈફ ઓફ કક્કર’. આ સીરીઝના પહેલા એપિસોડનો વિષય છે ‘શું નેહા કક્કર પ્રેગ્નેન્ટ છે?’ તે દરમિયાન નેહા કક્કર દરેક અફવાઓને તોડતી જોવા મળી હતી.

image soucre

આ વીડિયોમાં નેહા કક્કરે જણાવ્યું કે આ બધી અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે કેટલાક ચાહકોએ તેના વધતા વજનને જોયુ હતું. આ વીડિયોમાં નેહા કક્કરએ એ પણ જણાવ્યું કે તે ખૂબ જ સારું ફૂડ ખાઈ રહી છે અને તેના કારણે તેનું વજન થોડું વધી ગયું છે પણ તે એનું વજન ઘટાડવા માંગે છે અને એ દિશામાં એ કામ પણ કરી રહી છે.

image soucre

આ વીડિયોમાં નેહા કક્કર અને રોહનપ્રીતે ચાહકો વચ્ચે સ્પષ્ટતા કરી છે કે તેઓ તેમના બાળકને જન્મ આપવા માટે હજી તૈયાર નથી અને તેઓ 2-3 વર્ષ સુધી એમના પરિવાર વધારવા માંગતા નથી. આ સિવાય વિડિયોમાં નેહા કક્કર અને રોહનપ્રીતે એ લેખ વિશે પણ વાત કરી હતી જે નેહા કક્કર અને રોહનપ્રીતના લગ્ન પાછળના વાસ્તવિક કારણ વિશે લખવામાં આવી હતી.

રોહનપ્રીત અને નેહા કક્કરે 20 ઓક્ટોબર 2020 ના રોજ લગ્ન કર્યા. બંનેના લગ્નની ચર્ચા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી ચાલી રહી હતી. નેહા અને રોહનપ્રીત બંનેની મુલાકાત ‘નેહુ ધ વ્યાહ’ ગીતના સેટ પર થઈ હતી. બંનેએ થોડી જ વારમાં એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતી અને પછી નેહા કક્કર અને રોહનપ્રીતે સગાઈ કરી અને થોડા જ સમયમાં લગ્ન કરી લીધા હતા.