ધોળા દિવસે પેટ્રોલ પંપ સંચાલકની કરી નાખવામા આવી હત્યા અને પછી…

ધોળા દિવસે પેટ્રોલ પંપ સંચાલકની કરી નાખવામા આવી હત્યા – પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે – પિતા તો રડી પણ ન શક્યા

સમગ્ર દેશમાં ગુનાનું પ્રમાણ હાલના સમયમાં સૌથી વધારે છે. રોજ નવી સવારે કંઈ કેટલઆએ ગુનાના સમાચાર વાંચવા, સાંભળવા તેમજ જોવા મળી રહ્યા છે. ક્યાંક લૂંટફાટ થાય છે તો વળી ક્યાંક બળાત્કાર થાય છે તો વળી ક્યાંક ધોળે દિવસે કોઈની હત્યા કરી દેવામાં આવે છે. આવી જ એક કરુણ ઘટના રાજસ્થાનના જયપુર શહેરમાં ઘટી છે. અહીં રહેતાં એક પેટ્રોલ પંપ સંચાલકની હત્યા ધોળા દિવસે સવારના 11 વાગ્યે થઈ ગઈ છે. અને એક જ ઝાટકે મૃતકના પરિવારની બધી જ ખુશીઓ બધું જ સુખ છીનવાઈ ગયું છે.

image source

ઘરના લોકો રડીને બેહાલ બની ગયા છે તો વળી પિતા તો મન ખોલીને રડી પણ નથી શક્યા. 36 વર્ષિય યુવાનનની ગોળી મારીને બદમાશોએ હત્યા કરી નાખી હતી. અને તેમની પાસે રહેલી રૂપિયા ભરેલી બેગ છીનવીને ફરાર થઈ ગયા હતા. મૃતક યુવાન છેલ્લા બે દિવસથી પેટ્રોલ પંપનો વકરો બેંકમાં જમા નહોતા કરાવી શક્યા માટે સોમવારની સવારે તેઓ રૂપિયા ભરેલી બેગ લઈને બેંકમાં જમા કરાવવા ઘરેથી પોતાની કારમાં નીકળ્યા હતા.

image source

તેમણે પોતાની કાર પાર્ક કરી અને જેવા ગાડીની બહાર નીકળ્યા કે તરત જ હત્યારાઓએ તેમના હાથમાંથી પૈસા ભરેલી બેગ છીનવી લીધી. જ્યારે યુવાને તેમનો સામનો કર્યો તો તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો અને તેમાં યુવાનનું મૃત્યુ થઈ ગયું. લૂટારાઓ હત્યા કરીને ભાગ્યા હતા તે સમયનું સીસીટીવી રેકોર્ડિંગ હાથમાં આવ્યું છે. જેમાં ચાર બદમાશો બાઈક પર સવાર થઈને હાથમાં લૂંટેલી બેગ લઈને ત્યાંથી ભાગતા જોવા મળ્યા હતા. હાલ આ સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

image source

જ્યારે આ કરુણ સમાચાર મૃતકના ઘરે પહોંચ્યા ત્યારે ઘરના લોકો પર દુઃખનો પહાડ ટુટી પડ્યો હતો. પિતાએ બળાપો કાઢ્યો હતો કે પૈસા લેવા હતા તો લઈ જવા હતા પણ તેમના દીકરાને શા માટે મારી નાખ્યો. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતકના પિતાને ફોન કર્યો હતો. પોલીસ સ્ટેશને પહોંચ્યા બાદ જ્યારે પિતાને દીકરાના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેઓ સાવ જ તૂટી ગયા હતા. તેમને પારાવાર દુઃખ થઈ રહ્યું હતું. તેમણે વસવસો વ્યક્ત કર્યો કે લૂંટારાઓ પૈસા ભલે લઈ ગયા હોત પણ દીકરાને મારવાની ક્યાં જરૂર હતી. હવે તેઓ પોતાનો દીકોર પાછો નહીં મેળવી શકે. બીચારા તેમના દીકરાને તો કોઈની સાથે કોઈ દુશ્મની પણ નહોતી.

image source

મૃતકના શવને પોલિસે હોસ્પિટલના શબઘરમાં રાખ્યું હતું. જ્યાં શવનો કોરોના ટેસ્ટ કરવા માટે સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. કારણ કે કોરોના રિપોર્ટ ન આવે ત્યાં સુધી શવનું પોસ્ટમોર્ટમ પણ નથી થઈ શકતું. આ દરમિયાન પિતા તેમજ તેમના નજીકના સંબંધીઓ તેમના ઘરે પહોંચી ગયા હતા. પણ દીકરાના મૃત્યુની ખબર આપતો એક શબ્દ પિતા ઉચ્ચારી નહોતા શક્યા. છેક મોડી સાંજ સુધી ઘરમાં રહેતા મૃતકના માતા અને પત્નીને તેમના પ્રિયજનની હત્યા થઈ હોવાની ખબર નહોતી પડી. મિડિયા દ્વારા પણ તેમને ખબર ન મળે તે માટે તેમણે આખો દિવસ ટીવી પણ બંધ કરી રાખ્યુ હતું. ઘરમાં સાવજ ભેંકાર નિરવતા છવાઈ ગઈ હતી.

image source

ઘરે આવ્યા બાદ તેઓ પોતાના રૂમમાં પૂરાઈ ગયા હતા અને માંડ માંડ રડવાનું ખાળી રહ્યા હતા. પણ કોઈ પણ સંજોગોમાં તે પોતાની આ પીડાને ઘરના લોકો સાથે વહેંચવા નહોતા માગતા. મૃતકના લગ્ન સાત વર્ષ પહેલાં થયા હતા અને તેમને એક ચાર વર્ષની બાળકી પણ છે. બિચારી આ બાળકીએ આટલી નાની ઉંમરે પિતાનું છત્ર ગુમાવ્યું હતું.

image source

કરુણ ઘટનાની જાણ થતાં સ્થાનિક નેતા પણ તેમના ઘરે પહોંચી ગયા હતા. અને તેમણે જણાવ્યુ હતું કે મૃતક ખૂબ જ મિલનસાર સ્વભાવનો હતો. મૃતકના પિતાએ પેટ્રોલ પંપ ખરીદ્યો હતો અને છેલ્લા ઘણા સમયથી મૃતક જ તેને સંભાળી રહ્યો હતો. શનિવાર અને રવિવારે બેંકમાં રજા હોવાથી બે દિવસનુ કલેક્શન ભેગું થઈ ગયું હતું. જે બેંકમાં જમા નહોતું થઈ શક્યું. માટે સવારે પહેલાં જ મૃતક આ કલેક્શનને જમા કરાવવા બેંકમાં પહોંચી ગયા હતા. આ પરથી એવું કહી શકાય કે કોઈએ રેકી કરીને જ આ અપરાધને અંજામ આપ્યો હોવો જોઈએ.

image source

મળેલી માહિતી પ્રમાણે થોડા સમય પહેલાં જ મૃતકના આખા પરિવારને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. અને બધાએ કોરોનાને માત આપીને સ્વસ્થતા મેળવી હતી. થોડા દિવસ પહેલાં જ મૃતકની માતાને હોસ્પિટમાંથી રજા મળી હતી અને તેઓ કોરોનાના સંક્રમણમાંથી છૂટકારો મેળવીને ઘરે પાછા આવ્યા હતા. અને તેના થોડા દિવસ જ બાદ દીકરાના મૃત્યુના સમાચાર માતાને સાવ જ નબળી પાડી દેશે. હાલ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતકનો કોરના રિપોર્ટ આવતા જ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

image source

ભવિષ્યના ગર્ભમાં શું છૂપાયેલું છે તે વિષે કોઈ જ કંઈ જ કહી નથી શકતું. જે પરિવાર ગઈકાલે હસતો રમતો હતો તે આજે દુઃખના ડુંગરા નીચે દબાઈ ગયો છે. ભગવાન આ પરિવારને દુઃખ સહન કરવાની ક્ષમતા આપે તેવી પ્રાર્થના.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત