જો બાઈડેન અને બોરિસ જોન્સનનથી પણ આગળ નિકળ્યા PM મોદી, બન્યા સૌથી લોકપ્રિય નેતા

વિશ્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મીટર સૌથી ઉપર પહોંચી ગયું છે. વૈશ્વિક એજન્સી ધ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં પીએ મોદીનું અપ્રુવલ રેટિંગ 70 ટકા છે, જે 13 વૈશ્વિક નેતાઓમાં સૌથી વધુ છે. 2 સપ્ટેમ્બરના રોજ અપડેટ થયેલા સર્વેમાં પીએમ મોદી મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર, ઈટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનથી પણ આગળ છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન, કેનેડાના પીએમ ટ્રુડો, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો વગેરેનો પણ સમાવેશ થાય છે.

image source

તાજેતરના બે મહિનામાં પીએમ મોદીની અપ્રુવલ રેટિંગ પણ વધ્યું છે, કારણ કે જૂનમાં પીએમ મોદીની અપ્રુવલનું રેટિંગ 66 ટકા હતું. મોદીનું ડિસઅપ્રુવલ રેટિંગ પણ ઘટીને 25 ટકાની આસપાસ આવી ગયું છે, જે યાદીમાં સૌથી નીચું છે.

મોર્નિંગ કન્સલ્ટનો ગ્રાફ દર્શાવે છે કે, જે સમયે મેમાં કોરોનાની લહેર પીક પર હતી તે સમયે પીએમ મોદીની ડિસઅપ્રુવલ રેટિંગ ચરમસીમાએ પહોંચી હતી. હવે રોગચાળાના ત્રીજી લહેરના ખતરા વચ્ચે પણ, દેશમાં કોવિડની સ્થિતિ સતત સુધરી રહી છે. આને જોતા પીએમ મોદીનું ડિસ રેટિંગઅપ્રુવલ રેટિંગ નીચે આવ્યું છે. મે 2020 માં, ભારતમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી, પીએમ મોદીનું અપ્રુવલ રેટિંગ 84 ટકા હતું, જે સૌથી વધુ હતું. મોર્નિંગ કન્સલ્ટ ઇન્ટરવ્યુ દ્વારા દેશમાં પુખ્ત વયના લોકોન અપ્રુવલ અને ડિસઅપ્રુવલ રેટિંગની ગણતરી કરે છે. ભારતમાં આશરે 2,126 પુખ્ત વયના લોકોના ઓનલાઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા, જેના આધારે ડેટા બહાર પાડવામાં આવ્યો હતો.

કોને કેટલું અપ્રુવલ રેટિંગ મળ્યું

  • 1- નરેન્દ્ર મોદી (ભારત): 70 ટકા
  • 2- એન્ડ્રેસ ઓબ્રાડોર (મેક્સિકો): 64 ટકા
  • 3- મારિયો ડ્રેગી (ઇટાલી): 63 ટકા
  • 4- એન્જેલા મર્કેલ (જર્મની): 52 ટકા
  • 5- જો બાઈડેન (યુએસએ): 48 ટકા
  • 6- સ્કોટ મોરિસન (ઓસ્ટ્રેલિયા): 48 ટકા
  • 7- જસ્ટિન ટ્રુડો (કેનેડા): 45 ટકા
  • 8- બોરિસ જોહ્ન્સન (યુકે): 41 ટકા
  • 9- જેયર બોલ્સોનારો (બ્રાઝીલ): 39 ટકા
  • 10- મૂન જે-ઇન (દક્ષિણ કોરિયા): 38 ટકા
  • 11- પેડ્રો સાન્ચેઝ (સ્પેન): 35 ટકા
  • 12- ઇમેન્યુઅલ મેક્રોન (ફ્રાન્સ): 34 ટકા
  • 13- યોશીહિડે સુગા (જાપાન): 25%
image source

તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. જો કે, આ પ્રવાસ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. ન્યૂઝ એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે આ પ્રવાસ માટે તૈયારીઓ ચાલી રહી છે. તે જ સમયે, પીએમ મોદીની મુલાકાતની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે શેડ્યૂલ હજુ ફાઇનલ થવાનું બાકી છે. પ્રારંભિક યોજના મુજબ એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન મોદી 23-24 સપ્ટેમ્બરે અમેરિકા પહોંચી શકે છે.

બાઈડેનને મળશે

image source

આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ જો બાઈડેને સત્તા સંભાળ્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ યુએસ મુલાકાત હશે. હાલમાં પીએમ મોદીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જો બધુ બરાબર ચાલ્યું તો તે 22 થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રહેશે. આ દરમિયાન, વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે આ પ્રથમ સીધી બેઠક હશે.

આ એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે

image source

અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિને જોતા પીએમ મોદીની આ મુલાકાતને ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ બાઈડેનને મળવા ઉપરાંત વડાપ્રધાને અમેરિકી વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠકો યોજવાની પણ અપેક્ષા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા પ્રવાસ પર પીએમ મોદીના એજન્ડામાં ચીનનો મુદ્દો પણ રહેશે. આ દરમિયાન, બંને પક્ષો વચ્ચે ચીન પર વાતચીત થઈ શકે છે. તે જ સમયે, બંને દેશો ઇન્ડો-પેસિફિક પર મહત્વાકાંક્ષી એજન્ડા પર કામ કરવાનો પ્રયાસ કરશે. વોશિંગ્ટનમાં ક્વાડ લીડર્સની સમિટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીની મુલાકાત તે જ સમયે થઈ રહી છે.