રણબીર કપૂર આ મામલે બધા કરતા છે એક્સપર્ટ, એક સમયે પ્રિયંકા સાથે કરી બેઠો હતો ના કરવાનું આવું કામ અને પછી જે થયું એ…

પ્રિયંકા ચોપરા પોતાની હાજર જવાબી માટે ઓળખાય છે. ઘણા અવસર પર એ પોતાના જવાબથી સામેવાળાની બોલતી બંધ કરી દે છે. એક એવો જ જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જ્યારે રણબીર કપૂર એમને શાહિદ કપૂરના નામથી ચીડવવાની કોશિશ કરે છે પણ દેશી ગર્લ પણ એનો જવાબ આપવામાં પાછળ નહોતી રહી.

image source

રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા બંને જ ઇન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સ છે. બંનેએ જ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.આ વાયરલ વીડિયોને એક ફેન પેજથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. એક ઇવેન્ટમાં પહોંચેલા રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા મીડિયા સામે પોતાનો પરિચય આપે છે. ત્યારે રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા એકબીજાને ચીડવતા દેખાય છે. રણબીર કપૂર આ વાયરલ વીડિયોમાં કહેતા દેખાઈ રહ્યા છે કે “હાય, મેં શાહિદ કપૂર…” શાહિદ કપૂરનું નામ સાંભળીને પ્રિયંકા ચોપરાના ચહેરાના હાવભાવ જોવા જેવા છે. આગળ પ્રિયંકા ચોપરા પણ રણબીર કપૂરને ચીડવવા કેટરીના કેફનું નામ લેતી દેખાય છે એ પછી બધા હસવા લાગે છે. આ વીડિયો એમના ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

image source

આ કાર્યક્રમ ત્યારનો છે જ્યારે રણબીર કપૂર અને પ્રિયંકા ચોપરા ફિલ્મ બર્ફીનું પ્રમોશન કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને શાહિદ કપૂરનું નામ સાથે જોડવામાં આવતું રહ્યું હતું, બન્નેના અફેરની ચર્ચા મીડિયામાં છવાયેલી રહેતી હતી પણ બન્નેએ ક્યારેય આ વિશે ખુલીને કઈ જ સ્વીકાર નથી કર્યો.તો રણબીર કપૂર અને કેટરીના કેફ લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહી ચૂક્યા છે.

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરાએ હાલમાં જ લંડનમાં પોતાની આવનારી હોલીવુડ ફિલ્મ ટેક્સ્ટ ફોર યુનું શૂટિંગ ખતમ કર્યું છે. એમાં એમની સાથે નિક જોનસ પણ કેમિયો રોલમાં દેખાશે. પ્રિયંકા ચોપરા છેલ્લી વાર મોટા પડદા પર ફિલ્મ ધ સ્કાઈ ઇઝ પિંકમાં દેખાઈ હતી.

image source

રણબીર કપૂરના કામની વાત કરીએ તો રણબીર કપૂરની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે. આ ફિલ્મમાં એમની સાથે એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન છે. આ સિવાય આ ફિલ્મમાં મૌની રોય અને સાઉથના સ્ટાર નાગર્જુન પણ દેખાશે. રણબીર કપૂરની આ ફિલ્મ લગભગ ત્રણ વર્ષથી બની રહી છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જી છે. અને આ ફિલ્મને કરણ જોહર પ્રોડ્યુસ કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત