સલમાન ખાને ભાડે આપ્યો પોતાનો બાંદ્રા વાળો ફ્લેટ જાણો કેટલું છે ભાડું?

સલમાન ખાન એક્ટર હોવાની સાથે બિઝનેસમેન પણ છે. સલમાનની મુંબઈમાં ઘણી પ્રોપર્ટી છે. જેમાંથી સલમાનની ઘણી મિલકતો ભાડે રાખવામાં આવી છે. જો તમે પણ જાણવા માગો છો કે સલમાન તેના ઘરનું ભાડું કેટલા રૂપિયામાં લે છે

image soucre

જરા વિચારો, જો તમે મુંબઈમાં સલમાન ખાનના ઘરે રહો છો, તો આ અહેસાસ તમારા ચહેરા પર આપોઆપ મોટું સ્મિત લાવે છે. પરંતુ એ વાત સાચી છે કે કેટલાક મુંબઈકર એવા નસીબદાર છે જેમને આ લહાવો મળ્યો છે. કેટલાક લોકો એવા છે જેમના મકાનમાલિક બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન છે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાને મુંબઈમાં આવેલો પોતાનો એપાર્ટમેન્ટ ભાડે આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફ્લેટ બાંદ્રા વેસ્ટના શિવસ્થાન હાઇટ્સમાં છે. સલમાન ખાને આ ફ્લેટ 95,000 રૂપિયા પ્રતિ મહિનાના ભાડા પર આપ્યો છે. આ ફ્લેટ શિવ અસ્થાન હાઇટ્સના 14મા માળે છે અને 758 સ્કવેર ફૂટનો વિસ્તાર ધરાવે છે.

image soucre

કહેવામાં આવી રહ્યું છે કે આ ભાડા માટે ફ્લેટનો એગ્રીમેન્ટ 6 ડિસેમ્બરે થયો છે. અભિનેતા સલમાન ખાને આ ફ્લેટનો એગ્રીમેન્ટ 33 મહિના માટે કર્યો છે. ભાડુઆતે તેની પાસે 2.85 લાખ રૂપિયાની ડિપોઝીટની રકમ પણ જમા કરાવી છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા સલમાન ખાનની મુંબઈમાં ઘણી મિલકતો છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે સલમાને બાંદ્રામાં સલમાન ખાન વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ 8.25 લાખ રૂપિયા પ્રતિ માસના ભાવે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધું છે.

image soucre

આ ફ્લેટ મકબા હાઇટ્સના 17મા અને 18મા માળે છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફ્લેટના માલિક બાબા સિદ્દીકી અને જીશાન સિદ્દીકી છે. ફ્લેટનો કરાર આ વર્ષની શરૂઆતમાં જ રિન્યુ કરવામાં આવ્યો હતો. સલમાન ખાન હાલમાં બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે. અગાઉ મહેશ માંજરેકરે ખુલાસો કર્યો હતો કે સલમાન તેના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં એક BHK ઘરમાં રહે છે. તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે તે સલમાનના ઘરે જાય છે ત્યારે તે ડ્રોઈંગ રૂમમાં સોફા પર સૂતો હોય છે. એમને કહ્યું હતું કે ક્યારેક ક્યારેક મને લાગે છે કે આ માણસ પાછળ….આટલી સફળતા છે મોટી સફળતા….એ પાછળ જે માણસ છે એ એકદમ મિડલ કલાસ માણસ છે

image soucre

આ સિવાય સલમાનનું શહેરની બહાર આવેલા પનવેલમાં એક વિશાળ ફાર્મહાઉસ છે. હાલમાં, સલમાન ખાન ‘બિગ બોસ 15’ હોસ્ટ કરી રહ્યો છે. તે આગામી સમયમાં ‘ટાઈગર 3’, ‘કભી ઈદ કભી દિવાળી’ અને ‘કિક 2’માં જોવા મળશે.