શું તમે જાણો છો શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા પાછળનુ ખાસ કારણ?

શ્રાવણ મહિનામાં કેમ લગાવવામાં આવે છે મહેંદી, જાણો એ પાછળનું કારણ.

મહેંદી અંગે એવી માન્યતા પ્રવતે છે મેં મહેંદી લગાવવાથી પતિ પત્નીનો સંબંધ મજબૂત થાય છે. તો બીજી એક માન્યતા પણ ખૂબ જ પ્રચલિત છે કે જેના હાથમાં મહેંદીનો રંગ જેટલો ઘાટ્ટો હોય એને એના પતિનો એટલો જ વધુ પ્રેમ મળે છે. અમુક તહેવારોમાં મહેંદી લગાવવી ખૂબ જ જરૂરી હોય છે જેમ કે કડવા ચોથ, તિજ વગેરે.

image source

ક્યારેક ક્યારેક મહેંદી ફક્ત ફેશન માટે પણ લગાવવામાં આવે છે. જો મહેંદીની વાત કરીએ તો હવે તો કોઈપણ પ્રસંગ પછી એ લગ્ન હોય કે સગાઈ કે પછી સીમંત કે પછી ઘરે કોઈ નાનકડી પૂજા કે પછી હોય કોઈ તહેવાર, મહેંદી વગર બધું જ અધૂરું લાગે છે.

image source

થોડા જ દિવસમાં શ્રાવણ મહિનો શરૂ થવાનો છે અને એટલે જ સૌથી પહેલો ખ્યાલ માઈન્ડમાં આવે તો એ છે મહેંદી. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનો મહેંદી વગર અધુરો છે. શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવી શુભ માનવામાં આવે છે.અને એટલે જ આ મહિનામાં મહેંદી જરૂર લગાવવામાં આવે છે.

image source

શ્રાવણ માસમાં મહેંદી લગાવવી એક પરંપરા છે અને મહેંદીનું પોતાનું પણ મહત્વ છે. પણ શું તમે જાણો છો કે શ્રાવણ માસમાં મહેંદીનું શુ મહત્વ છે અને એને શા માટે લગાવવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ શ્રાવણ માસમાં મહેંદી લગાવવાથી દૂર થનારી બીમારીઓ વિશે.

મહેંદી શરીરને ઠંડુ રાખે છે.

image source

એવું માનવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ખૂબ જ વરસાદ પડે છે.જેના કારણે ઘણી બધી બીમારીઓ થવાની સંભાવના રહે છે. એવામાં આ બીમારીઓથી બચવા માટે મહેંદીનો ઉપયોગ કરવામાં આવે છે. મહેંદીનો ઉપયોગ કરવાથી શરીરની ગરમી દૂર થાય છે.

image source

એવું પણ માનવામાં આવે છે કે લીલો રંગ બીમારીઓનવ રોકવામાં અકસીર હોય છે. મહેંદીની સુગંધ શરીરને ઠંડક આપી સ્ટ્રેસને ઓછું કરવાનું કામ કરે છે. આ જ કારણ છે કે શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવાનું ચલણ વર્ષોથી ચાલતું આવ્યું છે.

મહેંદી પીડામાં આપે છે રાહત.

image source

મહેંદી ઠંડી માનવામાં આવે છે અને એ જ કારણે એનવ લગાવવાથી શરીરને પણ ઠંડક મળે છે. શરીરની ગરમીને દૂર કરવા માટે મહેંદીને પગના તળિયે લગાવવામાં આવે છે. મહેંદીથી હાથની સુંદરતા તો વધે જ છે પણ સાથે સાથે મહેંદી તણાવ અને માથાના દુખાવા જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે. એટલું જ નહીં ચામડી સંબંધિત રોગો થાય ત્યારે પણ મહેંદી લગાવવાની સલાહ આપવામા આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત