નજર કરી લો તમે પણ અમદાવાદના આ 15 એક્સિડેન્ટ ઝોન પર, જ્યાં જતાની સાથે જ વ્હિકલ ચલાવવામાં રાખો ખાસ ધ્યાન

અમદાવાદમાં વર્ષ 2020ની શરુઆતથી ઓક્ટોબર સુધીમાં 200થી વધુ લોકોએ જીવ રોડ અકસ્માતના કારણે ગુમાવ્યો છે. ગત વર્ષમાં આ આંકડો 300 હતો. પરંતુ આ વર્ષ હજુ તો પૂર્ણ થયું નથી ત્યાં જ 200થી વધુ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. ત્યારે રીતે થતા મોત અને અકસ્માતને નિવારી શકાય તે માટે શહેર ટ્રાફિક પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યો છે.

image source

અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતમાં મોતને ભેટનારામાં રાહદારી, સાઈકલ ચાલક અને ટૂ-વ્હીલરનો સમાવેશ થાય છે. હવે આ રીતે માસૂમ લોકોના જીવ ન જાય તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક-પોલીસે અકસ્માત ઘટાડવા એસજી હાઈવે, નારોલ, નરોડા, એસપી રિંગ રોડ જેવા 15 જેટલા વિસ્તારોને અકસ્માત ઝોન રીતે અલગ ગણાવ્યા છે. હવે તેને લઈ નવો એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવશે. આ રસ્તાઓ પર ગૂગલ મેપ્સની મદદથી આ એક્સિડેન્ટ રોકવા માટે પોલીસ ચાલક કે રાહદારીને તે વિસ્તારો દર્શાવીને ગાઇડ કરશે.

image source

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 15 એક્સિડેન્ટ ઝોનને અલગ કાઢી હવે આગામી દિવસોમાં ટ્રાફિક- પોલીસ સર્વેના આધારે મળેલા અકસ્માત ઝોનની વિગતો ગૂગલ મેપ્સ પર અપલોડ કરશે.

image source

આમ કરવાથી જ્યારે પણ કોઈ વ્યક્તિ એક્સિડેન્ટ ઝોનમાંથી પસાર થશે ત્યારે તેને રેડ આઈકોન દેખાશે. આ વિસ્તારમાં રેડ આઈકોન દેખાવાથી તે જાણી શકે છે આ અકસ્માત સંભવિત વિસ્તાર છે અને તેણે સાવધાની રાખવી જરૂરી છે. આ સેવાની મદદથી ગૂગલ મેપ્સ રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનતા બચાવી શકશે.

image source

અમદાવાદ શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા શહેરના જે જુદા જુદા વિસ્તારને એક્સિડેન્ટ ઝોન ગણાવ્યા છે તેને ગૂગલ મેપ્સ પર ટ્રાફિક-પોલીસ અપલોડ કરશે, જેથી ગૂગલ મેપ્સ સાથે કનેક્ટેડ હશે તે વાહનચાલક કે રાહદારી આ વિસ્તારમાં પસાર થશે ત્યારે તેને રેડ આઈકોનથી સાવચેત કરવામાં આવશે.

આ છે અમદાવાદ શહેરના અકસ્માત ઝોન

1. એસજી હાઇવે (ઈસ્કોન ક્રોસ રોડ, પકવાન ક્રોસ રોડ, કારગિલ પેટ્રોલપંપ ક્રોસ રોડ, સોલા-ભાગવત)

image source

2. આઈઆઈએમ રોડ

3. સરખેજ

4. આશ્રમ રોડ

5. નવરંગપુરા

6. નારોલ

image source

7. નરોડા

8. આરટીઓ

image source

9. સીટીએમ

10. જેતલપુર- બારેજા

11. ઘોડાસર

12. જશોદાનગર સર્કલ

image source

13. નિકોલ દાસ્તાન ક્રોસ રોડ

14. જૂના વાડજ રોડ

15. જુહાપુરા ક્રોસ રોડ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત