શરીર માટે ઊંઘ જરૂરી છે પરંતુ વધારે પડતી ઊંઘ નુકસાન પણ કરે છે

આ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે સ્વસ્થ શરીર અને તાજગીભર્યા મન માટે પુરતી ઊંઘ જરૂરી છે. જો તમે રાત્રે બરાબર ઊંઘ કરી હોય તો તમારી સવાર તાજગીપૂર્ણ ચોક્કસથી થાય છે. પરંતુ આજકાલના સમયમાં લોકોની લાઈફ સ્ટાઈલમાં જે ફેરફારો થયા છે તેના કારણે લોકોની દિનચર્યા તો ખરાબ થઈ જ છે. પરંતુ તેની સાથે લોકોની ઊંઘવાની આદત પર પણ ખરાબ અસર જોવા મળે છે.

image soucre

ઊંઘવાની આદત પર સૌથી ખરાબ અસર કરી છે સ્માર્ટ ફોન એ. દિવસભર પોતાના કામમાં વ્યસ્ત હોવાના કારણે દરેક વ્યક્તિ રાત્રે પથારીમાં સૂતા બાદ કલાકો સુધી સ્માર્ટફોનમાં સમય પસાર કરે છે. આ આદતના કારણે તેમનો રાત્રી ઊંઘવાનો સમય પ્રભાવિત થાય છે. જેના કારણે લોકો મોડા સુવે છે અને સવારે મોડે સુધી સુતા રહે છે. આમ તો શરીર માટે 8 કલાકની ઊંઘ પૂરતી હોય છે પરંતુ રાત્રે સુવામાં થતી સમસ્યા ને કારણે આટલો પણ ગડબડ માં પડી જાય છે.

સ્થિતિ એવી સર્જાઇ છે કે લોકોને સ્માર્ટફોન અને કોમ્પ્યુટર વિના ઊંઘ આવતી નથી અને તેઓ દિવસ દરમિયાન વધારે ઊંઘ કરતા હોય છે. રાત્રે મોડે સુધી જાગવું અને દિવસે મોડે સુધી સૂતા રહેવાથી શરીરમાં હાનિકારક પ્રભાવ થાય છે. જ્યારે તમે આ રીતે વધારે પડતી ઊંઘ કરો છો ત્યારે શરીરમાં ગંભીર એવા ચાર ફેરફાર થવા લાગે છે. કયા કયા છે આ ફેરફાર ચાલો તે પણ જણાવી દઈએ.

માથાનો દુખાવો

image socure

રાત્રે સમયસર ન સૂવામાં આવે અને મોડે સુધી જાગ્યા બાદ દિવસે વધારે પડતી ઊંઘ કરવામાં આવે ત્યારે માથાના દુખાવાની સમસ્યા થાય છે. સરેરાશ સાતથી આઠ કલાકથી વધારે ઊંઘ કર્યા બાદ માથું ભારે થઈ જાય છે.

પીઠનો દુખાવો

image soucre

વધુ પડતા કલાકો સુધી સૂતા રહેવાથી પીઠના દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. કલાકો સુધી સુતા જ રહેવાથી પીઠના સ્નાયુઓને પર દબાણ વધે છે. કલાકો સુધી ખોટી સ્થિતિમાં સૂતા રહેવાથી પીઠના દુખાવાની સમસ્યા થઈ જાય છે.

સુસ્તી લાગવી

image soucre

આઠ કલાકથી વધારે કલાકો સુધી ઊંઘયા બાદ પણ જ્યારે જાગીએ છીએ ત્યારે સુસ્તીનો અનુભવ થાય છે. આ સુસ્તી વધારે પડતી ઊંઘ કરવાના કારણે હોય છે. એવું માત્ર લાગે છે કે વધારે કલાકો સૂતા રહેવાથી થાક દૂર થાય છે પરંતુ હકીકતમાં તમે આઠ કલાકથી વધારે ઊંઘ કરશો તો જાગ્યા બાદ તમને સુસ્તી નો અનુભવ થશે.

ડિપ્રેશન

image socure

વધુ પડતી ઉંઘ કરવાના કારણે ડિપ્રેશનની સમસ્યા થઈ શકે છે. વધુ પડતી ઉંઘ કરવાના કારણે 30 થી 40 વર્ષની વચ્ચે વ્યક્તિ ડિપ્રેશનમાં શિકાર થઇ શકે છે તેથી માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે પણ વધારે ઊંઘ કરવાનું ટાળવું જોઈએ.