પિનટ ડ્રાયફ્રૂટ લાડુ – ખુબ હેલ્થી અને એનર્જીથી ભરપૂર એવા આ લાડુ બધાને ખુબ પસંદ આવશે..

દોસ્તો કેમ છો! મજામાં ને ઉપવાસ હોય એટલે સીંગદાણા અને ગોળ આપને ખાતા હોઈએ છે તો સીંગદાણા ખાવા ના ફાયદા પણ ઘણા બધા છે. સીંગદાણા એટલે કે દેશી બદામ.સીંગદાણા એ નાના મોટા અને બાળકો સૌ ની ફેવરિટ છે. સીંગદાણા એનર્જી,ફેટ,અને કાર્બોહાઈડ્રેટ થી ભરપુર હોય છે. તો આજે આપને સીંગદાણા ગોળ અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને સ્વીટ બનાવીએ.

આપને જે લાડુ બનાવા છે તે એકદમ હેલ્ધી છે. તેમાં આપને ઘર ની જ વસ્તુ નો ઉપયોગ કરી ને બનાવા ના છે. તો સામગ્રી જોઈ લઈશું.

સામગ્રી

  • ૧ બાઉલ સીંગદાણા
  • ૧/૨ બાઉલ ગોળ
  • ૧/૨ બાઉલ ઘી
  • ૧/૪ બાઉલ બદામ અને કાજુ નો પાવડર
  • ૧/૨ ચમચી ગંઠોડા પાઉડર
  • ૧/૪ ચમચી સૂંઠ પાવડર
  • ૫ થી ૭ બદામ ગાર્નિશ માટે

રીત

સૌ પ્રથમ સીંગદાણા ને શેકી લો.

હવે તેના ફોતરા કાઢી નાખો.

ત્યારબાદ સીંગદાણા અને બદામ ને મિક્સર માં ક્રશ કરી લો.

હવે ક્રશ કરેલા સીંગદાણા , બદામ, કાજુ નો પાવડર ગંઠોડા પાઉડર, સૂંઠ પાવડર , એડ કરી લો.

હવે તેમાં ગોળ અને ઘી એડ કરો.

હવે તેની લાડુડી વાળી લો.

અને તેની ઉપર બદામ લગાવી ગાર્નિશ કરી લો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.