શ્રાવણ મહિનામાં ખાસ કરો આ શિવલિંગની પૂજા…

શ્રાવણ મહિનાના આ શુભ અવસર પર આ ધાતુના બનેલા શિવલિંગનિત પૂજા કરો, શિવજીના આશીર્વાદથી અનેક લાભ થશે

વર્તમાન સમયમાં એક તરફ કોરોનાનો કહેર આખાય વિશ્વને બાનમાં લઇ રહ્યો છે, ત્યારે શ્રાવણ મહિનો પણ શરુ થઇ ચુક્યો છે. શ્રાવણ માસ એટલે કે ભગવાન શિવનો મહિનો. આવા સમયે ભગવાન શિવની પૂજા અને આરાધના કરવાના લોકો અવનવા ઉપાયો શોધતા હોય છે. જુદા જુદા મંદિરમાં ભગવાનના દર્શન કરવા પણ જતા હોય છે. પણ આ વર્ષે કોરોનાના કારણે બધું જ બદલાઈ ગયું છે. ઘરમાંથી બહાર નીકળવું પણ અત્યારે ઝોખમી છે. ત્યારે પારદ શિવલિંગની પૂજા કરવી હિતકારી છે. પારાથી બનેલું શિવલિંગ ઘરમાં રાખવું જોઈએ.

image source

પારદ શિવલિંગને સાક્ષાત શિવનું સ્વરૂપ માનવામાં આવે છે

વર્તમાન સમયે શિવજીનો પ્રિય મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે. પારદ શિવલિંગને સાક્ષાત શિવજીનું સ્વરૂપ માનવામાં આવે છે, અને આ શિવલીંગની પૂજા કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. શિવજીને પ્રિય શ્રાવણ મહિનાનો શરૂ થઇ ગયો, ત્યારે આ પારદ શિવલિંગની વિશેષ પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થઇ શકે છે. આ અંગે ઉજ્જૈન મંદિરના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા જણાવે છે કે લિંગપુરાણ અને શિવપુરાણમાં પણ આ પારદ શિવલિંગના મહત્વને દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત વાસ્તુ માટે પણ પારદ શિવલિંગને ઘરના દોષ દૂર કરનાર તરીકે માનવામાં આવે છે.

image source

ઘરમાં કલેશનું વાતાવરણ ઉભું થવા દેવું જોઈએ નહિ

ઘરમાં હાથના અંગૂઠાના પહેલાં ભાગથી મોટું શિવલિંગ રાખવું જોઇએ નહીં. જ્યાં શિવલિંગ રાખવામાં આવ્યું હોય, ત્યાં સાફ-સફાઇનું વિશેષ ધ્યાન રાખવું. રોજ સવાર-સાંજ શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો અને ભોગ ધરાવવો જોઇએ. ઘરમાં ક્લેશનું વાતાવરણ ઊભું થવા દેવું નહીં. શિવ મંત્રોનો જાપ પણ કરવો.

image source

પારદ શિવલિંગના સ્પર્શથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે

શિવપુરાણના શ્લોકમાં દર્શાવવામાં આવ્યું છે કે જે પુણ્ય/ફળ કરોડો શિવલિંગના પૂજનથી પ્રાપ્ત થાય છે, એનાથી પણ કરોડ ગણું વધારે ફળ પારદ શિવલિંગની પૂજા કરવાથી અને એના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે. એવું પણ કહેવાય છે કે પારદ શિવલિંગના સ્પર્શ માત્રથી જ વ્યક્તિને દરેક પાપમાંથી મુક્તિ મળી જાય છે.

image source

શિવમહાપુરાણમાં જણાવ્યું છે એ પ્રમાણેઃ-

  • लिंगकोटिसहस्त्रस्य यत्फलं सम्यगर्चनात्।
  • तत्फलं कोटिगुणितं रसलिंगार्चनाद् भवेत्।।
  • ब्रह्महत्या सहस्त्राणि गौहत्याया: शतानि च।
  • तत्क्षणद्विलयं यान्ति रसलिंगस्य दर्शनात्।।
  • स्पर्शनात्प्राप्यत मुक्तिरिति सत्यं शिवोदितम्।।

પારામાંથી શિવલિંગ બનતા વર્ષ જેટલો સમય લાગે છે

image source

તરલ ધાતુમાંથી શિવલિંગ બનાવવું લાભદાયક છે પણ આ સાથે જ તરલ ધાતુમાંથી શિવલિંગ બનાવવું એટલું જ મુશ્કેલ પણ છે. પારો એ તરલ સ્વરૂપે હોય છે, પરિણામે એમાંથી શિવલિંગનું નિર્માણ કરવું ઘણું મુશ્કેલ બની જાય છે. આવા સમયે સૌથી પહેલા પારાને સાફ કરવામાં આવે છે. આ કાર્ય માટે અષ્ટ સંસ્કાર કરવામાં આવે છે. આટલું કર્યા પછી એમાં અનેક ઔષધિઓ મિલાવીને તરલ પારાને ઠોસ બનાવવામાં આવે છે, એટલે કે બાંધવામાં આવે છે. આ અષ્ટ સસ્કારમાં ૬ મહિના જેટલો સમય થાય છે, આ ઉપરાંત અન્ય ક્રિયાઓમાં પણ ૨-૩ મહિનાનો સમય જાય છે. આટલા મહિના મહેનત કર્યા પછી પરામાંથી શિવલિંગ બનીને તૈયાર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત