સિદ્ધપુરમાં પાણી જ પાણી, મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ, ગોઠણડુબ પાણીમાં રહીશોએ વિતાવી રાત

મેઘરાજાની પધરામણી રાજ્યમાં શનિવારથી થઈ ચુકી છે. રાજ્યભરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ છે. છેલ્લા 2 દિવસથી કોઈ જગ્યાએ છૂટોછવાયો તો કોઈ જગ્યાએ ધોધમાર વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદ થવાની આગાહી કરી છે. વરસાદ હજુ પણ થવાની આગાહીથી ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવી સ્થિતિ છે. જે જગ્યાએ વરસાદ થયો નથી અથવા તો ઓછો થયો છે તેઓ વરસાદ તુટી પડે તેવી પ્રાર્થના કરે છે પરંતુ જ્યાં બે દિવસ દરમિયાન મેઘરાજાએ સાંબેલાધાર બેટિંગ કરી છે ત્યાં લોકો ચિંતામાં મુકાયા છે.

image source

છેલ્લા બે દિવસ દરમિયાન મેઘરાજાએ પાટણ જિલ્લામાં તોફાની બેટીંગ કરી છે. ભારે વરસાદના કારણે અહીં રહેણાંક મકાનોમાં પણ ગોઠણડુબ પાણી ઘુસી ગયા છે. આ કારણે સ્થાનિકોને પણ ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

image source

પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે રવિવારે રાત્રે સાંબેલાધાર વરસાદ થયો હતો. મેઘરાજાની આ તોફાની બેટીંગના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદ બાદ સ્થિતિ તો એવી છે કે અહીંની અનેક સોસાયટીઓમાં કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. આમ તો ચોમાસાની સીઝન શરુ થયા પછીનો આ પહેલો નોંધપાત્ર વરસાદ છે. જેમાં લોકોનાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે.

image source

મોડી રાત્રે થયેલા વરસાદથી અહીંના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘરોમાં પાણી ઘુસી જતા લોકોએ પાણીની વચ્ચે રાત પસાર કરવી પડી હતી. સિદ્ધપુર ખાતે જાણે આભ ફાટ્યું હોય તેમ રાત્રે 2 વાગ્યા બાદ વરસાદ શરુ થયો હતો અને સવાર સુધીમાં તો હાલત એવી થઈ ગઈ કે જાણે નદી વચ્ચે ગામ આવી ગયું હોય.

વરસાદી પાણી ઘરમાં ઘુસી જતા સ્થાનિકોને ભારે હાલાકી અને સાથે જ નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘર વખરી પણ વરસાદના પાણીમાં ગરકાવ થઈ જતા લોકોની ચિંતા વધી છે. જણાવી દઈએ કે પાટણ જિલ્લામાં રવિવારે રાત્રે સિદ્ધપુર સહિત અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી ખરાબ સ્થિતિ સિદ્ધપુરના રહેવાસીઓની થઈ છે.

image source

આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે હજુ પણ વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન સર્જાયું છે જેના કારણે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, સુરત, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. જો કે હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવાયું છે કે આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદ તો થશે પરંતુ તે ભારે નહીં હોય. રાજ્યમાં સામાન્યથી છૂટોછવાયો વરસાદ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!