સિરો સર્વેના આંકડા જોઈ સ્વાસ્થ્ય નિષ્ણાંતોના પગ નીચેથી સરકી ગઈ જમીન

દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના નવા કેસ માં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે તેની સામે કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં કોરોના ના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. તેવામાં કર્ણાટકના મેસૂર શહેરના બાળકોમાં કોરોના વાયરસના સંક્રમણની લઈને ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. અહીં કરવામાં આવેલા સિરો સર્વેમાં જાણવા મળ્યું કે શહેરના 50 ટકા બાળકો કોરોના સંક્રમિત છે. આ સર્વે મેસૂર મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ની ટીમે આયોજિત કર્યો હતો. સરો સર્વે પર આધારિત આ સ્ટડીમાં જોવા મળ્યું કે શહેરનાં 50 ટકાથી વધુ બાળકો કોરોનાની ચપેટમાં પહેલાથી જ આવી ચૂક્યા છે.

image soucre

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસ ની ત્રીજી લહેર આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થશે તેવી આશંકા વધારે છે. તેવામાં મહેસૂલમાં થયેલા સર્વેમાં જે આંકડા આવ્યા તે ચિંતા વધારે તેવા છે.

image soucre

ગત વર્ષે કોરોના મહામારી ની શરૂઆત પછીથી કોરોના વાયરસથી બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી દેશભરમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારથી જ કર્ણાટક રાજ્યમાં સતત શાળાઓ બંધ રહી છે અને બાળકોની ઓનલાઇન મીડીયમ ના માધ્યમથી ભણાવવામાં આવી રહ્યા છે. જોકે શાળાઓ બંધ હોવા છતાં પણ મોટી સંખ્યામાં બાળકો નું સંક્રમિત થવું અહીં જોવા મળ્યું છે.

image soucre

આ અંગે મળતી જાણકારી અનુસાર આ સર્વેમાં 200 થી વધુ બાળકો નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ બાળકોની આઈજીજી એન્ટીબોડી ટેસ્ટ પણ કરવામાં આવી હતી. આ બસો બાળકોમાંથી માત્ર 88 બાળકો રસી લેવા માટે યોગ્ય મળી આવ્યા હતા. આ સિવાય તમામ બાળકોના રિપોર્ટમાં એન્ટીબોડી પોઝિટિવ મળી આવી હતી.

image soucre

આ સિરો સર્વેનું પરિણામ સૌ કોઈ માટે હેરાન કરી દે તેવું છે. કારણ કે જે બાળકો કોરોના પોઝિટિવ હતા તેમને કોરોના સંક્રમણ થયું હોય તેના કોઈપણ લક્ષણો જણાયાં ન હતા. નિષ્ણાંતોના મત થી છ વર્ષ સુધીના બાળકોમાં પોઝિટિવિટી દર વધારે છે. શૂન્યથી લઈ છ વર્ષ સુધીના બાળકો લગભગ 60 ટકા, 6 થી 12 વર્ષના બાળકોમાં 50 ટકા અને 12 થી 18 વર્ષના બાળકોમાં 40 ટકા પોઝિટિવિટી રેટ જોવા મલ્યો. સર્વે નો ડેટા પરથી જાણી શકાય છે કે મોટાભાગના બાળકો લક્ષણો ધરાવતા ન હતા અથવા તો તેમને હળવા લક્ષણો જણાયા હતા.