સેનામાં ભરતી થવાનું સપનું અધુરું રહેતા કર્યું અનોખું કામ અને બનાવ્યો રેકોર્ડ

દેશની રક્ષા માટે સરહદ ઉપર જીવના જોખમે ખડેપગે રહેતા સૈનિકો માટે દેશની દરેક વ્યક્તિને માન હોય છે. તેઓ દેશની રક્ષા કરતા કરતા શહીદ ન થાય તેવી પ્રાર્થના દરેક વ્યક્તિ કરે છે. પરંતુ કે વીર દેશ માટે શહીદ થાય છે તેના માટે દરેક દેશવાસી ના દિલ માં શ્રદ્ધા ભાવ રહે છે. આવી જ રીતે દેશની સેનામાં ભરતી થવાનું સપનું પણ દરેક યુવાન જુએ છે. તેને પૂરું કરવા તેઓ મહેનત પણ કરે છે, પરંતુ દરેકની આ ઈચ્છા પૂરી થઈ શકતી નથી આવા જ એક વ્યક્તિ છે અલવર જિલ્લાના શાહજહાપુરના મુકેશ સિંહ ચૌહાણ.

મુકેશ સિંહ પોતે સેનામાં ભરતી થવા ઇચ્છતા હતા પરંતુ તેમની આ ઇચ્છા પૂરી ન થઈ તો તેમણે એવું કામ કર્યું કે જેના કારણે તેઓ દેશભરમાં પ્રખ્યાત થઈ ગયા. મુકેશ સિંહ જીવિત શહીદ સ્તંભ તરીકે પંથકમાં વિખ્યાત છે. આવું નામ પડવા પાછળનું કારણ છે કે મુકેશ સિંહ પોતાના શરીર પર શહીદોના નામના ટેટૂ કરાવ્યા છે.

દેશભક્તિ અને શહીદો ની યાદો ને પોતાના દિલમાં રાખનાર મુકેશ સિંહે ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના શહીદો ના નામ પોતાના શરીર પર લખાવ્યા છે. તેમણે પોતાની પીઠ પર 62 શહીદોના નામ લખાવ્યા છે. મુકેશ પોતે સેનામાં ભરતી થવા ઇચ્છતા હતા પરંતુ તેમાં તેમને સફળતા ન મળી. પોતે સેનામાં ભરતી ન થઈ શક્યા પરંતુ તેમણે 62 શહીદોના નામ લખાવી પોતાની દેશભક્તિ વ્યક્ત કરી.

મુકેશ સિંહ ના કાકા હનુમાન સિંહ અને અન્ય સંબંધીઓ સેનામાં હતા. તેના કાકા હનુમાન સિંહ ભારત-પાકના યુદ્ધમાં શહીદ થયા હતા. મુકેશે પોતાના કાકા સહિત ૬૧ શહીદોના નામ નું ટેટુ બનાવ્યું છે. મૂકે છે આ નામ 10 ડિસેમ્બર 2009ના રોજ લખાવ્યા હતા. મુકેશ નું કહેવું છે કે તે સેનામાં ભરતી થઈ શક્યા નહીં પરંતુ દેશભક્તિ તેની રગેરગમાં વસે છે. શહીદ થયેલા સૈનિકો ના નામ પીઠ પર લખાવી તે પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. તેમણે જે નામ લખાવ્યા છે તેમાં અલવર સહિતના જિલ્લાના શહીદો ના નામ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશભક્તિ દર્શાવતું આ ઉમદા કાર્ય કરવા પર મુકેશ નું નામ 2013માં લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું હતું.