સોનાના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો, છેલ્લા 4 મહિનાના સૌથી ઓછા થયા ભાવ, ફટાફટ કરો ખરીદી

સોના-ચાંદીના ભાવમાં આજે સૌથી મોટો ઘટાડો થયો છે. એમસીએક્સ પર સોમવારે સોનાના ભાવ 1.3 ટકા ઘટી 4 મહિનાના સૌથી નીચલા સ્તર પર પહોંચ્યા હતા. ગોલ્ડના ભાવ સોમવારે 600 રૂપિયા ઘટી અને 46,029 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર આવી ગયા હતા. જ્યારે ચાંદીનો ભાવ 1.6 ટકા એટલે કે 1400 રૂપિયા ઘટની 63,983 રૂપિયા પ્રતિ કિલો પર આવી હતી. ગત કારોબારી સત્રમાં ગોલ્ડમાં 2000 રૂપિયા અને ચાંદીમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો હતો.

image soucre

ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો અહીં આજે સોનાના ભાવ 4.4 ટકા સુધી ગબડી ગયા હતા. કારોબારી સત્રમાં ગોલ્ડ 1684.37 ડોલર થયા પછી હાજર સોનુ 2.3 ટકા ઘટી 1722.06 ડોલર પ્રતિ ઓંસ થઈ ગયા છે. આ ઉપરાંત ચાંદી 2.6 ટકા ઘટી 23.70 ડોલર પર આવી ગઈ છે.

image soucre

જણાવી દઈએ કે સોનાના નવા રેટ્સ ઘર બેઠા સરળતાથી જાણી શકાય છે. તેના માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ કોલ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારા ફોન પર સોનાના ભાવને લઈને મેસેજ આવી જશે. જેમાં તમે સોનાના લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.

image soucre

અત્રે ઉલ્લેખનીય છે કે ગત 9 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી સરકારે સસ્તા સોનાની ખરીદીની તક આપી છે. જે અંતર્ગત બોન્ડનો નિર્ગમ મૂલ્ય 4790 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે. જણાવી દઈએ કે આ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ની પાંચમી સીરીઝ છે.

image soucre

વર્ષ 2020માં ગોલ્ડે રોકાણકારોને સૌથી ખરાબ રિટર્ન આપ્યું છે. આ દરમિયાન સોનાની કીંમતો 13 ટકા ઘટી હતી. આ સિવાય જો તમે સોનાની શુદ્ધતા પણ ચેક કરવા ઈચ્છો છો તો સરકારે એક એપ બનાવી છે. બીઆઈએસ કેર એપથી ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ વડે માત્ર સોનાની શુદ્ધતાની ચકાસણી નહીં પરંતુ સોનાને લઈને ગ્રાહકને કોઈપણ સમસ્યા કે પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ પણ મળી શકે છે.

image soucre

આ એપનો બીજો ફાયદો એ પણ છે કે જો કોઈ વસ્તુનું લાયસન્સ, રજિસ્ટ્રેશન, હોલમાર્ક નંબર ખોટો હોય તો તેની ફરિયાદ પણ ગ્રાહક તુરંત તેના પર કરી શકે છે. આ એપ વડે તુરંત ગ્રાહકની ફરિયાદ નોંધાશે અને તેના વિશે તમામ જાણકારી પણ મળી જશે.