ખાલી પિતા જ નહીં પણ આ સ્ટાર કિડ્સ એમના નામની પાછળ લગાવે છે માતા-પિતા બન્નેની સરનેમ, જાણો શા માટે

બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર કિડ્સ છે, જેમના નામની પાછળ માત્ર પિતા કે માતાની અટક હોય છે. પરંતુ કેટલાક સેલિબ્રિટીના લિટલ સ્ટાર કિડ્સ એવા છે જેઓ તેમના નામની સાથે તેમના પિતાની સાથે સાથે માતાની અટક પણ લગાવે છે. ચાલો આજે તમને આવા જ સેલિબ્રિટી સ્ટાર કિડ્સ વિશે જણાવીએ.

તારા બેદી કૌશલ

 

View this post on Instagram

 

A post shared by Mandira Bedi (@mandirabedi)

અભિનેત્રી મંદિરા બેદી અને તેના દિવંગત ફિલ્મ નિર્માતા પતિ રાજ કૌશલે ગયા વર્ષે 28 જુલાઈના રોજ એક બાળકીને દત્તક લીધી હતી. દંપતીએ તેમની પુત્રીનું નામ તારા બેદી કૌશલ રાખ્યું છે. તારા નામ સાથે તેના માતા-પિતા બંનેની અટકનો ઉપયોગ કરે છે. જ્યારે મંદિરા બેદીએ પુત્રીને દત્તક લીધી હતી, ત્યારે અભિનેત્રીએ તેની પુત્રી સાથેનો ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. મંદિરા બેદીને 10 વર્ષનો પુત્ર પણ છે. જેનું નામ વીર છે. કમનસીબે, મંદિરા બેદીએ 30 જૂન 2021ના રોજ પોતાના પતિને ગુમાવ્યો હતો.

સમીશા શેટ્ટી કુન્દ્

રા

ઇન્ડસ્ટ્રીમાં ‘યોગ ગુરુજી’ તરીકે જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા વર્ષ 2020માં એક બાળકીના માતા-પિતા બન્યા હતા. અભિનેત્રીએ સરોગસી દ્વારા પુત્રીને જન્મ આપ્યો હતો. આ દંપતીને એક પુત્ર પણ છે, જેનું નામ વિયાન રાજ કુન્દ્રા છે.

પુત્ર વિયાન તેના નામ પાછળ તેના પિતા રાજ કુન્દ્રાની અટકનો ઉપયોગ કરે છે, જ્યારે પુત્રી સમિષા માતા-પિતા બન્નેની અટકથી ઓળખાય છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની દીકરી ‘સમીષા શેટ્ટી કુંદ્રા’ તરીકે ઓળખાય છે.

મેહર ધુપિયા બેદી

 

View this post on Instagram

 

A post shared by Neha Dhupia (@nehadhupia)

બોલિવૂડ કપલ નેહા ધૂપિયા અને એક્ટર અંગદ બેદીની ત્રણ વર્ષની દીકરીનું નામ મેહર છે. તાજેતરમાં, દંપતીએ તેમની પુત્રીનો ત્રીજો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. લિટલ મેહર તેના નામ સાથે તેના માતા અને પિતા બંનેની અટક પણ મૂકે છે. થોડા સમય પહેલા નેહા અને અંગદના ઘરે વધુ એક બાળકનું આગમન થયું છે.

આઝાદ રાવ કિરણ

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@amirkhanactor_)

પોતાની શાનદાર એક્ટિંગથી હંમેશા દર્શકોનું દિલ જીતનાર આમિર ખાન આ દિવસોમાં પોતાના ત્રીજા લગ્નને લઈને ચર્ચામાં છે. આ પહેલા તે તેની બીજી પત્ની કિરણ રાવથી છૂટાછેડાને લઈને ચર્ચામાં હતો. તમને જણાવી દઈએ કે કિરણ રાવ અને આમિર ખાનને પણ એક પુત્ર છે, તેનું નામ આઝાદ રાવ કિરણ છે.આઝાદ તેના નામ સાથે તેના માતા-પિતા બંનેની અટક લગાવે છે. હાલમાં જ આઝાદ આમિર ખાન અને કિરણ રાવ સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના સેટ પર જોવા મળ્યો હતો.

ઇમારા મલિક ખાન

 

View this post on Instagram

 

A post shared by Imran Khan (@imrankhan)

ફિલ્મ ‘જાને તુ યા જાને ના’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેતા ઈમરાન ખાન ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. હવે અભિનેતાએ પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી લીધી છે. ઈમરાન ખાને તેની મંગેતર અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા.આ દંપતીને એક પુત્રી છે જેનું નામ ઈમારા છે. પરંતુ હવે આ કપલ અલગ થઈ ગયું છે. પરંતુ તેની પુત્રી તેના માતા-પિતાની અટક પોતાની સાથે રાખે છે. તેનું પૂરું નામ ઈમારા મલિક ખાન છે.