શું પીએમ જનધન ખાતાનું બેલેન્સ જાણવા માંગો છો ? તો સેવ કરો આ નંબર માત્ર એક મિસ્ડ કોલથી મળશે માહિતી…

જો તમે જન ધન ખાતું પણ ખોલાવ્યું છે, તો તમે ઘરે બેસી ને માત્ર એક મિસ્ડ કોલ આપીને તમારું બેલેન્સ ચેક કરી શકો છો. આ સાથે, ખાતાને આધાર સાથે લિંક કરવુ પણ ખૂબ મહત્વનું છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ગ્રાહકો ને ઘણી સુવિધાઓ મળે છે.

image source

આ બેંક ખાતું ઝીરો બેલેન્સ બચત ખાતું છે. આ સિવાય ઓવરડ્રાફ્ટ અને રૂપે કાર્ડ સહિત તેમાં ઘણી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે. આજે અમે આ લેખમા તમને જણાવીશું કે તમે ઘરે બેઠા તમારા ખાતાનું બેલેન્સ કેવી રીતે સરળતાથી ચેક કરી શકો છો.

આ બે રીતે બેલેન્સ ચેક કરો

image source

તમે તમારા જન ધન ખાતાનું બેલેન્સ બે રીતે ચેક કરી શકો છો. આમાં, પ્રથમ રીત મિસ્ડ કોલ દ્વારા અને બીજી રીત પીએફએમએસ પોર્ટલ દ્વારા છે.

પીએફએમએસ પોર્ટલ દ્વારા

પીએફએમએસ પોર્ટલ માટે, તમારે પહેલા આ લિંક https://pfms.nic.in/NewDefaultHome.aspx# પર જવું પડશે. અહીં તમારે ‘નો યોર પેમેન્ટ’ પર ક્લિક કરવાનું રહેશે. તે પછી તમારે તમારો એકાઉન્ટ નંબર એન્ટર કરવો પડશે. અહીં તમારે બે વખત એકાઉન્ટ નંબર એન્ટર કરવો પડશે. તે પછી કેપ્ચા કોડ ભરવાનો રહેશે. હવે તમારું એકાઉન્ટ બેલેન્સ તમારી સામે દેખાશે.

મિસ્ડ કોલ દ્વારા

image source

જો તમારી પાસે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જન ધન એકાઉન્ટ છે તો તમે મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ ચેક કરી શકો છો. આ માટે તમારે 18004253800 અથવા 1800112211 પર મિસ્ડ કોલ આપવો પડશે. ધ્યાનમાં રાખો કે ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી આ પર મિસ્ડ કોલ કરી શકે છે.

તમે પણ ખાતું ખોલી શકો છો

જો તમે તમારું જન ધન ખાતું ખોલવા માંગો છો, તો તમારે તમારી નજીક ની બેંકમાં જવું પડશે. અહીં તમારે જન ધન ખાતાનું ફોર્મ ભરવાનું રહેશે. આમાં તમારે તમારી તમામ વિગતો ભરવાની રહેશે. અરજી કરનાર ગ્રાહકે પોતાનું નામ, મોબાઇલ નંબર, બેંક શાખાનું નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય/રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતો ની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, ગામનો કોડ અથવા ટાઉન કોડ વગેરે આપવાનું રહેશે.

આ ડોક્યુમેન્ટની પડશે જરૂર

image source

પીએમજેડીવાય વેબસાઈટ મુજબ, તમે પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ નંબર, ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ મતદાર આઈડી કાર્ડ, રાજ્ય સરકાર ના અધિકારી દ્વારા સહી કરેલ મનરેગા જોબ કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ દ્વારા જન ધન ખાતું ખોલાવી શકો છો.