સુમોના ચક્રવર્તીએ બાળ કલાકાર તરીકે શરુ કરી હતી પોતાની કારકિર્દીની શરૂઆત, હવે દરેક એપિસોડના લે છે આટલા બધા રૂપિયા
બાળ કલાકાર તરીકે શરુ કરી હતી પોતાની કારકિર્દીની શરૂઆત, હવે દરેક એપિસોડ દ્વારા કમાય છે આટલા રૂપિયા
કપિલ શર્માનો શો લગભગ બધાના ધ્યાનમાં જરૂર આવ્યો હશે. જો કે આ શોમાં કપિલ શર્મા સાથે કામ કરનારી સુમોનાએ પોતાના કરિયરની શરૂઆત બાળકલાકાર તરીકે કરી હતી. જો કે આપને ખબર છે કે સુમોના કપિલ શર્માના એક શો કરવા માટે લાખો રૂપિયાની ફી લે છે. આજે અમે આપને જણાવીએ સરલા એટલે કે સુમોના ચક્રવર્તીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
શોમાં સરલા ગુલાટીનું પાત્ર ભજવે છે
ધ કપિલ શર્મા શો એ દેશના સૌથી વધુ પસંદગી પામતા શોમાંથી એક ગણાય છે. જો કે કપિલ શર્મા સિવાય આ શોમાં કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને બાકીના અન્ય સભ્યો પણ એક સમાન પ્રકારનું મનોરંજન પૂરું પાડે છે. આ બધું જોતા જ એ વાત તો પાક્કી છે કે કપિલ શર્મા શો માટે કપિલ અને એમની ટીમને પૈસા પણ સારા એવા મળે છે.
જો કે સુમોના આ શોમાં સરલા ગુલાટીનું પાત્ર ભજવે છે. આ સુમોનાએ પોતાની કારકિર્દી એક બાળકલાકાર તરીકે શરુ કરી હતી. ત્યારબાદ એમણે અનેક ટીવી સીરીયલ અને શોમાં પણ કામ કર્યું હતું. આપને જાણીને નવાઈ લાગશે કે સુમોના કપિલ શર્મા શોના એક ભાગ માટે લાખો રૂપિયા ચાર્જ લે છે. આજે આપણે એમના જીવનની કેટલીક રસપ્રદ વાતો જાણીશું
બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત
મીડિયાના અહેવાલો પ્રમાણે સુમોનાએ કારકીર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૯માં બાળ કલાકાર તરીકે અમીર ખાન અને મનીષા કોઈરાલાની ફિલ્મ ‘મન’થી કરી હતી. જો કે એ સમયે એ માત્ર ૧૦ વર્ષની હતી. ત્યારબાદ સુમોના ટીવીમાં અમુક નાના મોટા શોમાં પણ કામ કરતી રહી હતી. ત્યાર બાદ એમને કારકિર્દીનો મોટો અવસર મળ્યો. વર્ષ ૨૦૧૧માં એમને એકતા કપૂરની ટીવી સીરીયલ ‘બડે અચ્છે લગતે હૈ’ માં નતાશાનો રોલ ભજવવાનો મોકો મળ્યો હતો ત્યાંથી એમની એભિનેત્રી તરીકેની ઓળખ ઉભી થઇ હતી.
કપિલ શર્માના શોથી મળી અલગ ઓળખ
મીડિયાના અહેવાલ પ્રમાણે સુમોનાને વર્ષ 2013માં એક મોટો અવસર મળ્યો. ‘કોમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મા’માં મંજુ એટલે કે કપિલ શર્માની પત્નીનો રોલ કર્યો. આ રોલથી એમને એક અલગ જ ઓળખ મળી હતી. જો કે હાલમાં સુમોના ધ કપિલ શર્મા શોમાં સરલા ગુલાટીનું પાત્ર ભજવી રહી છે.
એક શોના આટલા રૂપિયા મેળવે છે
મીડિયા રીપોર્ટ મુજબ સુમોના ‘ધ કપિલ શર્મા શો’ના દરેક એપિસોડ માટે લગભગ ૬ અથવા ૭ લાખ રૂપિયા જેટલી ફી વસુલે છે. તમને જણાવી દઈએ કે સુમોનાને ગાડીઓનો ઘણો શોખ છે. આ કારણે એમની પાસે ફેરારી પણ છે જેની કિમત લગભગ ૩ કરોડ રૂપિયા જેટલી છે. આ સિવાય હ્યુન્ડાઈની કાર પણ તેઓ રાખે છે, જેની કિંમત આશરે ૨૭ લાખ આસપાસ છે.
Source: JanSatta
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત