સુરતમાં IDFC બેંકના સેલ્સ ઓફિસરે આપઘાત કરતા હાહાકાર, શું ખરેખર પ્રેમિકાની સગાઈ અને પોતાની મૃત્યુની તારીખ એક કરવા આપઘાત કર્યો?
સુરતમાં એક 24 વર્ષના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પરિવારનો એકનો એક દિકરો હતો. સામે આવેલી વિગતો અનુસાર સુરતના જહાંગીરપુરામાં આવેલી આઈડીએફસી બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા યુવકે આત્મહત્યા કરી લીધી છે.
ઘટનાની જાણ થતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. એકના એક પુત્રએ અચાનક આપઘાત કરી લેતા પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું. આપઘાત કરનાર યુવકનું નામ પવન પટેલ છે અને તેમણે એમએ સુધીનો અભ્યાસ કરેલો છે. હાલમાં તે છેલ્લા એક વર્ષથી IDFC બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે નોકરી કરતો હતો.
પવન પટેલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો
આ ઘટના અંગે સામે આવેલી વીગતો અનુસાર પવન પટેલ જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે એક વિદ્યાર્થીનિના પ્રેમમાં પડ્યો હતો. તો બીજી તરફ પ્રેમમાં પાગલ પવન પટેલે પ્રેમિકાની સગાઈની અને પોતાની મૃત્યુની એક તારીખ ઇતિહાસના ચોપડે યાદગાર બનાવવા આપઘાત કર્યો હોવાની વાત સામે આવી રહી છે.
તો બીજી તરફ આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, જહાંગીરપુરા આશિષ રો-હાઉસમાં એક યુવાને આપઘાત કરી લીધો હોવાની માહિતી અમને મળતા અમે ઘટાના સ્થળે પહોંચ્યા હતા. જોકે અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે યુવરકના મૃતદેહને પરિવારજના સભ્યોએ નીચે ઉતારી દીધો હતો. ત્યાર બાદ અમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પવન પટેલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમા ચકચાર મચી જવા પામી હતી.
પવન તેના માતા સાથે રહેતો હતો
તો બીજી તરફ આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેમના પાડાશીએ દરવાજો ખખડાવ્યો પરંતુ દરવાજો ન ખોલતા તેમણે બારીમાંથી ડોકીયુ કર્યું તેમના હોંશ ઉડી ગયા હતા. પવનની લાશ સિલિંગ સાથે લટકતી જોવા મળી હતી. જેને જોઈને પાડોશીએ શોર મચાવી દીધો હતો અને તાત્કાલિક બારીમાંથી અંદર હાથ નાખી દરવાજો ખોલી પવનને ખભે ઉપાડી દોરી કાપી નીચે ઉતાર્યો હતો. જોકે, ત્યાં સુધીમાં તો ઘણુ મોડુ થઈ ગું હતું પવન પટેલને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
તો બીજી તરફ તેમના પરિવાર વિશે વાત કરીએ તો પવન પટેલની ઉમર 24 વર્ષની છે અને તેની એક મોટી બહેન છે જેના લગ્ન થઈ ગયા હતા અને પવન તેના માતા સાથે રહેતો હતો.
યુવતી સાથે પ્રેમ સંબંધ હતો,
નોંધનિય છે કે પવન પટેલની માતા પોસ્ટલ વિભાગમાં આસિસ્ટંટ ઓફિસર છે અને પવન એમએના અભ્યાસ બાદ એક વર્ષથી આઈડીએફસી બેંકમાં સેલ્સ ઓફિસર તરીકે નોકરી કરતો હતો. નોંધનિય છે કે શુક્રવારના રોજ બપોરે પવન નોકરી પરથી વહેલો ઘરે આવી ગયો હતો. આ ઘટના અંગે મળતી માહીતી અનુસાર પવન જ્યારે કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, જો કે ત્યાર બાદ તે છોકરીની સગાઈ થઈ ગઈ હોવાની વાતની જાણ પવનને થતા તે દૂખી થયો હતો અને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું અનુમાન છે.
હાથની નસ કાપવાનો પણ પ્રાયસ કર્યો
તો બીજી તરફ મળતી માહીતી પ્રમાણે જે યુવતીને તે પ્રેમ કરતો હતો તેની શુક્રવારે જ સગાઈ હોવાની વાત બાદ પવને મૃત્યુની પણ એક તારીખ તેની સાથે જોડવા આ પગલું ભર્યું હોવાની આશંકા છે. તો બીજી તરફ આ ઘટના બાદ હાલ જહાંગીરપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ આ આપઘાત અંગે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર ઉમેશ ચૌધરી એ જણાવ્યું હતું કે, પવનના ગળા ઉપર ફાંસાના સીધા નિશાન મળી આવ્યા છે. જ્યારે હાથની નસ કાપવાનો પણ પ્રાયસ કર્યો હોવાના નિશાન મળી આવ્યા છે. હાલમાં પોલીસ આગળની તપાસ કરી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!