સુરતની આ દીકરીની હાલમાં ચારેકોર થઇ રહી છે ચર્ચા, જાણો કોણ છે આ દીકરી, કે જેને બધુ છોડીને સંયમનો માર્ગ અપનાવ્યો

દિક્ષા નગરી તરીકે જાણીતું સુરત શહેરના હીરાના વેપારીની દીકરીએ શાનદાર અને વૈભવી જીવનનો ત્યાગ કરીને સંયમિત જીવનનો માર્ગ અપનાવ્યો, જાણીશું કોણ છે આ છોકરી?

દિક્ષા નગરી સુરત (Surat)માં હીરા અને રીઅલ એસ્ટેટના વેપારી (Diamond and Real estate dealer)ની દીકરીએ વૈભવી જીવનનો ત્યાગ કરીને સંયમિત માર્ગ અપનાવવા માટે દિક્ષા ગ્રહણ કરી લીધી હતી. જૈન સમાજ (Jain Society)ના મુનિ ભગવંતોની હાજરી દરમિયાન દિક્ષા ગ્રહણ કરી છે. કોરોના વાયરસ સંક્રમણના લીધે સુરત શહેરમાં દિક્ષા સમારંભને અટકાવી દેવામાં આવ્યા હતા. કોરોના વાયરસથી સંક્રમિત કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ જતા ફરીથી દિક્ષા સમારંભ શરુ કરવામાં આવ્યા છે.

image source

પાલમાં આવેલ શંખેશ્વર હાઈટ્સમાં રહેતા હીરા અને રીયલ એસ્ટેટના વેપારી જયેશભાઈ સેવંતીભાઈ લાલણની ૧૭ વર્ષની દીકરી રેન્સીએ સોમવારના રોજ પાલ વિસ્તારના ગુરુરામ પાવનભૂમિ પર દિક્ષા ગ્રહણ કરી હતી. તપાગચ્છી પ્રવરસમિતિ કાર્યવાહક પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવ સુરીશ્વરજી મહારાજ અને તેમના શિષ્ય શ્રી વિજયરત્નચંદ્રસુરીશ્વરજી મહારાજ, શ્રી વિજયમોક્ષરત્નસુરીશ્વરજી મહારાજની પાવન રાત્રિમાં દિક્ષા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

image source

સવારના ૪:૩૦ વાગે દિક્ષાર્થિએ મંડપમાં પ્રવેશ કર્યો હતો.

સવારના ૪:૩૦ વાગે વિદાઈ તિલક અને દિક્ષા વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો. તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ શક્રસ્તવ અભિષેક, ઉપધાન તપ, આરાધકોનો છ ક્રિયામાં પ્રવેશ, પાર્શ્વ પદ્માવત પૂજન, કપડા રંગવાનું, મહેંદી- સાંજી, માતૃ- પિતૃ વંદન જેવા અનેક કાર્યોક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું હતું.

image source

વાવ પંથક મૂળ રામપુરાના રહેવાસી પીતાંબરદાસ ડામરશી ભાઈ લાલણ અને સેવંતીભાઈ પીતાંબરદાસ લાલણના પરિવાર દ્વારા આયોજિત દિક્ષા કાર્યક્રમમાં ઘણી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકોએ દિક્ષાર્થિ વ્યક્તિના દર્શન કરવા માટે આવ્યા હતા. જયેશભાઈ સેવંતીભાઈ લાલણની ૧૭ વર્ષીય દીકરી રેન્સી જયેશભાઈ લાલણના ફોઈ એટલે કે, જયેશભાઈ લાલણના બહેનએ ૨૧ વર્ષ પહેલા દિક્ષા ગ્રહણ કરી લીધી હતી. ત્યાર બાદ જયારે રેન્સી તેના ફોઈને મળવા માટે ઉનાળાના વેકેશનમાં જતી હતી જેના લીધે રેન્સીના મનમાં પણ દિક્ષા ગ્રહણ કરવાના ભાવ ઉત્પન્ન થયા હતા. એટલા માટે લાલણ પરિવાર દ્વારા પોતાની દીકરી રેન્સીની ઈચ્છાને માન આપતા રેન્સી માટે દિક્ષા કાર્યક્રમનું આયોજન મોટાપાયે કરવામાં આવ્યું હતું.

image source

રેન્સી જયેશભાઈ લાલણને દિક્ષા ગ્રહણ કરવાની પ્રેરણા તેમના ફોઈને ઉનાળા વેકેશન દરમિયાન મળવા જવા સમયે મળી રહી હતી અને રેન્સીએ પોતાના ફોઈથી પ્રેરિત થઈને રેન્સીએ તા. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ રવિવારના દિવસે તમામ જૈન સમાજ અને જૈન ધર્મના મુનિઓની હાજરીમાં રેન્સી જયેશભાઈ લાલણએ દિક્ષા ગ્રહણ કરીને વૈભવી જીવનનો ત્યાગ કરતા સંયમિત જીવનનો માર્ગ અપનાવી લીધો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!