બાળપણમાં રોલ કરીને તમારા ફેવરિટ બનેલા આ સિતારાઓ હવે રહે છે લાઈમ લાઈટથી દૂર, યાદ કરી લો તમે પણ

ફિલ્મ જગત એક એવી દુનિયા છે જ્યાં કોણ ક્યારે કોની જગ્યા લે છે કોઈને ખબર નથી હોતી. કોઈ રાતોરાત સ્ટાર બની જાય છે તો કોઈ અહીંયા એક સુપરહિટ ફિલ્મ આપીને ગાયબ થઈ જાય છે. પણ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીથી જ જોડાયેલા અમુક સ્ટાર એવા પણ છે જેમને ખૂબ જ નાની ઉંમરમાં ફિલ્મોમાં પગ મૂક્યો હતો અને આજે પણ એ ફિલ્મ જગત સાથે જોડાયેલા છે. જો કે બાળપણમાં પોતાના અભ્યાસના કારણે ઘણા સ્ટાર્સે ફિલ્મી દુનિયા છોડી દીધી અને એ ક્યારેય પાછા ન ફર્યા. પણ એમાંથી જ ઘણા કલાકારો એવા પણ છે જેમને ફિલ્મ જગતમાં બાળપણમા કામ કર્યું અને આજે ઇન્ડસ્ટ્રીનું એ મોટું નામ છે.

image source

ઋષિ કપુરથી લઈને ઋત્વિક રોશન, આલિયા ભટ્ટ અને ઘણા ફિલ્મી કલાકારો એવા છે જેમને બાળ કલાકાર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. આજના સમયમાં આ કલાકારોમાંથી ઘણા સુપરસ્ટાર બનીને ઉભર્યા તો ઘણા બાળપણમાં સારી ફિલ્મો આપ્યા પછી એવા ગાયબ થયા કે આજે એ બસ લોકોની યાદોમાં છે. ચાલો તમને જણાવી દઈએ કે કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ.

આમિર ખાન.

image source

આમિર ખાને કયામત સે કયામત તક, દિલ અને અંદાજ અપના અપના જેવી ઘણી સુપરહિટ ફિલમો આપી. પણ તમને જણાવી દઈએ કે આમિર ખાને પોતાના અભિનય કરિયરની શરૂઆત બાળપણમાં જ કરી દીધી હતી. એ વર્ષ 1973માં આવેલી ફિલ્મ યાદો કી બારાતમાં બાળ કલાકર તરીકે દેખાયા હતા. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને જિનત અમાન લીડ રોલમાં હતા.

ઋત્વિક રોશન.

image source

કહો ના પ્યાર હે, ક્રિશ, બેંગ બેંગ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર બોલિવુડના ગ્રીક ઓફ ગોળ ઋત્વિક રોશન પણ બાળ કલાકાર તરીકે કામ કરી ચુક્યા છે. એમને છ વર્ષની ઉંમરમાં ફિલ્મજગતમાં પગ મૂક્યો હતો. ઋત્વિક રોશન વર્ષ 1980માં આવેલી ફિલ્મ આશામાં દેખાયા હતા. એ પછી વર્ષ 1986માં ઋત્વિકે શ્રીદેવી અને રજનીકાંતની ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઉર્મિલા મારતોડકર.

image source

ઉર્મિલા મારતોડકર જ્યારે પણ ફિલ્મી પડદા પર આવતી હતી તો ફેન્સ પોતાના દિલ પર હાથ મૂકી દેતા હતા. એમને સત્યા, પિંજર અને ભૂત જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે ઊર્મિલાએ ફક્ત ત્રણ વર્ષની નાની ઉંમરમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. એમને બાળપણમાં ઘણી ફિલ્મો કરી. પણ વર્ષ 1983માં આવેલી ફિલ્મ માસૂમને બાળ કલાકાર તરીકે એમની સૌથી યાદગાર ફિલ્મ માનવામાં આવે છે.

આલિયા ભટ્ટ.

image source

આલિયા ભટ્ટે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત સ્ટુડન્ટ ઓફ ધ યરથી કરી હતી અને ખૂબ જ નાની ઉંમરમાં એમને બોલીવુડમાં પોતાના અભિનયના દમ પર એક અલગ ઓળખ બનાવી. આજે આલિયા બોલીવુડની સૌથી વધુ ફી લેતી અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે પણ એ બહુ ઓછા લોકો જાણતા હશે કે આલિયા વર્ષ 1999માં આવેલી ફિલ્મ સંઘર્ષમાં પ્રીતિ ઝીંતાના બાળપણનો રોલ કરી ચુકી છે

ઋષિ કપૂર.

image source

ડિમ્પલ કપાડીયાની ઓપોઝિટ ફિલ્મ બોબીમાં કામ કરીને ઋષિ કપૂરે લાખો લોકોનું દિલ જીત્યું. પણ દિગગજ અભિનેતા ઋષિ કપૂરે પણ પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. એમને પોતાના પિતા રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરમાં વર્ષ 1970માં બાળ કલાકાર તરીકે કામ કર્યું જેના માટે એમને બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ નેશનલ ફિલ્મ એવોર્ડમાં સમ્માનિત પણ કર્યા હતા.

સંજય દત્ત.

image source

સંજય દત્તે યુવાવસ્થામાં પોતાની શરૂઆત ફિલ્મ રોકીથી કરી હતી. પણ એ વાત કદાચ તમે નહિ જાણતા હોવ કે સંજય દત્ત વર્ષ 1971માં આવેલી ફિલ્મ રેશમાં ઓર શેરામાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં એમને કવાલી સિંગરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં એમના પિતા સુનિલ દત્ત અને વહીદા રહેમાન લીડ રોલમાં હતા.

શાહિદ કપૂર..

image source

ચોકલેટી બોયની છબીથી બહાર નીકળીને કબીર સિંહમાં પોતાની અલગ ભૂમિકાથી શાહિદ કપૂરે એ સાબિત કરી દીધું કે એ દરેક પ્રકારના રોલ કરી શકે છે. શાહિદ કપૂરે પણ બાળ કલાકાર તરીકે જ મનોરંજન જગતમાં પગ મૂક્યો હતો. એમને બાળપણમાં એક એડમાં કામ કર્યું હતું જેમાં એમની સાથે આયશા ટાકીયા પણ હતી.