તમે તમારા આંસુને રોકી ન શકો એવો વીડિયો, બહેનનાં લગ્નમાં ભાઈ એવું રડ્યો કે આખું ગામ રડવા લાગ્યું

લગ્નનો દિવસએ દરેક છોકરી અને તેના પરિવારના સભ્યો માટે તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ દિવસ હોય છે. એક તરફ દુલ્હન અને તેના પરિવારના ચહેરા પર ખુશીથી સ્મિત હોય છે, તો બીજી બાજુ એકબીજાથી અલગ થવાનું દુ: ખ પણ હોય છે. આવા જ એક લગ્નનો ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવ્યો છે જેને જોઈને તમારી આંખો પણ પાણી આવી જશે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હન બનેલી બહેનથી અલગ થવાનું દુ: ખ વિદાય સમયે ભાઇના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.

बहन की विदाई पर गले लगकर फूट-फूटकर रोया भाई, लोगों की आंखें भी हुईं नम, बोले- 'बहुत भावुक पल', देखें Video
image source

બહેનની વિદાય પર ભાઈની આંખોમાં આંસુ છે અને તે તેની બહેનને ગળે લગાડીને ખુબ રડી રહ્યો છે. કન્યા અને ત્યાં હાજર લોકો છોકરાને ખુબ સમજાવી છાનો રાખે છે. બહેન અને ભાઈ વચ્ચેનો આ લાગણીભર્યો સંબંધ કોઈના પણ હૃદયને સ્પર્શી જાય તેવો છે. મળતી માહિતી મુજબ આ વીડિયોને ટ્રેંડિંગ વેડિંગ કપ્લ્સ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 1 લાખ 81 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે. આ વીડિયોનાં કેપ્શનમાં લખેલું જોવા મળે છે કે “હૃદયમાં ખુશી છે પરંતુ ચહેરા પર ગમ છવાયેલો છે, બહેનની વિદાય થતાં કઠણ હૃદયવાળા ભાઈ પણ રડી પડે છે.

image source

લોકો વીડિયોના કોમેન્ટ સેશનમાં પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝર્સએ લખ્યું છે કે ખૂબ ભાવનાત્મક ક્ષણ. તો વળી બીજી તરફ ઘણા લોકો હાર્ટ ઇમોજી બનાવીને બહેન-ભાઇને તેમનો પ્રેમ આપી રહ્યા છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં 740 કોમેન્ટ આવી ચૂકી છે. દરેક લગ્ન પ્રસંગમાં આ ભાવુક ક્ષણ જોવા મળતી હોય છે. ભાઈ બહેન બાળપણથી એકબીજાના સારા મિત્ર હોય છે. જો કે તેઓ ઝઘડતાં રહેતાં હોય છે પરંતુ તેમનાં વચ્ચે ખુબ પ્રેમ હોય છે. આ પછી જ્યારે બહેનની વિદાયનો સમય આવે છે ત્યારે સૌથી વધુ એક ભાઈ જ દુઃખી હોય છે જેવું આ વીડિયોમાં પણ જોવા મળ્યું હતું.

image source

બાળપણના સાથી કહેવાતા ભાઈ બહેનનો એક કરુણ કિસ્સો થોડાં દિવસો પહેલાં સામે આવ્યો હતો. મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રામાં રહેતા 9 વર્ષની કિંજલ અને 11 વર્ષનો ઉમંગ નામના બાળકોએ પહેલાં જ મા-બાપની છત્રછાયા ગુમાવી હતી અને દાદા-દાદી સાથે રહેતા હતા. પરંતુ કુદરતને આ ભાઈ-બહેનનો સાથ પણ મંજુર ન હોય તેમ બહેન 9 વર્ષની કિંજલ અને ભાઈ 11 વર્ષના ભાઈને કોઈ ઝેરી જીવ જંતુ કરડી જતા બન્નેને તાતકાલીક સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા બહેન કિંજલનુ મોત નિપજેલ હતુ.

જ્યારે ભાઈ ઉમંગની હાલત નાજુક હોવાનું ડોકરટોએ જણાવ્યુ હતુ. ભાઈ-બહેનમાંથી બહેનનું મર્ત્યુ થયા બાદ ભાઈની હાલત પણ ગંભીર બની હતી.