તારક મહેતા..માં હંમેશા સાડીમાં જોવા મળતા દયાબેન અને માધવી ભીડે રિયલ લાઈફમાં છે એકદમ મોડર્ન, જોઇ લો તસવીરોમાં તમે પણ
ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલટાહ ચશ્માએ તાજેતરમાં ત્રણ હજાર એપિસોડ પૂર્ણ કર્યા. 12 વર્ષથી આ શોને સતત પ્રેક્ષકોનો પ્રેમ મળી રહ્યો છે. સીરિયલમાં દરેક પાત્રની પોતાની ફેન ફોલોવિંગ છે.
પ્રેક્ષકો હંમેશાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા સ્ત્રી પાત્રોને પ્રેમ કરતા રહ્યા છે. દયાબેન, અંજલિ, માધવી, કોમલ, રોશન અને બબીતા જીની જોડી લોકોને ખુબ પસંદ આવી રહી છે. પડદા પર આ પાત્રો ભજવનારી આ અભિનેત્રીઓ રિયલ લાઈફમાં કેવી દેખાય છે તે તેના ચાહકો જરૂર જાણવાની ઈચ્છા રાખે છે. તો ચાલો આજે અમે તમને તારક મહેતાની આ અભિનેત્રીઓ વાસ્તવિક જીવનમાં કેવી લાગે છે તેની તસવીરો બતાવીશું.
દિશા વાકાણી (દયા બેન)
દયાબેનની ભૂમિકા ભજવીને પ્રખ્યાત બનેલી દિશા વાકાણી ઘણા સમયથી આ શોમાં નથી. દિશાએ ગર્ભાવસ્થાને કારણે 2017 માં શો છોડી દીધો હતો. તે પછી અનેક રિપોર્ટ્સ સામે આવ્યા કે તે આ શોમાં પરત ફરવા જઈ રહી છે પરંતુ હજી સુધી તેવું બન્યું નથી. જોકે શોમાં દયાબેનનો ઉલ્લેખ થતો રહે છે. આને કારણે માનવામાં આવી રહ્યું છે કે દિશા આગામી સમયમાં શોમાં વાપસી કરી શકે છે. જો કે તારક મહેતામાં દિશા હંમેશા સાડી પહેરેલી જોવા મળે છે પરંતુ તેના ચાહકોએ તેને મોડર્ન લુકમાં બહુ ઓછા જોયા હશે.
સુનૈના ફોજદાર (અંજલિ મહેતા)
સિરિયલમાં સુનૈના ફોજદાર શ્રીમતી તારક મહેતા એટલે કે અંજલિ મહેતાની ભૂમિકા નિભાવી રહી છે. અગાઉ આ પાત્ર નેહા મહેતા કરકી રહી હતી. પરંતુ લોકડાઉન થયા બાદ તેણે શૂટિંગ શરૂ કર્યું ન હતું. મોટા ભાગે આ શોમાં હંમેશાં સલવાર સૂટ પહેરેલી જોવા મળતી સુનૈના ફોજદાર અંગત જીવનમાં ખૂબ જ મોર્ડન છે. તેમની આ તસવીરો જોઈને તમે વિશ્વાસ નહિ કરો.
મુનમુન દત્તા (બબીતા જી)
મુનમુન દત્તા ઉર્ફે બબીતા જી સ્ક્રીન પર પણ ગ્લેમરસ લુકમાં જોવા મળે છે અને તેનો બોલ્ડ લૂક રીઅલ લાઈફમાં પણ જોવા મળી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી મુનમુન દત્તાની તલવીરો જોઈને કહી શકાય કે તે પરફેક્ટ ફેશનિસ્ટા છે. આનું એક કારણ એ પણ છે કે તેણે તેની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી.
અંબિકા રંજનકર (કોમલ હાથી)
આ શોમાં અંબિકા રંજનકર કોમલ હાથીની ભૂમિકા ભજવી રહી છે. તેમના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. અંબિકા તેના પાત્રમાં પરફેક્ટ લાગે છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર તેમા મોડર્ન લૂકની અનેક તસવીરો તમને જોવા મળશે.
જેનિફર મિસ્ત્રી (રોશન)
શ્રીમતી સોઢી ઉર્ફે રોશનનું પાત્ર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી નિભાવી રહી છે. જેનિફરો આ ગ્લેમરસ અંદાજ શોમાં તો જોવા નથી મળતો પરંતુ તે તેના ઇન્સ્ટાગ્રામ પર આવી તસવીરો શેર કરતી રહે છે.
સોનલિકા જોશી (માધવી ભીડે)
અભિનેત્રી સોનાલિકા જોશી તારક મહેતામાં માધવી ભીડેની ભૂમિકા નિભાવી રહી છે. સોનલિકા હંમેશાં સિરિયલમાં સાડી પહેરેલી જોવા મળે છે. જો કે તે વાસ્તવિક જીવનમાં ખૂબ સ્ટાઇલિશ છે. અને તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી ચુકી છે.અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત