લોહીથી લથપથ હાલતમાં મળેલી અભિનેત્રીના પેટમાંથી આટલા લીટર તો દારૂ મળ્યો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈ હચમચી જશો!

2020ના વર્ષમાં બોલિવૂડના કેટલીય હસતીઓએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. જેમાં સુશાંતથી લઈને મોટા મોટા દિગગ્જ અભિનેતાના નામ પણ શામેલ છે. કોઈના બિમાર બાદ મોત થયાં તો કોઈએ આત્મહત્યા કરી લીધી છે. કોઈના મોતનું કારણ સામે આવી ગયું કો કોઈના મોત પર હજુ રહસ્યો ઘેરાયેલા છે. ત્યારે વિદ્યા બાલનની બોલિવૂડ ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’માં નજરે પડેલી અભિનેત્રી આર્યા બેનર્જીનું નિધન થઈ ગયું હતું. આર્યા તેમના કોલકાતામાં આવેલ ઘરેથી શુક્રવારે મૃત હાલતમાં મળી આવી હતી. અભિનેત્રી પોતાના ઘરમાં એકલી રહેતી હતી. તેમની કામવાળી જ્યારે શુક્રવારે સવારે તેમના ઘરે ગઈ ત્યારે અભિનેત્રીએ દરવાજો ન ખોલતા પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો તોડીને અંદર ગયા તો અભિનેત્રી મૃત હાલતમાં મળી આવી હતી.

image source

ત્યારે હવે આ અભિનેત્રી આર્યા બેનર્જીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. પોલીસે આ રિપોર્ટ બાદ કોઈ પણ પ્રકારનું ષડયંત્ર હોવાની વાતનો ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે રિપોર્ટમાં આર્યાએ બહુ જ બધો દારૂ પીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આર્યાના પેટમાંથી અંદાજે 2 લીટર દારૂ મળ્યો હતો. આ ઉપરાંત આર્યાને લિવર સિરોસિસ પણ હોવાનું કહેવામાં આવ્યું છે. જો મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો કોલકાતા પોલીસના સીનિયર અધિકારીના મતે, જાણીતા સિતાર વાદક નિખિલ બંદોપાધ્યાયની દીકરી આર્યાની ડેડબોડી શુક્રવાર (11 ડિસેમ્બર)ના રોજ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.

image source

હવે વાત કરીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટની તો આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આર્યા ઊંધે માથે જમીન પર પડી ગઈ હોવાથી તેને વાગ્યું હશે. આ કારણે તેની ડેડબોડી પાસેથી લોહી મળી આવ્યું હતું. પડતાં સમયે આર્યાને ચહેરો જમીનને અથડાયો હશે અને તેને ઈજા થઈ હશે. આ કારણે લોહી નીકળ્યું હશે આવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

image source

પોલીસને આર્યાના ઘરેથી દારૂની અનેક બોટલ તથા લોહીવાળા ટિશ્યૂ પેપર પણ મળ્યાં હતાં અને હાલમાં આ બધી જ વસ્તુ જમા કરી દેવામાં આવી છે. જો પ્રારંભિક તપાસની વાત કરીએ તો તપાસમાં એ વાત સામે આવી છે કે 33 વર્ષીય આર્યાને હૃદય ઉપરાંત અન્ય ઘણી બીમારીઓ હતી. 11 ડિસેમ્બર, શુક્રવારના રોજ તેની મેડે સવારે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈ જવાબ ના મળતા તેણે આસપાસના લોકોને આ અંગે વાત કરી હતી. ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી હતી.

image source

કોઈ જ જવાબ ન આવતા અને અંદર પણ કોઈ હચલચ ન હોવાના કારણે પોલીસે દરવાજો તોડ્યો તો આર્યાની લાશ મળી હતી. ત્યાનાં મેડનું કહેવું છે કે આર્યા એકલી જ રહેતી હતી અને આસપાસના લોકો સાથે વાત કરતી નહોતી. આર્યા મોટાભાગે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી હતી. આથી પોલીસ હવે તેના ઘરે ફૂડ ડિલિવરી આપનાર, તેની સાથે વાત કરનાર તથા છેલ્લાં કેટલાંક દિવસોથી તેને જે પણ વ્યક્તિ મળે તેની પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે પોલીસને આર્યા બેનર્જીના ઘરમાંથી કેટલીક દારૂની બોટલ અને લોહી લાગેલા ટિશ્યુ પેપર મળી આવ્યા હતા.

image source

33 વર્ષની આર્યાની ઓટોપ્સી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તે બિમાર હતી અને કાર્ડિયાક પ્રોબ્લેમ અ નેફ્રોટિક સિંડ્રોમની બિમારી હતી. આર્યા બેનર્જી તેમની ફિલ્મ ડર્ટી પિક્ચર અને લવ સેક્સ ઔર ધોખામાં કામ કરવાને લઈને જાણીતી છે. તે જાણીતા બંગાળી સિતારવાદક નિખાલ બંદોપાધ્યાયની દિકરી હતી. આર્યાનું સાચું નામ દેવદત્તા બેનર્જી હતું. આર્યાએ વિદ્યા બાલનની ફિલ્મ ડર્ટી પિક્ચરમાં એક નાનો એવો પણ મહત્વનો રોલ નિભાવ્યો હતો. તે એક ગીતમાં વિદ્યા સાથે ટક્કર લેતી દેખાય છે. તેણે ડર્ટી પિક્ચરમાં ‘હનીમૂન કી રાત’ ગીત પર ડાંસ કર્યો હતો. આ ફિલ્મમાં આર્યાએ શકીલ નામનું પાત્ર ભજવ્યુ હતું. તો વળી તેને ‘લવ સેક્સ ઓર ધોખા’ માં પણ તેણે કામ કર્યુ હતું. આર્યા બંગાળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત