આ શખ્સએ તો ભારે કરી, કહ્યું-બંગલા અને ગાડી લેવા માટે બનવું છે ધારાસભ્ય, વિકાસના પૈસા લૂંટીને થવું પૈસાદાર

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર એવો પણ છે જે વિકાસના પૈસા લૂંટવા માટે ધારાસભ્ય બનવા માંગે છે. આવા એક ઉમેદવારે શેખપુરાના બરબીઘા વિધાનસભા મત વિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે.

image source

ગરીબી સાથે સંઘર્ષ કરતા આ ઉમેદવારનું સપનું ધારાસભ્ય બનીને અબજોપતિ બનવાનું છે. આ વાત સાંભળીને બધા ચોંકી ગયા છે કે આવું કોણ કહેતું હશે. ત્યારે આવો જાણીએ કોણ છે આ મહાશય.

10 હજાર રૂપિયા પણ નથી

image source

આ કહાની છે બરબીઘા મત વિસ્તારના અપક્ષ ઉમેદવાર રાજેન્દ્ર પ્રસાદની. ગરીબી સાથે સંઘર્ષ કરી રહેલા રાજેન્દ્ર પ્રસાદ સાયકલ પર ફરે છે અને બધા સાથે વાતો કરે છે. ઉમેદવારી ફોર્મ ખરીદવા માટે 10 હજાર રૂપિયાની જરૂર હતી. પોતાની પાસે તો પૈસા હોવાનો કોઈ સવાલ જ નહોતો. તેથી લોકો પાસેથી દાન માંગ્યું. દાન માંગીને 10 હજાર રૂપિયા ભેગા કર્યા અને ઉમેદવાર બની ગયાં.

નેતા બનીએ તો આપોઆપ ગાડી અને કાર આવે

image source

બરબીઘાથી ઉમેદવારી નોંધાવ્યા બાદ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે તેઓ શરૂઆતથી જોઈ રહ્યા છે કે જે પણ નેતા ધારાસભ્ય બને છે તેનું ભાગ્ય બદલાય છે. જો પગપાળા ચાલનારો કોઈ માણસ લીડર ધારાસભ્ય બને છે, તો પછી તે આપોઆપ ગાડી અને બંગલા વાળો બની જાય છે અને મોટા મોટા વાહનો આપમેળે આવે છે. રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે તે ગરીબ પરિવારમાં જન્મેલા હોવાને કારણે તેઓ નાનપણથી જ ધનિક બનવાની લાલચમાં હતા. જો બીજો કોઈ રસ્તો ન મળ્યો તેથી હવે તે ધારાસભ્ય બનીને ધનાઢ્ય થવાનું વિચારી રહ્યા છે અને તેથી જ નેતા બનવાનું નક્કી કર્યું છે.

વિકાસના પૈસાથી બનશે ધનિક

image source

નામાંકન બાદ પત્રકારોએ પૂછ્યું કે ધારાસભ્ય બનીને ધનિક કેવી રીતે બનશો. રાજેન્દ્ર પ્રસાદે ખૂબ જ સરળ જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે તેઓ ધારાસભ્ય બની વિકાસના પૈસા પડાવી લેશે. બધા કામ કમિશનના આધારે થશે. તો પછી પૈસાની અછત રહેશે નહીં. પૈસા તો જાતે જ આવશે.

બળાત્કારનો કેસ ચાલી રહ્યો છે

image source

જોકે રાજેન્દ્ર પ્રસાદ પહેલાથી જ કોઈ ગંભીર કેસમાં આરોપી છે. તેમના પર બળાત્કારનો કેસ નોંધ્યો છે. આ કેસમાં તેણે 6 મહિના જેલમાં પણ વિતાવ્યા છે. અત્યારે બેલ પર તેઓ જેલની બહાર છે. રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે ગામના જ એક વ્યક્તિ સાથે જમીનનો વિવાદ થયો હતો. તેથી તેણે મને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દીધો છે. આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેમાં તેઓ નિર્દોષ સાબિત થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત