શુ તમે પણ ટોયલેટમાં બેસીને ચલાવો છો મોબાઈલ, થઈ શકે છે આ જીવલેણ બીમારીના શિકાર

મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. કેટલાક લોકો એવા હોય છે જે એક મિનિટ માટે પણ પોતાના મોબાઈલથી દૂર રહેવું પસંદ નથી કરતા. જો તેમની પાસે મોબાઈલ ન હોય તો તેઓ બેચેની થવા લાગે છે. કેટલાક લોકોને એવી પણ આદત હોય છે કે તેઓ ટોયલેટમાં બેસીને ફોનનો ઉપયોગ કરે છે, પરંતુ આ આદત ઘણી ખતરનાક છે. આ તમને ખૂબ બીમાર કરી શકે છે. જો તમે ટોઈલેટમાં મોબાઈલ સાથે લઈ જાઓ છો, તો તમે જીવલેણ બીમારીનો શિકાર બની શકો છો. તમે અને તમારું આખું કુટુંબ ખતરનાક બેક્ટેરિયાની ઝપેટમાં આવી શકો છો

image soucre

તમને જણાવી દઈએ કે ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ કરવાથી તમને પાઈલ્સ ની સમસ્યા થઈ શકે છે. જો કે, હવે વૃદ્ધોની સાથે-સાથે યુવાનોમાં પણ પાઇલ્સની સમસ્યા સામાન્ય બની ગઇ છે. પાઈલ્સને હરસ પણ કહેવાય છે. વાસ્તવમાં આવું એટલા માટે થાય છે કારણ કે જ્યારે તમે ટોયલેટમાં મોબાઈલ લઈ જાઓ છો, ત્યારે તમે કોમોડ પર લાંબો સમય બેસો છો અને તમને સમયની પણ ખબર નથી હોતી કારણ કે તમે મોબાઈલ ઓપરેટ કરવામાં મસ્ત હોવ છો.

પાઈલ્સનું કારણ શું છે?

image soucre

વાત જાણે એમ છે કે કેટલાક લોકો ટોયલેટમાં કોમોડ પર બેસીને મોબાઈલમાં સમાચાર વાંચે છે. સોશિયલ મીડિયા સાઇટ્સ ચલાવે છે, વીડિયો જુએ છે અને ચેટિંગ કરે છે. શૌચાલયમાં કમોડ પર લાંબો સમય બેસી રહેવાથી લોઅર રેકટમ અને એનસના નીચેના ભાગના સ્નાયુઓ પર દબાણ વધે છે, જેનાથી પાઈલ્સ થવાનું જોખમ રહે છે

ફોન પર ચોંટી જાય છે જીવલેણ બેક્ટેરિયા

image soucre

આ સિવાય શૌચાલયમાં મોબાઈલ લઈ જવાથી તમે બેક્ટેરિયાનો શિકાર પણ બની શકો છો. ટોયલેટમાં રહેલા બેક્ટેરિયા તમારા મોબાઈલમાં ચોંટી જાય છે. જ્યારે તમે શૌચાલયમાંથી બહાર આવો છો ત્યારે તમે તમારા હાથ ધોઈ લો છો પરંતુ મોબાઈલમાં ચોંટેલા બેક્ટેરિયા તમારા હાથ પર પાછા આવી જાય છે. આ બેક્ટેરિયાના કારણે તમને ઈન્ફેક્શન પણ થઈ શકે છે

image source

આ બધા સિવાય ટોયલેટમાં ફોન ન લેવો એ તમારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. વાત જાણે એમ છે કે આમ તો તમે હંમેશા ફોનમાં વ્યસ્ત હોવ છો, પરંતુ ફોનને ટોઇલેટમાં ન લેવાથી તમારા મનને આરામ મળે છે. તેનાથી તમારા શરીરનો માનસિક તણાવ ઓછો થાય છે અને તમે ટોયલેટમાં ઘણું વિચારી શકો છો. ટેક્નોલોજીથી બ્રેક લેવા માટે ટોઇલેટ એક સારી જગ્યા છે, તેથી ટોઇલેટમાં ફોનનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો.