ઉમિયાધામ, સરદારધામના ટ્રસ્ટી છે નવા મુખ્યમંત્રી, જાણો તેમના અભ્યાસ અને શોખ વિશે

વિજય રૂપાણીના મુખ્યમંત્રીના રાજીનામાં બાદ આજે નવા મુખ્યમંત્રીને લઈને નિર્ણય લેવાઈ ચુક્યો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ બન્યા છે. આજે સવારે એક પછી એક બેઠકોનો દોર ચાલ્યો હતો અને જે નામોની ચર્ચા હતી તેનાથી તદ્દન અલગ નામ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા.

image soucre

અનેક બેઠકો બાદ આખરે સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે પણ ભાજપે ગુજરાતની જનતાને સરપ્રાઈઝ આપી દીધી છે. કારણ કે જેમનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર થયું છે તેઓ છેક સુધી ચર્ચામાં જ ન હતા. નવાઈની વાત તો એ છે આજે સવારે જ્યારે કમલમાં બેઠક ચાલી રહી હતી ત્યારે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તો તેમના મતવિસ્તાર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર હતા. સવારે વૃક્ષારોપણ કરનાર ભુપેન્દ્ર પટેલનું નામ સાંજે ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે જાહેર કરાયું છે.

image socure

અમદાવાદના ભુપેન્દ્ર પટેલ જે હવે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે તેમનો જન્મ 15 જૂલાઈ 1962માં થયો હતો. તેમણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ પ્રથમવાર 2017માં ઘાટલોડીયા બેઠક પરથી જંગી બહુમતી સાથે ચૂંટાયા હતા. જોગાનુજોગ ગત વર્ષે ચુંટણીમાં ઊભા રહ્યા બાદ તેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને હવે રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદ સંભાળશે.

image soucre

રાજનીતી સિવાય તેમનો કંસ્ટ્રકશનનો વ્યવસાય પણ છે. તેઓ અનેકવિધ સામાજીક પ્રવૃતિમાં પણ ભાગ બને છે અને પાટીદાર સમાજની સંસ્થાઓ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વ ઉમિયાધામના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના ભુપેન્દ્ર પટેલ ટ્રસ્ટી પણ છે. તાજેતરમાં જ જેનું લોકાર્પણ પીએમ મોદીના હાથે થયું તે સરદારધામના ટ્રસ્ટના પણ તેઓ ટ્રસ્ટી છે. તેઓ ઉમિયા માતાજી સંસ્થાના એક્ટિવ મેમ્બર છે.

image socure

આટલા કાર્યોમાં પ્રવૃત્ત રહેનારા ભુપેન્દ્ર પટેલને રમતગમતનો શોખ પણ છે. તેઓ ક્રિકેટ અને બેડમિન્ટન ખૂબ પસંદ કરે છે. તેઓ ઘણી આધ્યાત્મિક પ્રવૃતિ સાથે પણ સંકળાયેલા છે.