ઉંદરના ત્રાસથી કંટાળી ચૂક્યા છો તો કરો આ 5 અસરકારક ઉપાયો

સામાન્ય રીતે બધાના ઘરમાં ઉંદરો આવ જા કરતા હોય છે. ખાસ કરીને રસોડામાં અને અન્ય એવી જગ્યાઓએ જ્યાં ખાવાપીવાની ચીજવસ્તુઓ પડી હોય ત્યાં ઉંદરો વધુ જોવા મળે છે. ઉંદરો જેટલું ખાય એના કરતાં વધુ નુકશાન પહોંચાડતા હોય છે અને ઉંદરો ફક્ત ખાવાપીવાની ચીજવસ્તુઓ જ નહીં પણ અન્ય નરમ ચીજવસ્તુઓને પણ કાતરી કાતરીને નુકશાન પહોંચાડે છે.

ખાસ કરીને જ્યારે આ ઉંદરો આપણા કામની ચીજવસ્તુઓ જેવી કે કપડાં વગેરેને કાતરીને નુકશાન કરે ત્યારે અફસોસ થવાની સાથે સાથે ઉંદરો પણ ગુસ્સો પણ આવે છે. ઘણા ખરા લોકો ઉંદરો પકડવા માટે પીંજરા મૂકે છે જેથી તેને પકડીને અન્ય જગ્યાઓએ મૂકી તેનાથી છુટકારો મેળવી શકાય. ત્યારે ઉંદર2ને ઘરમાંથી ભગાવવા માટે અમુક ઘરેલુ નુસખાઓ વિશે જાણીએ.

image source

1 ) ઘરમાંથી ઉંદર ભગાવવા લાલ મરચું

ઘરમાંથી ઉંદર ભગાવવા માટે (Remedies To Get Rid Of Rats) લાલ મરચું કારગર છે. કારણ કે લાલ મરચાથી ઉંદરને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઘરમાંથી ઉંદરને બહાર કાઢવા માટે તમે ઘરમાં જે જગ્યાએ ઉંદરો દોડાદોડ કરતા હોય ત્યાં ત્યાં લાલ મરચું નાખી દો, તેનાથી ઉંદરો ઘરમાંથી અન્ય જગ્યાઓએ ચાલ્યા જશે.

image source

2). તમાલપત્રની સુગંધને કારણે પણ ભાગી જાય છે ઉંદરો

ખાવાનું બનાવતા સમયે મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા તમાલપત્ર પણ બહુ કામની ચીજ છે. તમાલપત્રની મદદથી પણ ઘરમાં રહેલા ઉંદરો ભાગી જાય છે. અસલમાં તમાલપત્રની સુગંધ બહુ તીવ્ર હોય છે અને ઉંદરોને આ સુગંધ માફક નથી આવતી. એટલા માટે ઉંદરોને ઘરમાંથી બહાર કાઢવા માટે જે જગ્યાએ ઉંદરો દોડાદોડ કરતા હોય ત્યાં ત્યાં તમાલપત્ર મૂકી દો.

3). ઉંદરોને ઘરમાંથી ભગાવવા માટે ફુદીનાના તેલનો ઉપયોગ

image source

ઉંદરોને ઘરમાંથી બહાર કાઢવા અને તેનાથી છુટકારો મેળવવા માટે ફુદીનાના તેલનો ઉપયોગ કરી શકાય છે. ઉંદરોને ઘરમાંથી બહાર કાઢવા તમે ફુદીનાના તેલને રૂ ના પુમળામાં પલાળી તેને જે જગ્યાએ ઉંદરો દોડાદોડ કરતા હોય ત્યાં ત્યાં લગાવી દેવાથી ઉંદરો ધીમે ધીમે દેખાતા બંધ થઈ જશે.

4). ઉંદર ભગાવવા માટે નેચરલ રીત

કદાચ તમને ખબર નહિ હોય પણ ડુંગળી પણ ઘરમાંથી ઉંદરોને ભગાવવા માટે એક નેચરલ રીત છે. અસલમાં ઉંદરોને ડુંગળીની વાસ પસંદ નથી આવતી અને તે આ વાસથી દુર ભાગે છે. આ માટે તમે જે જગ્યાએ ઉંદરો દોડાદોડ કરતા હોય ત્યાં ત્યાં ડુંગળીના ટુકડાઓ કરીને મૂકી શકો છો.

image source

5). વાળની મદદથી ભગાવો ઉંદર

તમને જાણીએ કદાચ અત્યંત નવાઈ લાગશે પણ હકીકત એ છે કે ઉંદરોને માણસના વાળ દેખાતા નથી. તમારા વાળની ગૂંચ કે વાળ જ્યાં ઉંદરોનું દર હોય ત્યાં મૂકી દો. આ ઉપાય ઉંદર ભગાવવા માટે એક સરળ ઉપાય છે.