આ રીતે 4 વર્ષમાં 110 કિલો વજન ઘટાડ્યુ આ બાળકે, જાણો તમે પણ આ ટિપ્સ…

આજની આ ભાગદોડ ભરેલી જીંદગીમાં જાડાપણાનો શિકાર હવે ના ફક્ત મોટી વ્યક્તિઓ કે પછી ગર્ભાવસ્થા પછી મહિલાઓને પરંતુ નાના બાળકોને પણ હવે જાડાપણાનો શિકાર થવા લાગ્યા છે.

આજે અમે આપને એક એવા બાળક વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની ચર્ચા આખા દેશમાં થવા લાગી છે. આ બાળક વિષે આખા દેશમાં ચર્ચા થવાનું કારણ બીજું કોઈ કારણ નહી પણ તેનું જાડાપણું છે. આ બાળકનું નામ છે આર્યા. આર્યાના નામે ફક્ત દસ વર્ષની ઉમરમાં જ વિશ્વના સૌથી વધુ વજન ધરાવતા બાળક તરીકે પ્રસિદ્ધિ મળી હતી.

image source

આર્યાને વિશ્વના સૌથી વધુ વજન ધરાવતા બાળક તરીકે પ્રસિદ્ધ થઈ ગયા પછીથી જ તેણે પોતાનું વજન ઘટાડવાનું નક્કી કરી લે છે. આપને જાણીને નવાઈ લાગશે કે, એક દસ વર્ષના બાળકે ફક્ત ચાર વર્ષમાં જ પોતાનું ૧૧૦ કિલો જેટલું વજન ઘટાડી લીધું છે.

આર્યા પરમાના આ બાળકનું પૂરું નામ છે. આર્યા પરમાના ઇન્ડોનેશિયામાં રહે છે. જયારે આર્યા ફક્ત દસ વર્ષની ઉમરનો હતો ત્યારે તેનું વજન અંદાજીત ૧૯૩ કિલોગ્રામ જેટલું હતું

image source

જયારે હવે આર્યાએ ચાર વર્ષની સખ્ત મહેનતના પરિણામે આર્યાએ અંદાજીત ૧૧૦ કિલોગ્રામ જેટલું વજન ઘટાડી દીધું છે અને હવે તે પહેલા કરતા ઘણો પાતળો અને ફિટ જોવા મળે છે. આર્યા પરમાના હાલના ફોટોસ જોઇને કોઈ કહી શકે નહી કે આ એ જ બાળક છે જે પહેલા ઘણું વધારે વજન ધરાવતો હતો. પણ વાસ્તવિકતા આ જ છે.

એક ફેમસ ન્યુઝ પેપરના રીપોર્ટ મુજબ એડે રાય નામના એક ફીજીકલ ટ્રેનર દ્વારા આર્યા પરમાનાના સ્લિમ થઈ ગયા હોવાના વિડીયો અને ફોટોસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા છે. આર્યાના ફોટોસ અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યા પછી ઘણા બધા સોશિયલ મીડિયા યુઝર્સએ તેને જોયા છે અને આર્યાના પોતાના વજન ઘટાડવા માટે કરેલ સાહસની પણ પ્રસંશા કરવામાં આવી રહી છે.

image source

આર્યા પરમાનાએ પોતાનું વજન ઘટાડવાની શરુઆત ફક્ત દસ વર્ષની ઉમરમાં જ વર્ષ ૨૦૧૬માં કરી દીધી હતી. આર્યાના માતા પિતા પોતાના બાળકના વધતા જતા વજનના લીધે ખુબ ચિંતા કરી રહ્યા હતા અને તેવા સમયે જ આર્યા પોતાનું ખુબ જ વધી ગયેલ વજનને ઘટાડવાનું નક્કી કરી લે છે. અને ત્યાર પછી આર્યા નિયમિતપણે એકસરસાઈઝ અને ડાયટની મદદથી પોતાનું વજન ઘટાડવામાં સફળ થાય છે.

જયારે આર્યા પોતાનું વજન ઘટાડવાનું નક્કી કરે છે ત્યારે તે એડે રાય કે જેઓ એક ફીજીકલ ટ્રેનર છે. આર્યાએ પોતાનું વજન ઘટાડવા માટે એડે રાયના માર્ગદશન મેળવીને તેનું અનુસરણ કરતા પોતાને કરવાની એકસરસાઈઝ અને ડાયટનું અનુસરણ કરે છે.

image source

જો કે, આર્યા માટે આ સમય ખુબ જ તકલીફથી ભરેલો રહ્યો પણ ચાર વર્ષના સખ્ત પરિશ્રમ પછી આર્યાએ પોતાનું વજન ૧૯૩ કિલોગ્રામ હતું તેને ઘટાડીને અંદાજીત ૮૩ કિલોગ્રામ જેટલું કરી દીધું છે એટલે કે આર્યાએ ચાર વર્ષ દરમિયાન ૧૧૦ કિલોગ્રામ જેટલું વજન ઘટાડવામાં સફળતા મેળવી છે.

જો કે, આર્યાએ ચાર વર્ષ સુધી મહેનત કરીને પોતાનું વજન ૧૧૦ કિલો જેટલું ઘટાડી દીધું છે અને એના માટે જરૂરી એકસરસાઈઝ અને ડાયટ કરવાની સાથે જ ઘણી સર્જરી પણ કરાવવી પડી હતી. તેમ છતાં પણ હજી આર્યાના શરીર પણ ઘટી ગયેલ વજનના લીધે શરીર પણ જે વધારાની ચરબીવાળી જે ચામડી રહી ગઈ છે તેની પણ સર્જરી થવાની હજી બાકી છે.

image source

જો કે, આર્યાના માતા પિતા પોતાના બાળકનું વજન ઘટી જવાના લીધે ઘણા ખુશ છે અને તેઓ આર્યાના ટ્રેનર એડે રાયને આભાર વ્યક્ત કરતા તેમની ખુબ પ્રસંશા કરી છે. આર્યાની હજી પણ બે સર્જરી થવાની બાકી છે જયારે આર્યાની આ બે સર્જરી થઈ જશે ત્યાર પછી આર્યા સામાન્ય વ્યક્તિની જેમ દેખાવ મેળવી લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત