અજબ દુનિયાનો ગજબ કિસ્સો, બે જુડવા બહેનો સાથે જ જમે, સુવે અને ન્હાય, BF પણ બન્ને વચ્ચે એક જ રાખ્યો

જુડવા બાળકોનાં જન્મની વાતો અવારનવાર આપણે સંભળાવા મળતી હોય છે જેમાં તમે જુડવા ભાઈ-બહેનની વાતો સાંભળી હશે. આવા કિસ્સામાં જોવા મળતું હોય છે કે જુડવા બંને બાળકોમાં શારીરિક અને માનસિક રીતે પણ ઘણી સમાનતા હોય છે. તેમનાં વિશેની ઘણી વાતો એવી હોય છે જે ખૂબ જાણીને આપણે આશ્ચર્યચકિત થાય છે. અહીં આવી જ બે જુડવા બહેન વિશે વાત કરવામાં આવી રહી છે.

આ જુડવા બે બહેનોની એવી વાતો જાણવાં મળી રહી છે કે જે તમે આ અગાઉ કોઈ આવા કિસ્સામાં પણ નહીં જોયું હોય કે સાંભળ્યું હોય. જાણવા મળી રહ્યું છે કે આ બંને બહેનોની આવી ઇચ્છાઓ છે કે તે બંને એકસાથે જ પ્રેગ્નેટ થવા માંગે છે. આ વાત બહાર આવતાં બધાં આવું સાંભળીને સ્તબ્ધ રહી ગયાં હતાં. આ બંને વિશે મળતી માહિતી મુજબ આ બહેનો માત્ર સાથે જ ખાઈ અને સુવે છે એટલું જ નહીં. તેઓ બાથરૂમમાં પણ સાથે જાય છે અને સાથે ગર્ભવતી થવાની ઇચ્છા રાખે છે.

આ જુડવા બહેન વિશે વિગતે વાત કરીએ તેઓ હાલ ઓસ્ટ્રેલિયામાં રહે છે. આ જુડવા બહેનો નામ આના અને લ્યુસી ડેસિંક છે. આ બંને હવે એટલી મોટી થઈ ગઈ છે કે પોતાનાં જીવનના નિર્ણયો પોતાની જાતે લઈ શકે છે અને જેથી તેમણે બંનેએ સાથે પ્રેગનેટ થવાનો નિર્ણય સમજીને લીધો છે. આ બંને સાથે જ બધાં કામો આજ સુધી કરતી આવી છે અને ભવિષ્યમાં પણ સાથે રહેવા માંગે છે. આ બંને જુડવા બહેનો એક સાથે ખોરાક લે છે, સાથે સૂઈ જાય છે, સાથે બાથરૂમમાં જાય છે, સાથે નહાવા પણ જાય છે અને તેમનો બોયફ્રેન્ડ પણ એક છે.

હવે ભવિષ્ય માટે બંનેની ઈચ્છા એવી છે કે બંને બહેનો સાથે મળીને બધું કરવા માંગે છે જેમાં બંનેને કોઈ પણ વાંધો નથી. એક ઇન્ટરવ્યુ દરમિયાન આ જુડવા બહેનોએ કહ્યું હતું કે અમે બધું મળીને કરવા માંગીએ છીએ. અમે બંને એક સાથે એક જ વ્યક્તિના પ્રેમમાં પડ્યાં છીએ અને અમે બંને તેની સાથે લગ્ન કરવા માગીએ છીએ. જ્યારે આ વાત લોકોને ખબર પાડી હતી ત્યારે બધાને આ વાત ઘણી વિચિત્ર લાગી હતી.

image source

આ બંનેએ આગળ કહ્યું છે કે તે નાનપણથી એકસરખા રંગનાં કપડાં પહેરે છે અને કપડાંની ડીઝાઈન પણ એકસરખી જ પસંદ કરે છે. તેઓ અત્યાર સુધી સાથે જ નાહવા જઈ રહી છે અને એક જ બેડ પર સાથે સુવે છે. મળતી માહિતી મુજબ વર્ષ 2012માં બંને એક જ વ્યક્તિના પ્રેમમાં પડી છે. આ છોકરાનું નામ બેન છે અને તે એક મિકેનિક છે. જ્યારે બંને બહેનોએ તેને જોયો ત્યારે તેઓ એક સાથે તેની તરફ આકર્ષાયા હતા. પરંતુ હવે આ બંને બહેનોની સામે સમસ્યા ઉભી થઈ છે.

image source

કાયદો આ બંને બહેનોને એક જ વ્યક્તિ સાથે લગ્ન કરવાની મંજૂરી આપતો નથી. જ્યારે આ બંને બહેનો બેન સાથે જ લગ્ન કરવાં માંગે છે. ત્યાંના નિયમો મુજબ એક્ટ 1961 હેઠળ ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ પુરુષ એક સાથે બે લગ્ન કરી શકતા નથી. જાણવા મળી રહ્યું છે મે હવે આ ત્રણેય લાંબા સમયથી આ માટે સંઘર્ષ કરી રહ્યા છે.

image source

જ્યારે આ મામલે કઈ સમાધાન ન મળ્યું ત્યારે બંને બહેનોએ બેનને સ્પષ્ટ કહી દીધું છે કે જો તે બંને સાથે લગ્ન કરે તો જ થઈ શકશે બાકી કોઈ એક તારી સાથે લગ્ન કરી શકીશું નહીં. તેમણે બેનને એ પણ કહ્યું કે લગ્ન બાદ પણ અમે બંને એકસાથે જ પ્રેગનેટ થવાની પણ ઈચ્છા રાખીએ છીએ. આ વાતોથી બેનને કઈ સમસ્યા નથી પરંતુ હવે કાયદાઓ મુજબ બેન આ બંને બહેનો સાથે લગ્ન કરી શક્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!