Zoom દ્વારા યુઝર્સ માટે શરૂ કરવામાં આવ્યું આ નવું ફીચર, જાણો વિસ્તૃત વિગત

Zoom એ એક નવું ફીચર્સ રજૂ કર્યું છે. આ ફિચરનું નામ ફોક્સ મોડ છે. આ ફિચરને એટલા માટે રજૂ કરવામાં આવ્યું છે કે જેથી ઓનલાઇન કલાસ દરમિયાન વિદ્યાર્થીઓનું ધ્યાન આજુબાજુ ન ભટકે અને તેઓ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી શકે. આ ફીચર દ્વારા ટીચર્સ વિદ્યાર્થીઓના વિડીયો અને સ્ક્રીન શેયર્સ હાઇડ કરી શકે છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ એ નહિ જોઇ શકે કે તેના અન્ય વિદ્યાર્થી મિત્રો શું કરી રહ્યા છે. જ્યારે ટીચર્સ બધા વિદ્યાર્થીઓ અને તેના સ્ક્રીન શેયર્સને જોવાનું ચાલુ રાખી શકશે.

image soucre

Zoom ના ફોક્સ મોડ દ્વારા હોસ્ટને એ પણ સરળતા રહેશે કે તેઓ જ્યારે ઈચ્છે ત્યારે પાર્ટીસીપેન્ટસને અન્યોને વિઝીબલ કરી શકશે. એટલે કે કોઈ વર્ચ્યુઅલ કલાસના કેસમાં વાત કરે તો ટીચર્સ પાસે એ અધિકાર રહેશે કે કોઈ કલાસને વચ્ચે જ ફોક્સ મોડને ઓફ કરી દે. જેથી કોઈ ટોપિક પર વિદ્યાર્થીઓ ચર્ચા કરી શકે.

image soucre

કોઈ ઝૂમ વર્ચ્યુઅલ કલાસ દરમિયાન ફોક્સ મોડ ઓન થયા બાદ વિદ્યાર્થી પોતાના અન્ય કલાસમેટને નહિ જોઈ શકે. જો કે એનો અર્થ એ નથી કે વિદ્યાર્થીઓને ફક્ત ટીચર જ દેખાશે. વિદ્યાર્થીઓ એ જ કલાસ એટેન્ડ કરનારા અન્ય વિદ્યાર્થી મિત્રોના નામ, ઇમોજી રિએક્શન અને પોતાનો ખુદનો વિડીયો પણ જોઈ શકશે. સાથે જ અનમયૂટ કરવાથી વિદ્યાર્થીઓ બીજાઓને સાંભળી પણ શકશે.

image soucre

એવું લાગી રહ્યું છે કે Zoom આ નવા ફોક્સ મોડ ફીચર દ્વારા વર્ચ્યુઅલ કલાસ હોસ્ટ કરનાર એજ્યુકેટર્સને ખુશ કરવા માંગે છે. આમ તો આ ફિચરનો ઉપયોગ વર્ચ્યુઅલ કોર્પોરેટ મિટિંગ દરમિયાન પણ કરી શકાય છે.

image soucre

પાર્ટીસિપેન્ટને અન્યને હાઇડ કરી રાખવા માટેનું આ ફીચર અમુક હદ સુધી વેબીનાર જેવું લાગી રહ્યું છે. તમે zoom નો ઉપયોગ વેબીનાર હોસ્ટ કરવા માટે પણ કરી શકો છો. પરંતુ ફોક્સ મોડ દવાઈએ હોસ્ટ પાસે એ અધિકાર રહેશે કે તે જ્યારે ઈચ્છે ત્યારે પાર્ટીસિપેન્ટને અન્ય પાર્ટીસિપેન્ટ માટે વિઝીબલ કરી શકે.

image soucre

ફોક્સ મોડને ઓન કરવા માટે યુઝર્સ પાસે વિન્ડોઝ કે મૈકમાં Zoom ડેસ્કટોપ કલાઈન્ટ વર્ઝન 5.7.3 હોવું જરૂરી છે. એટલે કે આ ફિચરનો ઉપયોગ મોબાઈલ પર નહિ કરી શકાય. જો કે ફોક્સ મોડની અસર જુના Zoom વર્ઝન પર ઉપલબ્ધ પાર્ટીસિપેન્ટને પણ થશે. હોસ્ટ બધા યુઝર્સ માટે ફોક્સ મોડને ઈનેબલ કરી શકશે. તેને શરૂઆતમાં zoom વેબ પોર્ટલ દ્વારા ઓન કરવું પડશે. એક વખત ઓન થઈ ગયા બાદ તેને મિટિંગ ટુલબારમાં More બટન પર ક્લિક કરીને વર્ચ્યુઅલ મિટિંગ દરમિયાન એક્સેસ કરી શકાય છે.