બોલિવુડના આ એક્ટર્સ ફસાઈ ચુક્યા છે ડ્રગ્સ કેસમાં, જાણી લો નામ

માયાનગરી મુંબઈમાં આમ તો મોટી મોટી પાર્ટીઓ રોજ જ થતી રહે છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી રેવ પાર્ટીનું ચલણ વધી ગયું છે. મુંબઈમાં પોલીસે જ્યારે કડક વલણ અપનાવ્યું તો આસપાસના શહેરોમાં જઈને સ્ટાર્સ આવી પાર્ટીઓ કરવા લાગ્યા, જેમાં દારૂ, સબાબ અને ડ્રગ્સનો ખુલ્લેઆમ પીરસવામાં આવે છે.

image source

ગોવા એમના માટે મનગમતું ડેસ્ટિનેશન છે. બૉલીવુડ અને ડ્રગ્સ વચ્ચે ગાઢ સંબંધનો ખુલાસો પહેલા પણ થઈ ચૂક્યો છે પણ સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત પછી એના પર ખૂબ હંગામો થયો ઘણા મોટા કલાકારોના નામ સામે આવ્યા. દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને ભારતી સિંહ જેવા કલાકારોની પૂછપરછ પણ થઈ હતી.

સુશાંત કાંડ પહેલા ડ્રગ્સ કેસમાં આ ફિલ્મી સ્ટાર્સનું નામ આવી ચૂક્યું છે.

સંજય દત્ત.

image source

બૉલીવુડ એકટર સંજય દત્તની જિંદગી હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહી છે. દિગગજ અભિનેતા અને કોંગ્રેસી નેતા સુનિલ દત્તના ઘરે જન્મેલા સંજુ પોતાની હરકતોના કારણે જિંદગીના ઘણા વર્ષો જેલમાં વિતાવ્યા છે. વર્ષ 1993માં બૉમ્બ બ્લાસ્ટના મુદ્દા પહેલા એમનું નામ ડ્રગ્સ કેસમાં આવ્યું હતું. બોલિવુડના મુન્નાભાઈએ ખુદ કબૂલ કર્યું હતું કે એ નવ વર્ષ સુધી ડ્રગ્સની લતમાં રહ્યા હતા. કોકિનથી લઈને હેરોઇન સુધી એમને બધું જ અજમાવી જોયું હતું. એમની આદતોથી દુઃખી થઈને એમના પિતાએ એમને અમેરિકાના એક પુનરવાસ કેન્દ્રમાં મોકલી દીધા હતા જ્યાંથી એ પછી ભાગી ગયા હતા.. એમની બાયોપિક સંજુમાં બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે એમને અમેરિકામાં રહીને આ નશાથી આઝાદી મેળવી હતી. હાલ સંજય દત્ત આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના ડ્રગ ફ્રી ઇન્ડિયા કેમ્પઈનના સક્રિય સભ્ય છે. અને લોકોને જાગૃત કરતા રહે છે

અપૂર્વા અને શિલ્પા અગ્નિહોત્રી.

image source

શાહરુખ ખાનની ફિલ્મ પરદેશમાં દેખાયેલા અપૂર્વા અગ્નિહોત્રી ટીવી ઇન્ડસ્ટ્રીના જાણીતા સ્ટાર રહી ચૂક્યા છે. વર્ષ 2012માં અપૂર્વ અગ્નિહોત્રી અને એમની પત્ની શિલ્પા અગ્નિહોત્રીન એક રેવ પાર્ટીમાં પકડવામાં આવ્યા હતા. એ પછી એ બન્નેની મેડિકલ તપાસ થઈ તો સામે આવ્યું કે કપલે પાર્ટીમાં ડ્રગ્સ લીધું હતું. એ પછી અપૂર્વ અને શિલ્પાને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. જો કે કપલ આ વાતની સતત ચોખવટ કરતું રહ્યું કે એમને ડ્રગ4 નથી લીધું. એમને બદનામ કરવામાં આવી રહ્યા છે. શિલ્પાએ કહ્યું હતું કે અમે લોકો ફક્ત એક પાર્ટીમાં સામેલ થવા ગયા હતા. અમને સહેજ પણ નહોતી ખબર કે એ એક રેવ પાર્ટી છે.અપૂર્વે કહ્યું હતું કે અમે જાતે ડ્રગ્સ નથી લીધું અને ન તો કોઈને ડ્રગ્સ લેતા જોયા. અપૂર્વ અગ્નિહોત્રીએ બિગ બોસ સિઝન 7માં પણ ભાગ લીધો હતો. એમની પત્ની શિલ્પાએ સિરિયલ ક્યોંકી સાસ ભી કભી બહુ થીમાં ગંગાનો રોલ કર્યો હતો. બન્નેએ પોતાના કામથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયું, પછી ઘણા સમય સુધી આ કપલ ગ્લેમરની દુનિયાથી ગાયબ રહ્યું.

ફરદીન ખાન.

image source

બૉલીવુડ એકટર ફરદીન ખાન કોકિન ખરીદતા કેમેરામાં કેદ થયા હતા. એમના પર એનડીપીએસ એક્ટ હેઠળ સેક્શન 21 (a) અને સેક્સન 28 (c) હેઠળ કેસ નોંધીને અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા. જો કે વર્ષ 2012માં સ્પેશિયલ કોર્ટે ફરદીનને કેસમાંથી રાહત આપી હતી. એ પછી એ ડી એડીક્શન પ્રક્રિયામાંથી પસાર થયા હતા. એ બાબતે કહેવામાં આવે છે કે ફરદીન ખાનની પહોંચના કારણે જાણીજોઈને એમનો કેસ કમજોર કરવામાં આવ્યો જેથી એમને કાયદાકીય ઝંઝટથી રાહત મળી જાય એમના કેસમાં એ બતાવવામાં આવ્યું કે એમને ફક્ત એક ગ્રામ કોકિન જ ખરીદીચે. એમનો આ અપરાધ નારકોટિક્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્તન્સની કલમ 27 હેઠળ આવે છે. એ કલમ અનુસાર ઓછા પ્રમાણમાં ગેરકાયદેસર વસ્તુઓ રાખવાનો મુદ્દો આવે છે. પહેલી વાર આ કાયદાનો ઉલ્લંઘન કરનારને કલમ 64A હેઠળ છૂટ મળી જાય છે

રાહુલ મહાજન.

image source

બિગ બોસ વિનર અને બીજેપીના દિવંગત નેતા પ્રમોદ મહાજનના દીકરા રાહુલ મહાજનને વર્ષ 2005માં ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ મુદ્દાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પ્રમોદ મહાજનના સચિવ બીબેક મોઇત્રાનું કોકિન અને શેમપેઇનના ઘાતક સંયોજનના કારણે મોત થઈ ગયું હતું. એ સાંજે રાહુલ મહાજન બીબેક અને અન્ય એક મિત્ર સાથે એમના પિતાના સફદરગંજમાં આવેલ બાંગ્લા પર હાજર હતા. રાહુલ મહાજનની પણ હાલત ખરાબ થઈ ગઈ હતી એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. એ પછી એમની ઉપર ડ્રગ્સનું વેંચાણ, ખરીદી અને ઉપયોગનો આરોપ લાગ્યો હતો જેના કારણે એમને અરેસ્ટ કરવામાં આવ્યા હતા. એ ઘટના પછી જણાવવામાં આવે છે કે રાહુલ નશો કરવાનું છોડી દીધું હતું. એમને જાતે કહ્યું હતું કે મારું સવસ, વ્યક્તિગત જીવન સુધરી રહ્યું છે. મેં સિગરેટ અને દારૂ છોડી દીધા છે. હું હેલ્ધી ડાયટ લઈ રહ્યો છું. એક્સરસાઇઝ કરી રહ્યો છું. હું મારા જીવનમાં આધ્યાત્મિક, શારીરિક, માનસિક, વ્યક્તિગત સંબંધોમાં સુધારો કરીને સારા કરી રહ્યો છું.

વિજય રાજ.

image source

અભિષેક બચ્ચનની ફિલ્મ રનથી જાણીતા બનેલા એકટર વિજય રાજ વર્ષ 1999થી લઈને અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. ફિલ્મ રનમાં એમનો રોલ ગણેશ ખૂબ જ ફેમસ થયો હતો. એમની ફિલ્મ રઘુ રોમિયોને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે. તેમ છતાં વિજય રાજ પર પણ ડ્રગ્સ રાખવા અને ઉપયોગ કરવાનો આરોપ લાગી ચુક્યો છે. વર્ષ 2005માં ગલ્ફ પોલીસે એમને ડ્રગ્સ રાખવાના આરોપમાં અરેસ્ટ કર્યા હતા. જો કે વિજય રાજનું કહેવું હતું કે એમની પાસે ડ્રગ્સ નહોતું અને એ આ કેસમાં નિર્દોષ છે.એમનું કહેવું હતું કે એમને ખબર જ નહોતી કે એમની બેગમાં 6 ગ્રામ મારીજુએના ક્યારે અને ક્યાંથી આવ્યું. આ ઘટના વખતે વિજય રાજ વિક્રમ ભટ્ટની ફિલ્મ દિવાને હુએ પાગલનું શૂટિંગ યુએઈમાં કરી રહ્યા હતા.

ડીજે અકિલ

image source

ઋત્વિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાનની મોટી બહેન ફરાહ ખાન અલીના પતિ અને સંજય ખાનના જમાઈ ડીજે અકિલ વર્ષ 2007માં દુબઈમાં પ્રતિબંધિત ડ્રગ્સ રાખવાના આરોપમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે એમના વિરુદ્ધ કોઈ પ્રકારના પુરાવા ન મળ્યા પછી આ આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. પણ એ ઘણા દિવસો સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યા હતા.

પ્રતીક બબ્બર.

image source

ફિલ્મ અભિનેતા રાજ બબ્બર અને અભિનેત્રી સ્મિતા પાટીલના એકટર દીકરા પ્રતીક બબ્બર બાળપણમાં જ ડ્રગ્સની લતના શિકાર થઈ ગયા હતા. એ ખુલાસો ખુદ એમને એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. એમને જણાવ્યું હતું કે ફક્ત 13 વર્ષની ઉંમરમાં એમને પહેલીવાર ડ્રગ્સ લીધું હતું. મારીજુએના અને હશીશથી થયેલી નશાની લત કોકેન અને એસિડ સુધી પહોંચી ગઈ હતી. જો કે સમય રહેતા એમને પોતાની જાતને સંભાળી લીધી અને નશાની આદતથી છુટકારો મેળવી લીધો.