કેરી અને કેરીની ગોઠલી સાથે તેની છાલ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

કેરીના ફાયદા ઘણા છે, સાથે કેરીના છાલનું પણ કંઈ ઓછું મહત્વ નથી. હા, કેરીના છાલમાં આરોગ્યનું રહસ્ય પણ છુપાયેલું છે. કેરીની છાલ તમે ખાઈ તો શકો જ છો, સાથે તેનો ઉપયોગ તમે ત્વચાની સંભાળ લેવા માટેના ઉત્પાદનોમાં પણ કરી શકો છો. મોટેભાગે ઘણા લોકો કેરીની છાલ ફેંકી દે છે, પરંતુ તેનો ઉપયોગ જાણી લીધા પછી તમે ભૂલથી પણ છાલ ફેંકશો નહીં.

વિશેષ બાબત એ છે કે કેરીના ફાયદાથી દરેકને વાકેફ હોય છે, પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તેની છાલ પણ ખૂબ ફાયદાકારક છે.

image source

દરેક લોકો સામાન્ય રીતે ફળોનો પલ્પ ખાવાનું પસંદ કરે છે અને છાલ ફેંકી દે છે. જો કે, કેટલાક અધ્યયન અને આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ ફળોની છાલ ઘણા સંયોજનો, ફાઇબર અને એન્ટીઓક્સિડેન્ટ્સથી પણ ભરપૂર છે જે ઘણા રોગો સામે રક્ષણ આપી શકે છે. તે વૃદ્ધાવસ્થાને પણ ધીમું કરી શકે છે. હવે કહો કેરીની છાલ અદ્ભુત નથી ? અહીં અમે તમને કેરીની છાલના મહત્વ અને ફાયદા વિશે માહિતી આપી રહ્યા છીએ. જાણો કેરીની છાલ કેવી રીતે ફાયદાકારક છે.

તો ચાલો જાણીએ કેરીના છાલના ફાયદા વિશે –

1. એન્ટીઓકિસડન્ટ્સ –

કેરીની છાલમાં કેરી કરતાં વધુ પોષક તત્વો હોય છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ ફ્રી રેડિકલને લીધે થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે. નોંધપાત્ર રીતે, ફ્રી રેડિકલ આંખો, હૃદય અને ત્વચાને નુકસાન પહોંચાડે છે તેમજ અંગોને અસર કરે છે. કેરીની છાલનું સેવન કરવાથી તમારી આ સમસ્યાઓ દૂર થાય છે.

2. કરચલીઓમાં રાહત મળે છે –

image source

કેરીની છાલ સુકાવી તેને બારીક પીસી લો. આ પછી, તેમાં ગુલાબજળ મિક્સ કરીને ચેહરા પર લગાવો અને થોડા સમય પછી તમારો ચેહરો ધોઈ લો. આ ઉપાયથી કરચલીઓ ઓછી થશે અને ધીમે ધીમે તમારી ત્વચા ગ્લો થશે.

3. પિમ્પલ્સથી છૂટકારો મેળવો –

જો તમારા ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા છે, તો પછી કેરીની છાલની પેસ્ટ બનાવો અને તેને ચેહરા પર લગાવો. થોડા દિવસોમાં તમારા પિમ્પલ્સ અને ચેહરા પરના ડાઘ હળવા થશે.

4. ટેનિંગને દૂર કરો –

image source

કેરીની છાલમાં હાજર વિટામિન સી ટેનિંગની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક છે. આ માટે તમારા હાથ અને પગ અથવા અન્ય ટેનિંગ વિસ્તારો પર કેરીની છાલ ઘસો. ત્યારબાદ તેને 15 થી 20 મિનિટ સુધી રાખો. તે પછી નવશેકા પાણીથી ધોઈ લો. લગભગ એક મહિના સુધી આ કરવાનું ચાલુ રાખો. તમે થોડા સમયમાં જ પહેલાથી ઘણો તફાવત જોશો.

5. ખાતરનું કામ –

જી હા, કેરીની સાથે અન્ય ફળો અને શાકભાજીની છાલ પણ ખાતર બનાવવા માટે વપરાય છે. તે કુદરતી શક્તિ ઉત્પન્ન કરે છે. કેરીની છાલ વિટામિન, બી 6, એ અને સી તેમજ કોપર, ફોલેટથી ભરપુર હોય છે. કેરીની છાલમાં પ્લાન્ટ ફાઇબર હોય છે. તેનો ઉપયોગ ખાતર તરીકે થઈ શકે છે.

6. કેન્સરમાં મદદરૂપ –

image source

મોટે ભાગે કેરી ખાતી વખતે તેની છાલ કાઢી નાખવામાં આવે છે, પછી તમને શું ફાયદો થાય. જો છાલ નરમ હોય તો ચોક્કસ તેને ખાઈ લો. છાલમાં હાજર તત્વો કેન્સરને રોકવામાં રાહત આપશે.