આજે અમદાવાદ સહિત આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, જાણો કેટલા દિવસ રહેશે વરસાદી માહોલ

હવામાન વિભાગે કરી મોટી આગાહી, આજે અમદાવાદ સહિતના આ વિસ્તારોમાં પડી શકે વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે… પોરબંદર, જામનગર, જૂનાગઢમાં હળવા વરસાદની સંભાવના છે.

image source

આ સિવાય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં હળવો વરસાદ પડશે. જ્યારે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ વરસાદની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ભારે વરસાદની સંભાવના નહીવત છે. આ સિવાય વલસાડ અને વાપીમાં 2 કલાકમાં 1.28 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડમાં 1 ઇંચ તો કપરાડામાં 18 એમ.એમ વરસાદ પડ્યો હતો.

image source

ધોધમાર વરસાદથી વાપીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કોપરલી રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી થઈ હતી. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ જામ્યું છે. ત્યારે ગુરૂવારે રાજ્યના 14 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. ગુરૂવારે સવારના છથી સાંજે છ વાગ્યા સુધીમાં સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો પંચમહાલા હાલોલમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ડાંગના વઘઈમાં ત્રણ ઈંચ, ખેડા-નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

image source

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સરેરાશ 10.91 મીમી વરસાદ

  • સૌથી વધુ સુરતના પલસાણામાં 6.25 ઈંચ વરસાદ
  • 26 જિલ્લાના 111 તાલુકામાં વરસાદ નોંધાયો

જૂન માસનો અત્યાર સુધી સરેરાશ 4 ઈંચ વરસાદ

  • વરસાદની ટકાવારી 12.31 ટકા નોંધાઈ
  • વરસાદ ના હોય તેવા તાલુકા – 0

*

  • 0થી 2 ઈંચ – 74 તાલુકા
  • 2થી 5 ઈંચ – 106 તાલુકા
  • 5થી 10 ઈંચ – 53 તાલુકા
  • 10થી 20 ઈંચ – 18 તાલુકા
  • 20થી 40 ઈંચ – 0 તાલુકા
  • 40 ઈંચથી વધુ – 0 તાલુકા
image source

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હવે આગામી 1 સપ્તાહ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યુ કે, જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થયો છે. એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ એક્ટિવ સિસ્ટમ નથી. જેથી ભારે વરસાદની સંભાવના નથી. જોકે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

બીજી તરફ વરસાદ પડવાને કારણે જગતનો તાત પણ ઘણો ખુશ છે. આ વખતે સમય કરતા થોડાક દિવસ વહેલા મેઘરાજાએ આગમન કર્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે. તેના પાછળનું કારણ એ છે કે આ વર્ષે તાઉ તે ના કારણે ખેડૂતોને પહેલાથી ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી તે વરસાદ પ્રત્યે ઘણી આશા રાખીને બેઠા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!