અમદાવાદ BRTSના પ્રથમ મહિલા ડ્રાઇવરને સો…સો..સલામ, પતિના મૃત્યુ બાદ ના હાર્યા હિંમત અને વધતા રહ્યા આગળ અને કહ્યું.. “મને સાઈકલ ચલાવતા આવડતી નથી પરંતુ હું બસ ચલાવવામાં ચપળ છું”

અમદાવાદ BRTSને મળ્યા પ્રથમ મહિલા ડ્રાઇવર, એમને કહ્યું કે “મને સાઈકલ ચલાવતા આવડતી નથી પરંતુ હું બસ ચલાવવામાં ચપળ છું”

૨૧મી સદીએ મહિલાઓની સદી છે. સમાજના દરેક શીખરો તેઓ એક પછી એક સર કરી રહી છે. સફળતાની સાથે સાથે સમાજની સામાજીક અને આર્થિક તસવીર બદલવા લાગી છે. સમાજના દરેક ક્ષેત્રમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે તે પોતાનું યોગદાન આપી રહી છે.

image source

વેદથી લઈને વેબ સુધી આજે મહિલાઓ આગળ જોવા મળી રહી છે. વાત ઘર ચલાવવાની હોય કે પછી દેશ ચલાવવાની, સ્ત્રીઓ પોતાની જાતને સાબિત કરી ચુકી છે. અને આ સાબિતીને પુરવાર કરી રહ્યા છે રેખા બેન કહાર

છેલ્લા 8 વર્ષથી અમદાવાદની સડકો પર ધમધમતી BRTS પેહલી વખત એક મહિલા ડ્રાઈવર બસ ચલાવશે. પોતામાં પતિના અવસાન બાદ નિરાધાર બનેલા વસ્ત્રાલની વીરાંગના પોતાના અને બાળકોના ગુજરાન માટે હવે બસ ચલાવીને પણ પોતાની માતા તરીકેની ફરજ નિભાવતી જોવા મળશે. અમદાવાદમાં રહેતા રેખાબહેન કહાર કે જેઓ BRTS બસ ચલાવનાર એકમાત્ર મહિલા ડ્રાઇવર છે.

તમને જણાવી દઈએ કે રેખાબહેન સિંગલ મધર છે અને તેમના બે બાળકોનું ગુજરાન ચલાવવાની જવાબદારી તેમના માથે જ છે અને હવે આ જવાબદારી એ બીઆરટીસ ચલાવીને પુરી કરે છે.

image source

વર્ષ 2015માં રેખા બહેન કહારના પતિ મહેન્દ્ર કહારનું એક રીક્ષા અકસ્માતમાં મોત થયું હતું અને ત્યાર પછી ઘરની સંપૂર્ણ જવાબદારી રેખાબેનના માથા પર આવી પડી હતી. પરંતુ રેખાબેનએ પતિનાં નિધન પછી બાળકોનાં ભણતર અને ગુજરાન ચલાવવાની જવાબદારી પૂરી રીતે નિભાવી છે.

રેખાબહેન જનવિકાસ સંસ્થામાંથી ડ્રાઈવિંગ શીખ્યા અને ત્યાર બાદ અમદાવાદમાં એક વર્ષ કેબ ચલાવી હતી અને તેમના આ અનુભવના આધારે તેમને BRTSમાં ડ્રાઈવર તરીકેની નોકરી મળી છે.

image source

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પોતાના બે બાળકો સાથે રહેતા BRTS ડ્રાઇવર રેખાબહેન કહારનું કેહવું છે કે, હું એક મહિલા છું તેમ છતાં મને ક્યારેય પુરૂષો સાથે ડ્રાઇવિંગનું કામ કરવામાં કોઈ જ તકલીફ નથી પડી. પહેલા હું મણિનગરથી બોપલ સુધીના રૂટમાં સ્કૂલ બસ ચલાવતી હતી. કોરોનાકાળ બાદ 1લી જૂનથી ફરીથી BRTSની નોકરીમાં જોડાઈ છું. તેમને જણાવ્યું હતું કે મને સાઇકલ કે બીજુ કોઈ ટૂ વ્હીલર ચલાવતા નથી. આવડતું પણ હું બસ ખૂબ ચપળતાથી ચલાવી શકું છું.

તેમને આગળ જણાવ્યું હતું કે ડબલ સીફ્ટ કામ કરી મારા બંને બાળકોને સારું શિક્ષણ આપીશ.

કહેવાય છે કે સુખ અને દુઃખ માનવીના જીવનમાં જરૂર આવે છે. પરંતુ આ મહિલા ના જુસ્સા ને સો સલામ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!