અનુષ્કાના ફેસ પર જોવા મળ્યો પ્રેગનન્સી ગ્લો, આ લેટેસ્ટ તસવીર તમે પણ વારંવાર જોયા જ કરશો કારણકે..

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયામાં ચર્ચામાં રહી છે. આ સિવાય હવે તેની એક નવી તસવીર સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં પ્રેગ્નેન્ટ અનુષ્કા તેની ટીમની સાથે ખાસ પોઝ આપતી નજર આવે છે. ફોટોમાં અનુષ્કા ખુશ અને ક્યૂટ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે પિંક ડ્રેસમાં અનુષ્કાનો ક્યુટ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

image source

અનુષ્કા શર્મા હાલમાં પ્રેગ્નેન્સીને એન્જોય કરી રહી છે. અને તે તેની પ્રેગ્નેન્સીને લઇને ચર્ચામાં છે. ક્યારેક મેચમાં વિરાટને ચીઅર કરવા પહોંચી જાય છે તો ક્યારેક સોશ્યિલ મીડિયા પર હવે તેના બેબી બંપને ફ્લોન્ટ કરીને ચર્ચામાં રહે છે. અવારનવાર શેર કરી રહેલા ફોટોમાં હવલે તેણે સેટ પર તેની ટીમ સાથેનો એક ફોટો વાયરલ કર્યો છે. તેમાં તેની ટીમના મેમ્બર્સ પણ ખુશ જોવા મળી રહ્યા છે. અનુષ્કાના આ સિમ્પલ, સોબર અને ક્યૂટ ફોટોને તેના ફેન્સ ખૂબ જ લાઈક કરી રહ્યા છે. ફોટોમાં અનુષ્કાનો અંદાજ તેનાં ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

ફોટો શેર કરીને લખી આ વાત

 

View this post on Instagram

 

A post shared by Gabriel Georgiou (@georgiougabriel)

કહેવાય છે કે અનુષ્કાનો આ ક્યુટ ફોટો તેણે પોતે નહીં પણ તેની હેર સ્ટાઈલિશે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર વાયરલ કર્યો છે. ફોટો મૂકતાં જ તે વાયરલ થવાનું શરૂ થયું હતું. અનુષ્કાની હેર સ્ટાઈલિશે ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે ‘આ કંઇક એવું લાગે છે કે જાણે કોઇ જનરલ હોસ્પિટલ હોય.’ જોકે, આવું કંઇ નથી. આ ફોટો કોઈ હોસ્પિટલનો નથી પણ એક શૂટિંગના સેટનો છે. જેમાં કોરોનાના કારણે સેફ્ટી માટે સૌ કોઈ સાથી કાર્યકર્તાઓ પીપીઈ કિટ પહેરેલા નજરે ચઢે છે. જેના કારણે આ ફોટો હોસ્પિટલનો હોય તેવું લાગે છે.

image source

ફોટોમાં અનુષ્કા શર્મા તેની શૂટિંગ ટીમની સાથે છે. જેમાં ટીમે PPE કિટ પહેરેલી છે. જ્યારે અનુષ્કા શર્મા સિમ્પલ લૂકમાં પિંક કલરનાં કોલ્ડ શોલ્ડર ડ્રેસમાં આકર્ષક લાગી રહી છે.

image source

અનુષ્કાની હેર સ્ટાઇલિસ્ટે આ પહેલાં પણ તેનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે એક્ટ્રેસનો મેકઅપ કરતી જોવા મળી હતી. એ ફોટો પણ ફેન્સે ખૂબ પસંદ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત