આવતીકાલે ભૂલથી પણ ના જતા રસી લેવા, નહિં તો પડશે ધક્કો, જાણો બંધ રહેવા પાછળ શું છે કારણ

રાજ્યમાં કોરોના રસીકરણ જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ત્રીજી લહેર આવે તે પહેલા મહત્તમ લોકોને રસી આપવામાં આવે તેવા ધ્યેય સાથે કેન્દ્ર સરકારે 18 વર્ષથી વધુની વયના લોકો માટે રસી ફ્રી કરી દીધી છે અને રાજ્ય સરકારોને રસીકરણ ઝડપભેર કરવા સુચના આપવામાં આવી છે. પરંતુ આ તમામ વચ્ચે ગુજરાત રાજ્યમાં ચાલતા રસીકરણ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.

image source

રાજ્યમાં આવતી કાલે એટલે કે બુધવાર અને 7 જુલાઈના રોજ કોરોનાની રસી લોકોને આપવામાં આવશે નહીં. ટુંકમાં કહીએ તો રાજ્યમાં કાલે કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો છે. રસીકરણ બંધ રહેવા અંગે કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર બુધવારે રાજ્યમાં મમતા દિવસ અને અન્ય રસીકરણ કાર્યક્રમના કારણે કોરોનાની રસી આપવામાં આવશે નહીં. પરંતુ ચર્ચા એવી પણ છે કે રાજ્યમાં રસીનો સ્ટોક ફરીવાર ખુટી ગયો છે તેના કારણે આવતીકાલે રસીકરણ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે.

image source

સત્તાવાર જાહેરાત અનુસાર બુધવારે મમતા દિવસની ઉજવણી થાય છે જેમાં દરેક માતા અને બાળક સુરક્ષિત રહે તે માટે રાજ્યભરમાં માતૃબાળ કાર્યક્રમ રાજ્યમાં અમલમાં મુકવામાં આવે છે. જે અંતર્ગત સગર્ભા માતાને ધનુરની રસી આપવામાં આવે છે જ્યારે ટીબી, ડીપ્થેરીયા, પોલીયો, ઉટાંટીયું અને ઓરી સામે રક્ષણ આપતી રસી તેમજ બીસીજી, ડીપીટી સહિતના ઘાતક રોગોની રસી આપવામાં આવે છે. આ રસી આપવાના કાર્યક્રમને લીધે રાજ્યમાં આવતી કાલે કોરોનાની રસી આપવામાં આવશે નહીં. તો જો તમે પણ આવતી કાલે રસી લેવાનું નક્કી કર્યું છે કે નોંધણી કરાવી છે તો પછી રસીકરણ કેન્દ્ર પર ધક્કો ખાતા નહીં.

image source

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સોમવાર સુધીના રસીકરણના આંકડા અનુસાર રાજ્યમાં સોમવારે સાંજે 5 કલાક સુધીમાં 2,99,680 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં 18થી 45 વર્ષની વયના 5680 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે જ્યારે પ્રથમ ડોઝ લેનાર આ વય મર્યાદાના લોકોની સંખ્યા 148486 છે. જ્યારે 45 વર્ષથી વધુની વયના પ્રથમ ડોઝ લેનાર લોકોની સંખ્યા 51289 છે જ્યારે બીજો ડોઝ લેનારની સંખ્યા 85670 છે. રસીકરણ શરુ થયાથી થઈ લઈ સોમવાર સાંજ સુધીમાં કુલ 2,71,07,405 લોકોનું રસીકરણ થયું છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે શરુઆતના તબક્કામાં લોકોમાં રસી લેવા અંગે જાગૃતિનો અભાવ હતો અને અંધશ્રદ્ધાઓ પણ હતી પરંતુ કોરોનાની બીજી લહેરમાં જે ઘાતક અસરો જોઈ ત્યારબાદ લોકો પણ રસી લેવા અંગે સજાગ થયા છે. પરંતુ હવે તંત્ર રસી આપવા સક્ષમ નથી. આ પહેલા પણ અનેક શહેરોમાં રસીનો જથ્થો ખુટી ગયાની ઘટના બની હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!